બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Burojbhushan demanded sex from the female pioneer, revealed in the charge sheet

ખુલાસો / 'સેક્સ માણવા દેવું પડશે, તો કામ કરું આપું', બ્રૂજભૂષણે મહિલા પહેલવાનને કહ્યું હતું, ચાર્જશીટમાં ઘટસ્ફોટ

Kishor

Last Updated: 11:33 PM, 16 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય કુસ્તી સંઘના પૂર્વ અધ્યક્ષ બ્રૂજભૂષણે સિંહ સામે કેસ ચાલી રહ્યો છે. જેમાં રાઉત એવન્યુ ડિસ્ટ્રીક કોર્ટમાં 1600 પાનાની ચાર્જશીટ રજૂ કરાઈ છે. જેમાં બ્રજભૂષણ સિંહએ સેક્સની માંગણી કરી હોવાના ખુલાસા થયા છે.

  • ભારતીય કુસ્તી સંઘના પૂર્વ અધ્યક્ષ બ્રૂજભૂષણ સિંહ પરના આરોપનો મામલો
  • 1600 પાનાની ચાર્જશીટ રાઉત એવન્યુ ડિસ્ટ્રીક કોર્ટમાં રજૂ
  • બ્રૂજભૂષણ સિંહએ સેક્સની માંગણી કરી હોવાનો ખુલાસા

બીજેપી સાંસદ અને ભારતીય કુસ્તી સંઘના પૂર્વ અધ્યક્ષ બ્રૂજભૂષણ સિંહ પર મહિલા પહેલવાનોના યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો. અભદ્ર વર્તન, ખેલાડીઓ સાથે ગાળાગાળી, ધાક-ધમકી સહિતના સહિત અનેક આરોપ સામેલ છે. જે મામલે કેસ ચાલી રહ્યો છે આ દરમિયાન ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે. જેમાં ચોકાવનારા ખુલાસા થયા છે. સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર મહિલા રેસલર પાસેથી મેડિકલ ખર્ચ ઉઠાવવાના બદલામાં ઉપરાંત ઇજાની સારવાર માટે અને પ્રોટીન લેવાના બદલામાં બ્રૂજભૂષણ સિંહએ સેક્સની માંગણી કરી હોવાનો ખુલાસા થયા છે. આ અંગે 1600 પાનાની ચાર્જશીટ રાઉત એવન્યુ ડિસ્ટ્રીક કોર્ટમાં રજૂ કરાય છે. ફરિયાદીએ ગવાહી મારફતે પોતાની પર થયેલ આપવીતી ઉપર પ્રકાશ પાડ્યો હતો.

હાલ રાજીનામું આપી દઉં જો આમ થતું હોય તો'.... ધરણા કરી રહેલા પહેલવાનો સામે  બૃજભૂષણે મૂકી શરત | Brijabhusha placed a bet against the dharna leaders

જાતીય કૃત્યની શરત મૂકી

એક મહિલા કુસ્તીબાજે ફરિયાદમાં એવી રાવ ઉઠાવી હતી કે બ્રૂજભૂષણ સિંહે પહેલવાનને થયેલી કુસ્તી સંબંધિત ઈજાની સારવાર માટે ખર્ચ આપવા સહમત થયા હતા. પરંતુ તેના બદલામાં જાતીય કૃત્યની શરત મૂકી હતી. બાદમાં મહિલાએ તે શરતનો અસ્વીકાર કર્યો હતો. વધુ એક પહેલવાને પ્રોટીન સપ્લીમેન્ટના બદલામાં બ્રૂજભૂષણ સિંહે સેક્સનો પ્રસ્તાવ મૂક્યો હોવાનો ધગધગતો આરોપ લાગી રહ્યો છે.

સાથીઓ કોઈને કોઈ કારણસર જાતીય શોષણ કરતા

ફરિયાદી એ જુબાની દરમિયાન એવો પણ દાવો કર્યો હતો કે આંતરરાષ્ટ્રીય પ્રવાસ દરમિયાન બ્રૂજભૂષણ સિંહ અને તેમના નજીકના ગણાતા સાથીઓ કોઈને કોઈ કારણસર જાતીય શોષણ કરતા હતા. વધુમાં બ્રૂજભૂષણ સિંહ કારણદર્શક મોકલતો હતો. ધાકધમકી આપી અને તેનું પાલન કરવા દબાણ કરતો હતો. 6 મે 2023ના રોજ એમ મહિલા કુસ્તીબાજને ઘરે અને ઓફિસમાં પણ પ્રસનલ મળવા બોલાવી હોવાના આરોપો લાગી રહ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ