બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / Can government employees not drive 15 years old vehicles from now on?

સ્ક્રેપ પોલિસી / શું હવેથી સરકારી કર્મચારીઓ નહીં ચલાવી શકે 15 વર્ષ જૂના વ્હીકલ્સ, જુઓ નાણામંત્રાલયે શું આપ્યો મોટો આદેશ

Priyakant

Last Updated: 11:37 AM, 13 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નાણા મંત્રાલય હેઠળના ખર્ચ વિભાગે કહ્યું, દેશમાં પ્રદૂષણ ઘટાડવા અને મુસાફરોની સુરક્ષા અને ઇંધણ કાર્યક્ષમતામાં સુધારો કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો

  • કેન્દ્રની મોદી સરકારે 15 વર્ષથી વધુ જૂના વાહનો માટે મોટો નિર્ણય 
  • સરકારી કર્મચારીઓ 15 વર્ષથી જૂના વાહનોનો ઉપયોગ કરી શકશે નહિ
  • નાણા મંત્રાલય હેઠળના ખર્ચ વિભાગે આ નિર્ણય લીધો 

કેન્દ્રની મોદી સરકારે 15 વર્ષથી વધુ જૂના વાહનો માટે મોટો નિર્ણય લીધો છે. હવે સરકારી કર્મચારીઓ 15 વર્ષથી જૂના વાહનોનો ઉપયોગ કરી શકશે નહીં. નાણા મંત્રાલય હેઠળના ખર્ચ વિભાગે નિર્ણય લીધો છે કે, દેશમાં પ્રદૂષણ ઘટાડવા અને મુસાફરોની સુરક્ષા અને ઇંધણ કાર્યક્ષમતામાં સુધારો કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. નાણા મંત્રાલયે તમામ વિભાગોને આદેશ આપ્યો છે કે, જે વાહનો 15 વર્ષથી વધુ જૂના છે અને હવે 'સર્વિસિંગ' માટે યોગ્ય નથી, આવા તમામ વાહનોને ભંગારમાં ફેરવી દેવા જોઈએ.

નાણા મંત્રાલયના ખર્ચ વિભાગે એક નોટિફિકેશન બહાર પાડીને કહ્યું છે કે, દેશમાં પ્રદૂષણ ઘટાડવા અને મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અમે નીતિ આયોગ અને માર્ગ પરિવહન મંત્રાલયની સલાહ પર આ નિર્ણય લઈ રહ્યા છીએ. માર્ગ પરિવહન મંત્રાલયે કહ્યું હતું કે, સરકારે 15 વર્ષથી જૂના વાહનોને ભંગારમાં ફેરવવા પર વિચાર કરવો જોઈએ. 

રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય (પરિવહન વિભાગ)એ જૂના વાહનોના રજીસ્ટ્રેશનના નવીકરણના મામલે એક ડ્રાફ્ટ તૈયાર કર્યો હતો. આ ડ્રાફ્ટમાં જણાવવામાં આવ્યું હતું કે, 1 એપ્રિલ, 2022 પછી 15 વર્ષ જૂના કોઈપણ વાહનોને રિન્યૂ ન કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આમાં તમામ પ્રકારના સરકારી વાહનો જેવા કે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, કેન્દ્ર શાસિત પ્રદેશો, PSU અને મ્યુનિસિપલ બોર્ડ વગેરેના વાહનોનો સમાવેશ થાય છે. આ બાબતે માહિતી આપતાં રોડ ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટે સોશિયલ મીડિયા હેન્ડલ્સ દ્વારા આ આદેશની માહિતી પહેલાથી જ આપી દીધી હતી.

તમને જણાવી દઈએ કે, દેશમાં પ્રદૂષણના સ્તરને ઘટાડવા અને લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સરકારે નાણાકીય વર્ષ 2021-22ના બજેટમાં 'સ્વૈચ્છિક વાહન સ્ક્રેપિંગ પોલિસી' લાવવાની જાહેરાત કરી હતી. તેના દ્વારા સરકારે એવી યોજના બનાવી હતી કે, હવે કોઈપણ સરકારી વિભાગ 15 વર્ષથી જૂના વાહનનો ઉપયોગ નહીં કરે. બીજી તરફ સામાન્ય લોકો તેમના 20 વર્ષથી વધુ જૂના વ્યક્તિગત અને વ્યવસાયિક વાહનોનો ઉપયોગ કરી શકશે નહીં. આ સાથે વાહનના ઉપયોગના 15 વર્ષ પછી ઓટોમેટિક ફિટનેસ ટેસ્ટ કરાવવો જરૂરી રહેશે. તેના પરથી જાણી શકાશે કે વાહનની સ્થિતિ કેવી છે. આ સાથે જો આ ટેસ્ટમાં વાહન ફેલ થાય તો વાહન માલિકને ભારે દંડ ફટકારવાની પણ જોગવાઈ છે. આ સાથે વાહન જપ્ત કરવાનો નિર્ણય પણ લઈ શકાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ