બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / BSP Mayavati declared that her party will neither join INDIA or NDA for 2024 elections

રાજનીતિ / નહીં INDIA, ન તો NDA... BSP એકલા હાથે જ લડશે 2024ની ચૂંટણી, માયાવતીએ કરી મોટી જાહેરાત

Vaidehi

Last Updated: 01:29 PM, 30 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

માયાવતીએ સ્પષ્ટ કરી દીધું છે કે તેમની પાર્ટી આવનારી લોકસભા અને વિધાનસભા ચૂંટણી એકલા હાથે લડશે. BSP સુપ્રીમોએ INDIA અને NDAનાં ગઠબંધનમાં શામેલ થવાની વાતને નકારી દીધી છે.

  • માયાવતીએ કર્યું મોટું એલાન
  • BSP એ INDIA કે NDAનાં ગઠબંધનમાં જોડાશે નહીં
  • એકલા હાથે લડશે 2024ની તમામ ચૂંટણીઓ

વિપક્ષી દળોનાં INDIA ગઠબંધનમાં BSPના શામેલ થવાની અટકળો અંગે માયાવતીએ સ્પષ્ટતા કરી દીધી છે. BSP સુપ્રીમોએ કહ્યું કે તેમની પાર્ટી આવનારી લોકસભા અને વિધાનસભા ચૂંટણી એકલા હાથે જ લડશે.

ગઠબંધનમાં જોડાવાની વાત નકારી
તેમણે ટ્વીટર પર કહ્યું કે NDA અને INDIAનાં ગઠબંધનમાં મોટાભાગે ગરીબ વિરોધી, જાતિવાદ, સાંપ્રદાયિક મૂડીવાદી નીતિઓ સાથેની પાર્ટીઓ છે. તેમની નીતિઓનાં વિરોધમાં BSP સતત સંઘર્ષ કરી રહી છે. તેથી તેમના ગઠબંધનમાં જોડાઈને ચૂંટણી લડવાનો સવાલ જ પેદા નથી થતો.

તેમણે વિપક્ષની કેટલીક પાર્ટીઓ પર નિશાન સાધતાં કહ્યું કે પૂર્વ CMએ કહ્યું કે,'BSP, વિરોધીઓનાં જોડતોડ કે જુગાડથી વધારે સમાજનાં વિખેરાયેલ કરોડો ઉપેક્ષિતોને આપસી ભાઈચારાનાં આધાર પર જોડીને તેમના ગઠબંધનથી વર્ષ 2007નાં યૂપી વિધાનસભાની જેમ એકલા જ આવનારી લોકસભા અને ચાર રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી લડશે.

વિપક્ષનાં સેક્યુલરિઝમ પર પણ ઊઠાવ્યાં સવાલ
માયાવતીએ આ દરમિયાન વિપક્ષી દળો પર અનેક આરોપો લગાડ્યાં છે.  તેમણે કહ્યું કે આ લોકો ગઠબંધન બનાવવા માટે તૈયાર છે પરંતુ જો એવું ન કરવામાં આવે તો ભાજપ સાથે મિલીભગતનાં આરોપો લગાડે છે. BSP સુપ્રીમોએ વિપક્ષી દળોનાં સેક્યુલરિઝમ પર પણ નિશાન સાધતાં કહ્યું કે તેમની સાથે જોડાઈ ગયાં તો સેક્યુલર અને ન જોડાયાં તો ભાજપાઈ! આ યોગ્ય નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ