બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / chandrayaan 3 update isro pragyan vikram data world us scientists surprise

ISRO / Chandrayaan 3 એ કર્યો કમાલ! આ ડેટા જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા USના વૈજ્ઞાનિકો, જાણો વિગતવાર

Manisha Jogi

Last Updated: 11:55 AM, 14 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈસરોએ ચંદ્રયાન 3નું ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક લેન્ડિંગ કરાવ્યું ત્યારે સફળતા મેળવી લીધી છે. આ ડેટાની મદદથી વિશ્વભરના તમામ વૈજ્ઞાનિક આશ્ચર્યચકિત રહી ગયા છે.

  • ચંદ્રયાન 3એ ચંદ્ર પરથી મહત્ત્વપૂર્ણ ડેટા કલેક્ટ કર્યા
  • વિશ્વભરના તમામ વૈજ્ઞાનિક આશ્ચર્યચકિત રહી ગયા 
  • ચંદ્રયાન 3 લેન્ડિંગ સ્થળ પાસે માટીમાં સલ્ફરનું પ્રમાણ માપવામાં આવ્યું

ઈસરોએ ચંદ્રયાન 3નું ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક લેન્ડિંગ કરાવ્યું ત્યારે સફળતા મેળવી લીધી છે. ચંદ્રયાન 3ના વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવરે ચંદ્ર પરથી મહત્ત્વપૂર્ણ ડેટા કલેક્ટ કર્યા છે. આ ડેટાની મદદથી વિશ્વભરના તમામ વૈજ્ઞાનિક આશ્ચર્યચકિત રહી ગયા છે. અમેરિકી રિસર્ચ પ્રોફેસર જેફરી ગિલિસ દાવિસે એક આર્ટિકલમાં ચંદ્રયાન 3 સાથે જોડાયેલ તમામ ઉપલબ્ધિઓ વિશે જણાવ્યું છે. 

https://www.space.com/ લખેલ આર્ટિકલમાં જણાવવામાં આવ્યું છે કે, ‘ચંદ્રયાન 3ના ડેટા પરથી જાણવા મળ્યું છે કે, ચંદ્રની માટીમાં લોખં ટાઈટેનિયમ એલ્યુમિનિયમ અને કેલ્શિયમ જેવા તત્ત્વ શામેલ છે. ગ્રહ વૈજ્ઞાનિકોને ખબર છે કે, ચંદ્રની માટીમાં સલ્ફર છે, પરંતુ તેનું પ્રમાણ ઓછું છે. આ નવા ડેટા પરથી જાણવા મળે છે કે, વધુ સલ્ફર સાંદ્ર હોઈ શકે છે. પ્રજ્ઞાન પાસે બે ઉપકરણ છે, જે માટીનું વિશ્લેષણ કરે છે. એક અલ્ફા કણ એક્સ-રે સ્પેકટ્રોમીટર અને લેઝર પ્રેરિત બ્રેકડાઉન સ્પેક્ટ્રોમીટર(libs)’. આ બે ઉપકરણે લેન્ડિંગ સ્થળ પાસે માટીમાં સલ્ફરનું પ્રમાણ માપ્યું છે.

ચંદ્રની સપાટી પર મુખ્ય બે પ્રકારની ચટ્ટાન
વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે, ચંદ્રની માટી પર રહેલ સલ્ફર અંતરિક્ષયાત્રીકોને એક દિવસ માટે જમીનથી દૂર રહેવામાં મદદ કરી શકે છે. ચંદ્રની સપાટી પર મુખ્ય બે પ્રકારની ચટ્ટાન છે. 1- જ્વાળામુખીય ચટ્ટાન અને ચમકીલી ઉચ્ચભૂમિ ચટ્ટાન. પૃથ્વી પર પ્રયોગશાળાઓમાં ચંદ્રમાની ચટ્ટાન અને માટીની સંરચના માપનાર વૈજ્ઞાનિકોને જાણવા મળ્યું છે કે, જ્વાળામુખીય મેદાનની સામગ્રીઓમાં ચમકીલી ઉચ્ચભૂમિવાળા પદાર્થી સરખામણીએ વધુ સલ્ફર હોય છે. આ ચટ્ટાન ઓગળે છે, તો સલ્ફર મેગ્માનો હિસ્સો બની જાય છે. ઓગળેલી ચટ્ટાન જમીનની નજીક આવે છે, તો મેગ્મામાં રહેલ મોટાભાગના સલ્ફર એક ગેસ બની જાય છે, જે વોટર પેપર અને કાર્બન ડાયોક્સાઈડ સાથે નીકળે છે. 

સલ્ફરની શોધ એ પહેલી ઘટના
કેટલાક સલ્ફર મેગ્મામાં રહે છે અને ઠંડા થયા પછી ચટ્ટાનની અંદર જ રહે છે. આ પ્રક્રિયા પરથી જાણવા મળે છે કે, સલ્ફર મુખ્યરૂપે ચંદ્રની કાળી જ્વાળામુખીય ચટ્ટાન સાથે જોડાયેલ હોય છે. ચંદ્રની માટીમાં સલ્ફરની શોધ કરવી તે પહેલી ઘટના છે. ડેટા કેલિબ્રેશન પૂર્ણ થાય ત્યાં સુધી સલ્ફરની સટીક માત્રા જાણી શકાતી નથી. પ્રજ્ઞાન પર LIBS ઉપકરણ દ્વારા એકત્ર કરવામાં આવેલ અનકેલિબ્રેટેડ ડેટા પરથી જાણવા મળે છે કે, ધ્રુવ પાસે ચંદ્રની ઉચ્ચભૂમિ માટીમાં ભૂમધ્ય રેખાથી ઉચ્ચભૂમિ માટીની સરખામણીએ વધુ સલ્ફર સાંદ્ર હોઈ શકે છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ