બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / budh gochar 2023 on 28th december these 3 zodiac sign people bank balance will increase

Budh Gochar / બસ 24 કલાક પછી વૃશ્ચિકમાં પ્રવેશ કરશે બુધ: આ 3 રાશિના જાતકો માટે અચાનક જ ધનલાભના બની રહ્યા છે યોગ

Manisha Jogi

Last Updated: 02:36 PM, 27 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કુંડળીમાં બુધ ગ્રહ નબળો હોય તો અનેક પ્રકારની પરેશાનીનો સામનો કરવો પડે છે. વ્યક્તિએ નિર્ણય લેવામાં અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. બુધ ગ્રહ હાલમાં ધન રાશિમાં બિરાજમાન છે અને ટૂંક સમયમાં વૃશ્વિક રાશિમાં વક્રી ચાલ ચાલશે.

  • વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં તમામ ગ્રહનું મહત્ત્વ
  • બુધ વૃશ્વિક રાશિમાં વક્રી ચાલ ચાલશે
  • આ 3 રાશિના જાતકોને લાભ થશે

વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં તમામ ગ્રહનું અલગ અલગ મહત્ત્વ છે. બુધ ગ્રહને બુદ્ધિ અને વાણીનો કારક ગ્રહ માનવામાં આવે છે. માન્યતા છે કે, કુંડળીમાં બુધ ગ્રહની સ્થિતિ મજબૂત હોય, તો તે વ્યક્તિ બુદ્ધિમાન અને મધુરભાષી હોય છે. કુંડળીમાં બુધ ગ્રહ નબળો હોય તો અનેક પ્રકારની પરેશાનીનો સામનો કરવો પડે છે. વ્યક્તિએ નિર્ણય લેવામાં અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. બુધ ગ્રહ હાલમાં ધન રાશિમાં બિરાજમાન છે અને બુધ 28 ડિસેમ્બરે વૃશ્વિક રાશિમાં વક્રી ચાલ ચાલશે. આ દરમિયાન 3 રાશિના જાતકોને લાભ થશે. 

બુધ ગોચરથી આ રાશિના જાતકોને લાભ થશે
મકર-
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મકર રાશિના જાતકો સાડે સાતીથી પરેશાન છે. બુધ ગોચર કરશે ત્યાર પછી શનિની વિશેષ કૃપાથી મકર રાશિના જાતકોને લાભ થશે. બિઝનેસ સાથે જોડાયેલા લોકોને વિશેષ લાભ થશે. 10 દિવસમાં બિઝનેસમાં તેજી જોવા મળશે અને નાણાંકીય લાભ થવાનો યોગ બની રહ્યો છે. 

કુંભ- બુધ રાશિ પરિવર્તનથી કુંભ રાશિના જાતકોને વિશેષ લાભ થશે. આ રાશિના જાતકોને વિશેષ ફળપ્રાપ્તિ થશે. કરિઅર અને બિઝનેસમાં લાભ થશે. નોકરી શોધી રહ્યા છો, તો આ દરમિયાન નોકરી મળી શકે છે અને કારોબારમાં વૃદ્ધિ થઈ શકે છે. 

મીન- જ્યોતિષ શાસ્ત્ર અનુસાર બુધ રાશિ પરિર્તનથી મીન રાશિના જાતકોનો ભાગ્યોદય થશે. જે પણ કાર્ય અટકેલા છે, તે કાર્ય પૂર્ણ થશે. કરિઅર અને બિઝનેસમાં ધાર્યું પરિણામ મળી શકે છે. નોકરી બદલવાનું વિચારી રહ્યા છો, તો બુધ ગોચરનો સમય એકદમ યોગ્ય છે. આ દરમિયાન પ્રમોશનનો યોગ પણ બની રહ્યો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ