બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Politics / aap announce four candidates from delhi lok sabha seats

રાજનીતિ / દિલ્હીમાં AAP પાર્ટીએ લોકસભાના 4 ઉમેદવારની કરી જાહેરાત, કોંગ્રેસના જૂના જોગી પર પણ દાવ

Last Updated: 05:13 PM, 27 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

loksabha Election 2024: આમ આદમી પાર્ટીએ લોકસભાની ચૂંટણીને લઈ ચાર બેઠકો પર ઉમેદવારોના નામની જાહેરાત કરી છે, કુલદીપ કુમાર, સોમનાથ ભારતી, સહીરામ પહલવાન અને મહાબલ મિશ્રાને આપી ટિકિટ

આમ આદમી પાર્ટીએ લોકસભાની ચૂંટણીને લઈ દિલ્હીમાં ચાર ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. પાર્ટીએ ત્રણ ધારાસભ્યો અને એક પર્વ સાંસદને રાજકીય મેદાનમાં ઉતાર્યા છે. જેમાં કુલદીપ કુમાર, સોમનાથ ભારતી, સહીરામ પહલવાન અને મહાબલ મિશ્રાને લોકસભાની ટિકિટ આપી છે. મંગળવારે મળેવી પાર્ટી પોલિટિક્સ બેઠકમાં દિલ્હીની ચાર તેમજ હરિયાણાની એક બેઠક માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી છે.   

પીએસીની બેઠક બાદ આપ નેતા ગોપાલ રાય, સંદીપ પાઠક અને આતિશીએ પ્રેસ કોન્ફરેન્સ કરી ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી. ગોપાલ રાયએ કહ્યું કે, પાર્ટીએ પૂર્વી લોકસભા બેઠકથી કોંડલીના ધારાસભ્ય કુલદીપ કુમારને ઉમેદવાર બનાવ્યા છે. જે રિઝર્વ કાસ્ટમાંથી આવે છે. માલવીય નગર ધારાસભ્ય અને દિલ્હી જળ બોર્ડના ઉપાધ્યક્ષ સોમનાથ ભારતીને નવી દિલ્હી બેઠક પરથી ઉમેદવાર તરીકે જાહેર કરાયા છે.

અત્રે જણાવીએ કે, આમ આદમી પાર્ટીએ દિલ્હીમાં સૌથી પહેલા ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. ભાજપ અને કોંગ્રેસ દ્વારા હજુ સુધી કોઈ ઉમેદવારના નામની જાહેરાત કરાઈ નથી. સૂત્રો પાપ્ત માહિતી મુજબ ભાજપ કેટલાક પૂર્વ ઉમેદવારોને ફરી એકવાર મોકો આપી શકે છે.  જેમાં મનોજ તિવારી, રમેશ બિધૂડી તેમજ પરવેશ વર્માના નામની ચર્ચા ચાલી રહી છે.  સાથો સાથ એવી પણ ચર્ચા છે કે, ચાંદની ચૌકમાં વર્તમાન ડો. સાંસદ હર્ષવર્ધનના સ્થાને નવા ચહેરાની પસંદગી થઈ શકે છે.


 
 

સંકળાયેલા મુદ્દાઓ

Aam Aadmi Party news delhi lok sabha seats loksabha Election 2024 politics news લોકસભા ચૂંટણી 2024 loksabha election 2024
Dinesh Chaudhary

Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ