બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Bright opportunity for 10 pass, 12 pass and graduates, Recruitment for more than 2 thousand posts including sub Inspector

ભરતી / 10-12 પાસ માટે નીકળી સરકારી ભરતી, એક ક્લિકમાં જાણો કઈ પોસ્ટ, કેટલી જગ્યા અને અરજીની પ્રક્રિયા

Vishal Dave

Last Updated: 08:15 PM, 27 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સ્ટાફ સિલેક્શન કમિશન (SSC) એ કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોમાં ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે સિલેક્શન પોસ્ટ ફેઝ-12 ભરતીની સૂચના બહાર પાડી છે. કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોમાં 2049 પોસ્ટ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે.

સ્ટાફ સિલેક્શન કમિશન (SSC) એ કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોમાં ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે સિલેક્શન પોસ્ટ ફેઝ-12 ભરતીની સૂચના બહાર પાડી છે. કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોમાં 2049  પોસ્ટ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે.  ઓનલાઈન અરજીઓ ssc.nic.in પર 26 ફેબ્રુઆરી 2024 થી શરૂ થઈ ગઈ છે. ઉમેદવારો 18 માર્ચ 2024 સુધી નોંધણી કરાવી શકે છે. 19 માર્ચ સુધીમાં ઓનલાઈન ફી જમા કરાવવાની રહેશે. અરજદારો 22 માર્ચ અને 24 માર્ચ, 2024 ની વચ્ચે તેમના ઑનલાઇન અરજી ફોર્મમાં સુધારો કરી શકશે. ખાલી પડેલી જગ્યાઓમાં સબ ઈન્સ્પેક્ટર ફિંગ ફ્રન્ટની 20 જગ્યાઓ પણ છે.

શૈક્ષણિક લાયકાત 

કેટલીક જગ્યાઓ માટે 10મું પાસ લાયકાત માંગવામાં આવી છે. કેટલાક માટે, લાયકાત 12 પાસ તરીકે નક્કી કરવામાં આવી છે અને અન્ય માટે, ગ્રેજ્યુએશન અને તેથી વધુ. પાત્રતા સંબંધિત વિગતવાર માહિતી માટે આપ નિચેની લિંકનો ઉપયોગ કરી શકો છો 

https://ssc.gov.in/api/attachment/uploads/masterData/NoticeBoards/Phase-XII_Notification_2024_26022024.pdf

ઉંમર મર્યાદા 

વિવિધ પોસ્ટ્સ માટે જુદી જુદી વય મર્યાદા નક્કી કરવામાં આવી છે. 18 વર્ષથી 42 વર્ષની વચ્ચેના ઉમેદવારો અરજી કરી શકે છે. SC અને ST કેટેગરીના ઉમેદવારોને વયમાં પાંચ વર્ષની છૂટછાટ મળશે અને OBCને ત્રણ વર્ષની છૂટ મળશે.

આ પણ વાંચોઃ દિલ્હીમાં AAP પાર્ટીએ લોકસભાના 4 ઉમેદવારની કરી જાહેરાત, કોંગ્રેસના જૂના જોગી પર પણ દાવ

અરજી ફી – રૂ. 100

SSC એ ભરતી સંબંધિત કોઈપણ પ્રશ્ન પૂછવા માટે હેલ્પલાઈન નંબર 18003093063 પણ જારી કર્યો છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ