બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / Center orders doctors to prescribe generic medicines to the patients

જાણવું જરૂરી / મોદી સરકારે ડોકટરોને આપી કડક ચેતવણી, કહ્યું આ ન કર્યું તો પરિણામ ભોગવવા રહો તૈયાર, દર્દીઓને થશે ફાયદો

Vaidehi

Last Updated: 05:21 PM, 15 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્ર સરકારે ડોક્ટર્સને આદેશ આપ્યાં છે તે દર્દીઓને જેનરિક દવાઓ જ લખી આપે. જેનેરિક દવાઓ ન લખી આપનારાં ડોક્ટર્સની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

  • કેન્દ્ર સરકારે ડોક્ટર્શને આપ્યાં આદેશો
  • પ્રિસ્ક્રિપ્શનમાં જેનેરિક દવાઓ લખવું આવશ્યક
  • આદેશનું પાલન ન કરનારાઓની સામે લેવાશે એક્શન

દેશમાં જેનરિક દવાઓનાં ઉપયોગને લઈને કેન્દ્ર સરકાર કડકાઈ દાખવી રહી છે. સરકારે સોમવારે આદેશ આપ્યો છે કે તમામ ડોક્ટર્સે જેનરિક દવાઓ લખવાની રહેશે. કેન્દ્ર સરકારે કહ્યું કે જો ડોક્ટર પોતાનાં પ્રિસ્ક્રિપ્શનમાં જેનરિક દવાઓ નહીં લખે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

'ડોક્ટરોની તરફથી બ્રાંડેડ દવાઓ લખાય છે'
સ્વાસ્થ્ય સેવા ડાયરેક્ટર જનરલે આદેશ આપતાં ચેતવણી આપી હતી કે જે કોઈપણ ડોક્ટર પોતાનાં પ્રિસ્ક્રિપ્શનમાં જેનેરિક દવાઓને શામેલ નહીં કરે તેમની સામે એક્શન લેવામાં આવી શકે છે. આદેશમાં કહેવાયું છે કે કેટલાક ડોક્ટરોની તરફથી બ્રાંડેડ દવાઓ લખવામાં આવી રહી છે જે યોગ્ય નથી.

'આ આદેશનું સંપૂર્ણપણે પાલન થવું જોઈએ'
મીડિયાનાં રિપોર્ટ અનુસાર આ આદેશ અંતર્ગત મેડિકલ રિપ્રેસન્ટેટિવે ડોક્ટરોને મળવાનું રહેશે. ડો. અતુલ ગોયલે પોતાના નોટિસમાં ડોક્ટરોને આ વાતની જાણકારી આપી છે કે કોઈપણ પ્રકારે પોતાનાં પ્રિસ્ક્રિપ્શનમાં જેનરિક દવાઓ જ લખવી. તેમણે આદેશ આપ્યો છે કે ઘણાં મામલાઓમાં કમિટીએ જાણ્યું છે કે અનેક ડોક્ટર્સ પોતાની પર્ચીમાં જેનરિક દવાઓનાં નામ નથી લખી રહ્યાં. તેવામાં એ જરૂરી છે કે આ આદેશનું સંપૂર્ણપણે પાલન થવું જોઈએ અને પ્રિસ્ક્રિપ્શન પર માત્ર જેનરિક દવાઓ જ લખવામાં આવે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ