બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / bus conductor issued a ticket for a rooster while traveling in the bus watch video

ભારે કરી! / બસમાં મુસાફરી કરી રહેલી મરઘીને કંડક્ટરે આપી દીધી ટિકિટ, પછી થઈ જોવા જેવી

Arohi

Last Updated: 08:34 PM, 10 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ક્યાંક જવું હોય તો તમે બસથી સફર કરો ત્યારે ટિકિટ જરૂર લો છો પરંતુ એક બસમાં કંઈક એવી અજીબ ઘટના બની કે જાણીને ચોંકી ઉઠશો.

  • કંડક્ટરે મરઘીને આપી બસની ટિકિટ
  • ટિકિટ આપતા થઈ બબાલ 
  • અધિકારીઓને જાણ થતા લીધી એક્શન 

હાલ તમે બસમાં સફર કરો તો તેનું ભાડુ જરૂર આપો છો. પરંતુ શું તમે ક્યારેય એવું સાંભળ્યું છે કે જાનવક કે પક્ષી પાસેથી ક્યારેય ટિકિટના પૈસા વસુલવામાં આવ્યા હોય? જો નહીં તો આજે અમે તમને એવી એક ઘટના વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જ્યારે એક બસ કંડક્ટરે બસમાં સફર કરતી એક મરઘીની ટિકિટ કાપી. સોશિયલ મીડિયા પર આ ખબર ઝડપથી વાયરલ થઈ રહી છે. 

તેલંગાણા રાજ્ય માર્ગ પરિવહન નિગમના એક બસમાં યાત્રા કરતા એક મરઘા પાસેથી 30 રૂપિયાની ટિકિટ વસુલવામાં આવી છે. તેલંગાણાના કરીમનગર જિલ્લામાં મંગળવારે અજીબોગરીબ ઘટના ઘટી જ્યારે ટીએસઆરટીસી બસ કંડક્ટરે મરઘી લઈ જતા યાત્રીને જોઈને ટિકિટ આપી હતી. 

બસ કંડક્ટરે મરઘાને આપી ટિકિટ 
બસ કંડક્ટરે જે તિરૂપતિએ પેદ્દાપલ્લીથી કરીમનગરની યાત્રાના અડધા રસ્તામાં સુલ્તાનાબાદમાં ટિકિટ આપી, જ્યારે તેણે જોયુ કે એક યાત્રી એક કપડામાં લપેટીને મરઘાને છિપાવી રહ્યો હતો. તેણે યાત્રા મોહમ્મદ અલીને 30 રૂપિયા ચુકવવા માટે કહ્યું તેણે કહ્યું કે આરટીસી બસોમાં દરેક જીવિત વસ્તુઓનું ભાડુ લેવામાં આવે છે. મોહમ્મદ અલીએ શરૂમાં વિરોધ કર્યો પરંતુ તે બાદમાં માની ગયો કારણ કે કંડક્ટરે જોર આપીને કહ્યું કે તેણે મરઘી લઈ જવા માટે ભાડુ આપવું પડશે. 

 

અધિકારીઓને જાણ થતા ચોંકી ઉઠ્યા 
કંડક્ટર અને યાત્રીની વચ્ચે બહેસનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ટીએસઆરટીસીના અધિકારીઓએ આ વીડિયો વાયરલ થયા બાદ ઘટના પર ધ્યાન આપ્યું છે. ટીએસઆરટીસી ગોદાવરીખાની ડિપોના મેનેજર વી વેન્કટેશમે કહ્યું કે કંડક્ટરે યાત્રીને મરઘીની સાથે નીચે ઉતરવા માટે કહેવું જોઈતું હતું. કારણ કે ટીએસઆરટીસી નિયમો અનુસાર જાનવરોને બસોમાં લઈ જવાની પરવાનગી નથી. વેન્કટેશમને કહ્યું કે કન્ડક્ટરે મરઘી પર ધ્યાન નહીં આપ્યું હોય કારણ કે યાત્રી તેને કપડામાં લપેટીને લઈ જતો હતો. અધિકારીએ કહ્યું કે કંડક્ટરથી બેદરકારી થઈ અને નિયમોના ઉલ્લંઘન માટે યાત્રી પાસેથી મરઘીનું ભાડુ આપવા માટે સ્પષ્ટીકરણ માંગવામાં આવશે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ