શહેરમાં ટ્રાફિક પોલીસના ઇમેમોના કારણે ધણા લોકોના જૂઠ્ઠાણાં પકડાયા છે અને એના કારણે કેટલાક લોકો ગુસ્સે ભરાયાના કિસ્સા આપણે જોયા છે. પરંતુ આ એક એવો કેસ છે જેમાં ઇમેમોના કારણે ગર્લફ્રેન્ડ હોવાની ઘરમાં જાણ થતાં યુવકે પોલીસનો આભાર માન્યો છે.
અમદાવાદ: ટ્રાફિક નિયમ તોડવો એક પ્રેમી યુગલના લગ્નનું કારણ બની ગયું. વાસ્તવામાં, આ પ્રેમી યુદલ બાઇક પર જઇ રહ્યું હતું અને એમને ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કર્યું. ટ્રાફિક પોલીસના નિયમોનું ઉલ્લંઘન કરવા પર શનિવારે વત્સ્લ પારેખ નામના યુવકના ઘરે ઇમેમો મોકલ્યો. છોકરાના ઘરના લોકોને જ્યારે મેમો મળ્યો તો એમાં એક ફોટો પણ હતો.
ફોટામાં છોકરાની સાથે બાઇક પર એક છોકરી પણ બેઠેલી નજરે પડી હતી. ઘરના લોકોએ જ્યારે છોકરી માટે પૂછ્યું તો છોકરાએ જણાવ્યું કે એ એની પ્રેમિકા છે. બંને એકબીજાને પ્રેમ કરે છે અને એકબીજા સાથે લગ્ન કરવા ઇચ્છે છે. એની પર છોકરાના માતા-પિતાએ છોકરીના પરિવારના લોકોને પોતાના ઘરે બોલાવ્યા.
બંનેના પરિવારના લોકોએ મળીને છોકરા-છોકરીના લગ્ન નક્કી કરી લીધા. ત્યારબાદ બંનેના લગ્ન થઇ ગયા. લગ્ન બાદ છોકરાએ અમદાવાદ ટ્રાફિક પોલીસનો આભાર માન્યો. છોકરાએ પોલીસને ટેગ કરતાં એક ટ્વિટ પણ કર્યું.
@vnehra@AhmedabadPolice@ipsvipul_@RJdevaki
I got a memo by mail today and the funniest thing happened , in the pic of the memo was me and my gf ( which my parents don't know about ) now they do. Thanks guys due to this memo now my parents know about my relationship 🤦♂️ pic.twitter.com/U59HtGMU32
ટ્વિટમાં છોકરાએ લખ્યિું, 'મને પોસ્ટ દ્વારા પોલીસનો ઇ મેમો મળ્યો. આ સાથે એક ખૂબ જ હાસ્યસ્પદ ઘટના પણ બની, આ મેમો સાથે આવેલા ફોટોમાં હું અને મારી ગર્લફ્રેન્ડ જોવા મળ્યા હતા. પહેલા મારા માતા-પિતા એના માટે જાણતા નહતા પરંતુ ઇમેમોના કારણે એમને બધી ખબર પડી ગઇ છે. '