આવતીકાલે અમદાવાદનાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપની સેમિફાઈનલ મેચ રમાનાર છે. જેને લઈ ક્રિકેટ રસીકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તો ટીમ ઈન્ડિયા મહામુકાબલા માટે તૈયાર છે. ત્યારે કાલે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રચાશે ઈતિહાસ!
કશ્મીરથી કન્યાકુમારી સુધીના ક્રિકેટ ફેન્સ આવતીકાલ એટલે 19 નવેમ્બરની રાહ જોઈ રહ્યા છે. આવતીકાલે બપોરે 2 વાગ્યે વર્લ્ડકપનો સૌથી મોટો અને ફાઈનલ મેચ છે. આ વખતે ફાઈનલમાં ભારતનોએ ટીમ સાથે મુકાબલો છે. જેણે અત્યાર સુધીમાં સૌથી વધુ વર્લ્ડકપ જીત્યા છે. વર્લ્ડકપમાં અત્યાર સુધી એક પણ મેચ ન હારેલી ભારતીય ટીમનો મુકાબલો ઓસ્ટ્રેલિયા સાથે થશે. એટલે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આવતીકાલે ટક્કર થશે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ ઓસ્ટ્રેલિયાની સામે ભારતીય ટીમનો પલડું વધુ ભારે લાગે છે. જોકે મેચ કોણ જીતશે તે તો આવતીકાલની ફાઈનલ મેચના પરિણામ બાદ જ જાણી શકાશે. ત્યારે સવાલ એ છે કે, શું રોહિત શર્માની ટીમ કાંગારુ ટીમ પાસેથી 2 દશક પહેલાનો લઈ શકશે બદલો?
મેચને લઇને બંદોબસ્ત કેવો છે?
વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક VVIP લોકો આવવાનાં હોઈ સ્ટેડિયમની અંદર તથા બહાર ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જેમાં 19 DCP, 41 ACP, 112 PI, 318 PSI, 5657 પોલીસકર્મી, એસઆરપીની 3 કંપની, 500 હોમગાર્ડ જવાનો તૈનાત રહેશે. તેમજ તે સિવાય 3 NSG ટીમ, 5 QR ટીમ, 2 ચેતક કમાન્ડની ટીમ, 1 એન્ટી ડ્રોન ટીમ, કોમ્યુનલ સેન્સેટીવ પોઈન્ટ પર 51 SI, 1218 પોલીસ કર્મચારીઓ, એસઆરપીની 10 કંપની તેમજ 4 હજાર હોમગાર્ડ જવાનો ખડેપગે રહેશે.
વર્લ્ડકપ ક્યારે કોણ જીત્યુ?
1999
ઓસ્ટ્રેલિયા
2003
ઓસ્ટ્રેલિયા
2007
ઓસ્ટ્રેલિયા
2011
ભારત
2015
ઓસ્ટ્રેલિયા
2019
ઈંગ્લેન્ડ
ભારત VS ઓસ્ટ્રેલિયા
ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે અત્યાર સુધી કુલ 150 વનડે મેચ રમાઈ છે. જેમાંથી ભારત 57 મેચ જીત્યું છે. જ્યારે ઓસ્ટ્રેલિયા 83 મેચ જીત્યું છે. જ્યારે એક પણ મેચમાં ટાઈ પડી નથી. જ્યારે 10 મેચનું કોઈ પરિણામ નહી.
ઓસ્ટ્રેલિયન ટીમની ફાઇનલની સફર
વર્ષ
દેશ
પરિણામ
સ્થળ
1975
વેસ્ટ ઈન્ડિઝ
હાર
લોર્ડ્સ
1987
ઇંગ્લેન્ડ
જીત
ઇડન ગાર્ડન્સ
1996
શ્રીલંકા
હાર
લાહોર
1999
પાકિસ્તાન
જીત
લોર્ડ્સ
2003
ભારત
જીત
જોહાનિસબર્ગ
2007
શ્રીલંકા
જીત
બ્રિજટાઉન
2015
ન્યુઝીલેન્ડ
જીત
મેલબોર્ન
ભારતીય ટીમની ફાઈનલની સફર
વર્ષ
દેશ
પરિણામ
સ્થળ
1983
વેસ્ટ ઇન્ડિઝ
જીત
લોર્ડ્સ
2003
ઓસ્ટ્રેલિયા
હાર
જોહાનિસબર્ગ
2011
શ્રીલંકા
જીત
વાનખેડે
વર્લ્ડકપમાં ભારત-ઓસ્ટ્રેલિયા
વર્લ્ડ કપમાં ભારત-ઓસ્ટ્રેલિયા કુલ 13 મેચ રમ્યા છે. જેમાંથી ભારત 5 મેચ જીત્યું છે. જ્યારે ઓસ્ટ્રેલિયા 8 મેચ જીત્યું છે.
ભારત કેમ ચેમ્પિયન બનવામાં દાવેદાર?
વર્લ્ડકપ 2023માં ભારતનું પલડું ભારે છે. ભારતીય ખેલાડીઓ શાનદાર ફોર્મમાં છે. ભારતીય ટીમ સતત 10 મેચ જીતી ફાઇનલમાં પહોંચી છે. કોહલી આ વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવનારો બેટર છે. મોહમ્મદ શમી લીડિંગ વિકેટ-ટેકર બોલર છે. શ્રેયસ અય્યરે પણ સતત બે સદી ફટકારી છે. કે.એલ. રાહુલે ખરા સમયે શાનદાર ઇનિંગ રમી હતી. બુમરાહ, સિરાજ, જાડેજા, કુલદીપ પણ મહત્વનો રોલ નિભાવી રહ્યા છે. રોહિતે કેપ્ટનશિપની સાથે સાથે બેટિંગમાં કમાલ દેખાડ્યો હતો.