બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / Central Government removed the custom duty on rare diseases and special food

BIG NEWS / મોદી સરકારનો મોટો નિર્ણય, આ દવાઓ પરથી ઈમ્પોર્ટ ડ્યુટી હટાવાઈ: ગંભીર બીમારીઓથી પીડાતા લોકોના પૈસાની થશે બચત

Vaidehi

Last Updated: 04:58 PM, 30 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દુર્લભ બીમારીઓનાં ઈલાજમાં વપરાતી દવાઓ પર કેન્દ્રએ કસ્ટમ ડ્યૂટી હટાવી દીધી છે જેના કારણે આ મેડિસિન્સ હવે સસ્તી મળશે. જાણો સમગ્ર માહિતી.

  • રેયર બીમારીઓનાં ઈલાજ માટેની દવાઓ થશે સસ્તી
  • ઈંપોર્ટેડ દવાઓ અને સ્પેશિય ફૂડ પર કસ્ટમ ડ્યૂટી માફ
  • નેશનલ રેયર ડિઝીઝ પોલિસી 2021 અંતર્ગત લેવાયો નિર્ણય

કેન્દ્ર સરકારે નેશનલ રેયર ડિઝીઝ પોલિસી 2021 અંતર્ગત લિસ્ટેડ તમામ રેયર બીમારીઓ એટલે કે એવી બીમારીઓ જે કોમન ન હોય અને દુર્લભ હોય તેના ઈલાજ માટે ઈંપોર્ટેડ દવાઓ અને સ્પેશલ ફૂડ પર બેઝિક કસ્ટમ ડ્યૂટી હટાવી દીધી છે. આ પગલાનાં લીધે દેશનાં એ લોકોને રાહત મળશે જેમના પરિવારનાં કોઈ સભ્ય રેયર બીમારીથી પિડીત હોય. કેન્સરનાં ઈલાજમાં ઉપયોગમાં આવનારી પેમ્બ્રોલિજુમાબ પર પણ સરકારે છૂટ આપી છે.

1 એપ્રિલથી લાગૂ થશે 
ઈંપોર્ટ ડ્યૂટીમાં મળનારી છૂટ 1 એપ્રિલથી લાગૂ પડશે. દવાઓ પર સામાન્યરીતે 10% બેઝિક કસ્ટમ ડ્યૂટી લાગે છે જ્યારે લાઈફ સેવિંગ ડ્રગની કેટલીક કેટેગરી પર 5% અથવા 0%નું કંસેશનલ રેટ લાગૂ પડે છે. જ્યારે સ્પાઈનલ મસ્કુલર એટ્રોફી કે ડચેન મસ્કુલર ડિસ્ટ્રોફીનાં ટ્રીટમેન્ટમાં ઉપયોગમાં આવનારી દવાઓ પર પહેલાથી જ છૂટ મળી રહી છે. સરકારથી અન્ય બીમારીઓનાં ઈલાજમાં ઉપયોગમાં આવનારી દવાઓ પર રાહતની માંગ કરવામાં આવી રહી હતી.

દવાઓ કે સ્પેશિયલ ફૂડ ઘણાં મોંઘા
આ બીમારીઓનાં ઈલાજમાં ઉપયોગમાં આવતી દવાઓ કે સ્પેશિયલ ફૂડ ઘણાં મોંઘા હોય છે. તેને ઈંપોર્ટ પણ કરવા પડે છે. મંત્રાલયે કહ્યું કે અનુમાન છે કે 10 કિલોગ્રામ વજનવાળા બાળક માટે કેટલિક ક્રિટિકલ બીમારીઓનાં ઈલાજનો વાર્ષિક કોસ્ટ આશરે 10 લાખ રૂપિયાથી લઈને 1 કરોડ રૂપિયા પ્રતિ વર્ષથી વધારે થાય છે. તેમાં ટ્રીટમેન્ટ જીવનભર ચાલે છે.

છૂટ લેવા માટે પ્રમાણપત્ર લેવું આવશ્યક
આ છૂટનો ફાયદો ઈન્ડિવિઝ્યુઅલ ઈંપોર્ટરને સેન્ટ્રલ કે સ્ટેટ ડાયેરેક્ટર હેલ્થ સર્વિસ કે ડિસ્ટ્રિક્ટ મેડિકલ ઓફિસર/સિવિલ સર્જનનું એક પ્રમાણપત્ર પ્રસ્તુત કરવું પડશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ