બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ

logo

પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ

logo

અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ

logo

અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા

logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

logo

જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા

logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

VTV / ભારત / Chandigarh Mayor Election | 'Obvious That Presiding Officer Defaced Ballot Papers

વિવાદાસ્પદ / VIDEO : ચંદીગઢ મેયરની ચૂંટણીમાં ખુલ્લેઆમ ઘાલમેલ કરતાં દેખાયા રિટર્નિંગ ઓફિસર, વીડિયો વાયરલ

Hiralal

Last Updated: 09:52 PM, 5 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચંદીગઢ મેયરની ચૂંટણીમાં હેરાફેરી કરનાર રિટર્નિંગ ઓફિસર અનિલ મસીહનો વીડિયો સામે આવ્યો છે.

  • ચંદીગઢ મેયરની ચૂંટણીમાં હેરાફેરી કરનાર રિટર્નિંગ ઓફિસર અનિલ મસીહનો વીડિયો
  • વીડિયોમાં બેલેટ પેપર પર સહીઓ કરતાં જોવા મળે છે 
  • આમ આદમી પાર્ટીએ વીડિયો પર ઉઠાવ્યા સવાલ
  • સુપ્રીમે પણ જોયો વીડિયો 

કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢમાં મેયરની ચૂંટણીમાં હેરાફેરી કરનાર રિટર્નિંગ ઓફિસર અનિલ મસીહનો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં તેઓ સ્પસ્ટપણે ઘાલમેલ કરતાં જોવા મળી રહ્યાં છે. સુપ્રીમ કોર્ટે પણ આ વીડિયો જોઈને તેને લોકશાહીની હત્યા ગણાવી છે. પ્રિસાઈડિંગ ઓફિસર અનિલ મસીહનો વધુ એક વીડિયો સામે આવ્યો છે જેમાં તેઓ બેલેટ પેપર પર સહી કરીને કેમેરાને જોતા જોવા મળી રહ્યા છે. સુપ્રીમે સ્પસ્ટ કહ્યું કે અનિલ મસીહે બેલેટ પેપર ભૂંસી નાખ્યાં હતા અને 8 મતો અમાન્ય ઠેરવ્યા હતા જેને કારણે ભાજપનો ઉમેદવાર આસાનીથી જીતી ગયો. 

સુપ્રીમ કોર્ટે મેયર ચૂંટણીને ગણાવી લોકશાહીની હત્યા 
ચંદીગઢ મેયરની ચૂંટણીને લઈને આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. ચીફ જસ્ટિસ ડી.વાય.ચંદ્રચુડની આગેવાની હેઠળના ત્રણ જજોએ ચૂંટણીનો વીડિયો જોઈને રિટર્નિંગ ઓફિસર અનિલ મસીહ પર ભડક્યાં હતા અને બોલ્યાં કે આ લોકશાહીની મજાક, છે, લોકશાહીનું મર્ડર છે. ચીફ જસ્ટિસે પૂછ્યું કે શું આ રિટર્નિંગ ઓફિસર આ રીતે ચૂંટણી કરાવે છે? મહેરબાની કરીને રિટર્નિંગ ઓફિસરને કહો કે સુપ્રીમ કોર્ટ તેમના પર નજર રાખી રહી છે. ચીફ જસ્ટિસે કહ્યું કે પ્રિસાઇડિંગ ઓફિસરે બેલેટ પેપર્સ બગાડ્યા છે. તેમની સામે કાર્યવાહી થવી જોઈએ. 

સુપ્રીમની ખંડપીઠે શું કર્યું 
CJIની આગેવાની હેઠળની ત્રણ જજની બેન્ચે નિર્દેશ આપ્યો કે ચંદીગઢ મેયરની ચૂંટણીનો સમગ્ર રેકોર્ડ પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલની કસ્ટડીમાં જપ્ત કરવામાં આવે. કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે, 7મી ફેબ્રુઆરીની મ્યુનિસિપલ કોર્પોરેશનની બેઠક આગામી આદેશો સુધી સ્થગિત રહેશે.

કોણે કરી હતી સુપ્રીમમાં અરજી 
સુપ્રીમ કોર્ટ આમ આદમી પાર્ટી (AAP)ના કાઉન્સિલર કુલદીપ કુમારની પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના ચંદીગઢ મેયરની ચૂંટણીના પરિણામ પર તાત્કાલિક સ્ટે આપવાના ઇનકાર સામે સુનાવણી કરી રહી હતી જેમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઉમેદવારને ચંદીગઢ મ્યુનિસિપલના મેયર તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. 

30 જાન્યુઆરી 2023ના દિવસે મેયરની ચૂંટણીમા થયો હતો ખેલ 
30 જાન્યુઆરી 2023ના દિવસે ચંદીગઢ મેયરની ચૂંટણીનું પરિણામ જાહેર થયું હતું જેમાં ગજબનો ખેલ જોવા મળ્યો હતો.  ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એ અંધાધૂંધી વચ્ચે ચંદીગઢ મેયરની ચૂંટણીમાં વિજય મેળવ્યો છે. સંખ્યાબળના મામલે ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીથી પાછળ હતો તેના હાથમાં 15 વોટ જ હતા અને આટલા વોટમાં મનોજ સોનકર 15 મતોથી ચૂંટણી જીત્યા હતા અને ચંદીગઢ શહેરના આગામી મેયર તરીકે ચૂંટાયા હતા. ચંદીગઢ મેયરની ચૂંટણીના પરિણામોની જાહેરાત બાદ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના કાઉન્સિલરોએ હંગામો શરૂ કરી દીધો હતો. ગણિત પક્ષમાં હોવા છતાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સંયુક્ત ઉમેદવારને હારનો સામનો કરવો પડ્યો હતો.

ચંદીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની નંબર ગેમ શું?
ચંદીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપના 14 કાઉન્સિલરો છે. સંખ્યાબળની દ્રષ્ટિએ ભાજપ સૌથી મોટી પાર્ટી છે. ચંદીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આમ આદમી પાર્ટી ભાજપ પછી 13 કાઉન્સિલરો સાથે બીજા નંબરની સૌથી મોટી પાર્ટી છે. કોંગ્રેસના સાત કાઉન્સિલરો છે અને એક શિરોમણી અકાલી દળનો છે. ચંદીગઢ મેયરની ચૂંટણીમાં સ્થાનિક સાંસદને પણ મતદાનનો અધિકાર છે. ભાજપના કિરણ ખેર ચંદીગઢના સાંસદ છે. કિરણ ખેર સાથે ભાજપની તાકાત 15 સુધી પહોંચી જાય છે, જ્યારે એક સામાન્ય ઉમેદવારને મેદાનમાં ઉતારનારી આમ આદમી પાર્ટી અને કોંગ્રેસની સંખ્યા 20 કાઉન્સિલરોની છે. ચંદીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના કુલ 36 વોર્ડ છે અને મેયર બનવા માટે 19 વોટની જરુર પડે. પોતાના કાઉન્સિલરો અને સાંસદો સાથે ભાજપનું સંખ્યાબળ માત્ર 15 મત સુધી પહોંચી રહ્યું હતું. શિરોમણી અકાલી દળના એકમાત્ર કાઉન્સિલરના મતો ઉમેરીએ તો ભાજપનો મત માત્ર 16 સુધી પહોંચી રહ્યો હતો. બીજી તરફ આમ આદમી પાર્ટીના 13 અને કોંગ્રેસના સાત સંયુક્ત મત 20 સુધી પહોંચી રહ્યા હતા. જ્યારે બંને પક્ષોએ હાથ મિલાવીને એક સમાન ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા ત્યારે મેયરની ચૂંટણીમાં ગઠબંધનની જીત નિશ્ચિત હતી. પરંતુ જ્યારે પરિણામો આવ્યા ત્યારે ભાજપે બાજી મારી લીધી.

કોંગ્રેસ-આપનો ખેલ કેવી રીતે બગડ્યો 
35 કાઉન્સિલરો અને સાંસદ કિરણ ખેરે મેયરની ચૂંટણી માટે મતદાન કર્યું હતું. મતદાન બાદ મતગણતરી શરૂ થઇ ગઇ હતી. ભાજપના ઉમેદવારને તરફેણમાં 16 મત મળ્યા હતા.  આ સાથે જ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સંયુક્ત ઉમેદવારના પક્ષમાં 20 વોટ પડ્યા હતા. કોંગ્રેસ-આપના ઉમેદવારની તરફેણમાં 20માંથી આઠ મત નામંજૂર થયા હતા. અસ્વીકારના કારણે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના માન્ય વોટ 12 જ રહ્યાં અને ભાજપના ઉમેદવાર મનોજ સોનકરની તરફેણમાં 12 મત મળ્યા હતા. મતગણતરી બાદ ભાજપના ઉમેદવાર વિજયી જાહેર થયા હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ