બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Centre asks all states, UTs to increase genome sequencing

મહામારી / પાંચ દેશોમાં કોરોના વધતા એલર્ટ થઈ કેન્દ્ર સરકાર, તમામ રાજ્યોને આપ્યો આ મોટો આદેશ

Hiralal

Last Updated: 08:24 PM, 20 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચીન, અમેરિકા, જાપાન, કોરિયા, જર્મનીમાં કોરોના કેસ વધતાં કેન્દ્ર સરકાર તેના રાજ્યોને વેળાસર ચેતવી દીધા છે.

  • પાંચ દેશોમાં કોરોનાનો ફરી હાહાકાર
  • ચીનમાં તો પહેલા કરતા પણ હાલત ખરાબ
  • જાપાન, અમેરિકા, કોરિયામાં કોરોનાના કેસ વધ્યાં
  • ભારતમાં કોરોના મંદ, મોત પણ ઓછા છતાં સરકાર વેળાસર ચેતી
  • રાજ્યોને જિનોમ સિકવન્સિંગ વધારવાનો આપ્યો આદેશ 

ચીન અને અમેરિકામાં કોરોનાના વધતા કેસો વચ્ચે કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને એક ખાસ નિર્દેશ જારી કરીને તાબડતોબ એક કામ શરુ કરવાનું જણાવી દીધું છે. અત્યાર સુધી ભારતમાં કોરોના મંદ હતો અને મોતની સંખ્યા પણ લગભગ ઝીરો થવા આવી હતી ત્યારે હવે ફરી વાર કેન્દ્ર સરકારે રાજ્યોને ચેતવી દીધા છે. 

તમામ રાજ્યો જિનોમ સિકવન્સિંગ વધારે 
કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે એનસીડીસી અને આઈસીએમઆરને પત્ર લખ્યો છે. એવું કહેવામાં આવ્યું છે કે તમામ રાજ્યોએ જીનોમ સિક્વન્સિંગ પર ભાર મૂકવો પડશે. હાલ દેશમાં કોરોનાના વધુ કેસ નથી, મોતમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે. પરંતુ આ વાયરસ સમગ્ર વિશ્વમાં ફરી ફેલાઈ રહ્યો હોવાથી સરકાર પણ કોઈ બેદરકારી દાખવવા માંગતી નથી.

સાવચેતી રાખો પણ ગભરાટ નહીં
રાજેશ ભૂષણે કહ્યું કે જો કોરોનાના નવા વેરિએન્ટની ઓળખ સમયસર કરવી હોય તો જીનોમ સિક્વન્સિંગ જરૂરી છે. રાજ્યોને જીનોમ સિક્વન્સિંગ માટે નમૂનાઓ મોકલવાની સૂચના પણ આપવામાં આવી છે. આમ જોવા જઈએ તો એક તરફ ભારત સરકાર તમામ રાજ્યોને સાવચેત રહેવાનું કહી રહી છે તો બીજી તરફ ગભરાવું નહીં તેવી સલાહ પણ આપી રહી છે.એન્ટી ટાસ્ક ફોર્સના મેમ્બર અને કોવિડ રસીકરણ અભિયાનના ચીફ એન.કે.અરોરાએ સ્પષ્ટપણે કહ્યું છે કે ભારતે ચીનની પરિસ્થિતિ અંગે ચિંતા કરવાની જરૂર નથી.  ભારતમાં મોટા પાયે વેક્સિનેશન કરવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં માત્ર સાવચેતી રાખવાની જરૂર છે, ચિંતા કરવાની જરૂર નથી.

પાંચ દેશોમાં વધી રહ્યા છે કોરોના કેસ
ચીન, અમેરિકા, જાપાન, જર્મની અને બ્રાઝિલમાં કોરોના કેસ વધી રહ્યાં છે તેમાય ચીનની હાલત તો ખૂબ ખરાબ છે. ત્યાં કોરોનાના મહાવિસ્ફોટ થયો છે, સ્મશાનો પણ ખૂટી પડ્યાં તેટલા લોકો કોરોનાથી મરી રહ્યાં છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ