બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Chandrayaan-3 propulsion module moves from lunar orbit to earth orbit

મૂન મિશન / ચંદ્રયાન-3ને લઈને ફરી આવ્યાં મોટા સમાચાર, ચંદ્ર પરથી પૃથ્વી પર પાછી આવી આ ચીજ, ઈસરોએ ગણાવ્યાં ફાયદા

Hiralal

Last Updated: 05:14 PM, 5 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચંદ્રયાન-3નું પ્રોપલ્શન મોડ્યુલ મૂન મિશન પૂરુ કરીને પૃથ્વીની કક્ષામાં પાછું આવી ગયું છે.

  • ચંદ્રયાન-3ને લઈને ફરી સારા સમાચાર 
  • મિશન પૂરુ કરીને પાછું આવ્યું પ્રોપલ્શન મોડ્યુલ
  • પૃથ્વીની કક્ષામાં વાપસી કરી

ચંદ્રયાન-3ને લઈને મોટા સમાચાર આવ્યા છે. હવે ચંદ્રયાન-3ના પ્રોપલ્શન મોડ્યુલે કમાલ કરી છે. ચંદ્રયાન-3ના પ્રોપલ્શન મોડ્યુલે સફળતાપૂર્વક પોતાનું મિશન પૂર્ણ કરી પૃથ્વીની કક્ષામાં વાપસી કરી છે. ઈસરોએ આ અંગે માહિતી આપતાં કહ્યું કે એક અનોખા પ્રયોગમાં, ચંદ્રની પરિક્રમા કરી રહેલા ચંદ્રયાન -3 ના પ્રોપલ્શન મોડ્યુલ પૃથ્વીની ભ્રમણકક્ષામાં પાછો ફર્યો છે. ઇસરોએ આ સફળતાના ફાયદા પણ સમજાવ્યા છે. ઇસરોએ જણાવ્યું હતું કે પ્રોપલ્શન મોડ્યુલને ચંદ્રથી પૃથ્વીની ભ્રમણકક્ષામાં પાછા લાવવાથી આગામી મિશનની યોજના બનાવવામાં મદદ મળશે. જો કે આ મોડ્યુલ માટે સોફ્ટવેર પણ તૈયાર કરવામાં આવી રહ્યું છે. પૃથ્વીના નિરીક્ષણ માટે શેપ પેલોડનું વહન ચાલુ રાખવા માટે પ્રોપલ્શન મોડ્યુલને પૃથ્વીની ભ્રમણકક્ષામાં ફરીથી સ્થાપિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ મિશન યોજના મુકાબલો ટાળવા માટે તૈયાર કરવામાં આવી હતી. પ્રોપલ્શન મોડ્યુલને ચંદ્રની સપાટી પર ક્રેશ થવા અથવા પ્રવેશતા અટકાવવાનું લક્ષ્ય પણ હતું. પૃથ્વીનો જીઓ (GEO) બેલ્ટ 36,000 કિમી પર છે અને તેની નીચેની ભ્રમણકક્ષામાં ભ્રમણ કરે છે.

પ્રોપલ્શન મોડ્યુલ પૃથ્વીની પરિક્રમા
હાલ પ્રોપલ્શન મોડ્યુલ પૃથ્વીની પરિક્રમા કરી રહ્યું છે. પ્રોપલ્શન મોડ્યુલે 22 નવેમ્બરના રોજ 1.54 લાખ કિ.મી.ના અંતરે સ્થિત પ્રથમ પેરિજીને પાર કરી હતી. ઈસરોએ કહ્યું કે, ઓર્બિટ સ્ટે પીરિયડ 22 દિવસનો છે. ઉલ્લેખનીય છે કે ચંદ્રયાન 3ના લોન્ચના થોડા દિવસ બાદ તેની સામે મોટો ખાડો પડી ગયો હતો. ચંદ્રની સપાટી પર ફરતું રોવર પ્રજ્ઞાન પોતાના સ્થાનથી આગળ આવેલા એક મોટા ખાડામાં આવી ગયું હતું. જોકે, તેણે તેને સુરક્ષિત પાર કરી લીધો હતો. રોવર પ્રજ્ઞાને ફરીથી રસ્તો બદલી નાખ્યો હતો. 27 ઓગસ્ટના રોજ રોવર 3 મીટર વ્યાસના ખાડામાં પોતાના સ્થાનથી 4 મીટર આગળ આવી ગયું હતું. ત્યારબાદ રોવરને રસ્તા પર પાછા ફરવાનો આદેશ આપવામાં આવ્યો અને પછી તે સુરક્ષિત રીતે નવા માર્ગ પર આગળ વધ્યું હતું. 

હાલમાં લેન્ડર અને રોવર એક્ટિવ નથી 
ચંદ્ર પર હાલમાં લેન્ડર કે રોવર એક્ટિવ નથી. ચંદ્રયાન-3 મિશનનો મુખ્ય ઉદ્દેશ્ય ચંદ્રના દક્ષિણ ધ્રુવ પાસે સોફ્ટ લેન્ડિંગ કરાવવાનો અને વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન પરનાં સાધનોનો ઉપયોગ કરીને પ્રયોગો કરવાનો હતો. ચંદ્રયાનને 14 જુલાઈએ એલવીએમ3-એમ4થી લોન્ચ કરવામાં આવ્યું હતું. 23 ઓગસ્ટના રોજ વિક્રમ લેન્ડરે ચંદ્ર પર લેન્ડીંગ કર્યું અને તેમાંથી રોવરને બહાર ગોઠવાયું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ