બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / Case of suspension of Congress MLA in the House

સત્ર / કોંગ્રેસના તમામ ધારાસભ્યો સસ્પેન્ડ, મને પણ સસ્પેન્ડ કરો...: જાણો કેમ કિરીટ પટેલે લખ્યો આવો પત્ર

Dinesh

Last Updated: 07:40 PM, 1 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોંગ્રેસના હાજર 16 ધારાસભ્યોને ગૃહમાંથી સસ્પેન્ડ કરવા મુદ્દે ડો.કિરીટ પટેલે પોતાને પણ એક દિવસ સસ્પેન્ડ કરવા વિધાનસભા અધ્યક્ષને પત્ર લખી કરી માંગ, 16 ધારાસભ્યોએ નકલી PSI મુદ્દે હોબાળો કરતા કરાયા હતા સસ્પેન્ડ

  • કોંગ્રેસ ધારાસભ્યોને ગૃહમાં સસ્પેન્ડ કરવાનો મામલો
  • ધારાસભ્ય ડો. કિરીટ પટેલે પોતાને એક દિવસ સસ્પેન્ડ કરવા લખ્યો પત્ર
  • વિધાનસભા અધ્યક્ષને પત્ર લખી સસ્પેન્ડ કરવા કરી માંગ


ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે. ત્યારે આજે ગૃહમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્યો દ્વારા નકલી પીએસઆઇ મયુર તડવીનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. કરાઈમાં બોગસ PSIની ટ્રેનિંગનો મુદ્દો સત્રમાં ગુંજ્યો હતો. પ્રશ્નોત્તરી કાળ પૂર્ણ થતા અમિત ચાવડાએ પોઈન્ટ ઓફ ઓર્ડર ઉઠાવ્યો હતો અને નિયમ 116 અંતર્ગત નોટિસ આપી ચર્ચાની માંગ કરી હતી. જોકે, વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ તાત્કાલિક ચર્ચાનો ઈન્કાર કર્યો હતો. શંકર ચૌધરીએ કહ્યું હતું કે, મંત્રીને જવાબ આપવા સમય આપવો પડે. જે સમગ્ર મામલે કોંગ્રેસ ધારાસભ્યોને ગૃહમાં સસ્પેન્ડ કરવાનો કરાયા હતાં. કોંગ્રેસના હાજર 16 ધારાસભ્યોને સસ્પેન્ડ કરાયા હતા. જેન લઈ કોંગ્રસના ધારાસભ્ય કીરીટ પટેલે અધ્યક્ષને પત્ર લખ્યો હતો.

ધારાસભ્ય કિરીટ પટેલનો અધ્યક્ષને પત્ર
ગૃહમાંથી કોંગ્રેસના હાજર 16 ધારાસભ્યોને સસ્પેન્ડ કરાયા હતા. જે મુદ્દે કોંગ્રેસના ધારાસભ્ય ડો.કીરીટ પટેલ ગેરહાજર હતા ત્યારે ડો.કીરીટ પટેલે પોતાને એક દિવસ સસ્પેન્ડ કરવા અધ્યક્ષને પત્ર લખ્યો છે. વિધાનસભા અધ્યક્ષને પત્ર લખી સસ્પેન્ડ કરવાની માંગ કરી છે. કોંગ્રેસના ધારાસભ્યો નકલી PSI મુદ્દે હોબાળો કરતા સસ્પેન્ડ કરાયા છે.

ધારાસભ્યએ પત્રમાં શું લખ્યું?
તેમણે પત્રમાં લખ્યું છે કે, વિધાનસભા ગૃહમાં બોગસ પીએસઆઈ ભરતી કૌભાંડ બાબતે અમારા નેતા અમીત ચાવાડા દ્વારા ચર્ચા કરવામાં આવતા ગૃહનું વાતાવરણ તંગ બનેલ જેથી અમારા કોંગ્રેસ પક્ષના 16 ધારાસભ્યોને ગૃહમાંથી એક દિવસ સસ્પન્ડ કરેલ તેમજ અમારી માંગણીની ચર્ચા વિધાનસભા ગૃહમાં સરકારે થવા દિધેલ નથી. તેમણે લખ્યું કે, તે સમયે હું ગૃહમાં હાજર ન હતો અમો કોંગ્રેસ પક્ષ સંગઠનમાં અને સહકારની ભાવનામાં માનતા હોઈ મને પણ આજનો દિવસ માટે ગૃહમાંથી સસ્પેન્ડ કરવા યોગ્ય કાર્યવાહી કરવા મારી સ્વેચ્છાએ વિનંતી છે 

જુઓ લેટર...
 

લેટર

ધારાસભ્યોએ ગૃહમાં બેનર સાથે સૂત્રોચાર કર્યા હતા
ચર્ચાના ઈન્કાર બાદ કોંગ્રેસના સભ્યોએ ગૃહમાં હોબાળો મચાવ્યો હતો અને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા. કોંગ્રેસ અને આપના ધારાસભ્યોએ ગૃહમાં બેનર સાથે સૂત્રોચાર કર્યા હતા. મુખ્યમંત્રી જવાબ આપે તેવી વિરોધ પક્ષે માંગ કરી હતી. સાથે જ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના રાજીનામાની પણ વિરોધ પક્ષે માંગ કરી હતી. 

ધારાસભ્ય કિરીટ પટેલ

યુવાનો માટે જે કરવું હોય તે કરવા તૈયાર છીએઃ CM
ગૃહમાં હોબાળા બાદ બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જવાબ આપ્યો હતો કે, હોબાળા માટે આ ગૃહ નથી, યુવાનો માટે જે કરવું હોય તે કરવા તૈયાર છીએ. ગૃહ રાજ્યમંત્રી કે સરકાર જે કરવાનું હોય તે કરી રહી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ કહ્યું હતું કે,  આ ઘટના ગંભીર છે,  મોટુ રેકેટ હતું જેની ઘણાં દિવસોથી તપાસ ચાલતી હતી. તપાસની ખાનગી માહિતી કેવી રીતે લીક થઈ તેની પણ તપાસ ચાલી રહી છે. હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, આ મામલે સો ટકા સચોટ જવાબ આપવામાં આવશે. હું તમામ પ્રશ્નનો જવાબ આપવા બંધાયેલો છું. કોઈના પણ પ્રશ્નોના જવાબ આપવા તૈયાર છું. આજે કહે તો પણ જવાબ આપવા તૈયાર છું.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ