બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Politics / સુરત / Both the leaders accused each other of asserting their dominance in the tribal area of Bharuch

રાજકીય ગરમાવો / 'ચૈતર વસાવા ખાલી દેડકાની જેમ ડ્રાઉ-ડ્રાઉ કરે છે', મનસુખ વસાવાએ કર્યો જીતનો દાવો, તો બોલ્યા 'આ વખતે એમને પણ ચિંતા છે'

Vishal Khamar

Last Updated: 05:03 PM, 24 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આદિવાસી વિસ્તારમાં પોતાનાં વર્ચસ્વને જાળવી રાખવા માટે આપનાં ધારાસભ્ય તેમજ ભાજપનાં સાંસદ દ્વારા અવાર નવાર એકબીજાની વિરૂદ્ધ નિવેદન આપતા હોય છે. 2024 ની લોકસભાની ચૂંટણીને લઈ બંને નેતાઓએ એકબીજા પર આક્ષેપબાજી શરૂ કરી દીધી છે.

  • ભરૂચ લોકસભા બેઠકને લઇ પક્ષના નેતાઓ વચ્ચે ગરમાગરમી
  • AAPના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભરૂચ બેઠક અંગે આપ્યું નિવેદન
  • ગઠબંધનમાં કોંગ્રેસ મુમતાઝ પટેલને ટિકિટ આપે તો ટેકો આપીશું: ચૈતર વસાવા
  • ભરૂચ બેઠક પર ચૂંટણી અંગે મનસુખ વસાવાએ કર્યો જીતનો દાવો
  • મનસુખ વસાવાએ AAP MLA ચૈતર વસાવાને કૂવાના દેડકા સમાન ગણાવ્યા

 ભરૂચ લોકસભા બેઠકને લઈ આપ અને ભાજપનાં નેતા વચ્ચે હવે ખરાખરીનો જંગ જામ્યો છે. ત્યારે આપનાં ધારાસભ્ય ચૈતર વસાવાએ ભરૂચ બેઠક અંગે પોતાનું નિવેદન આપતા જણાવ્યું કે. ગઠબંધનમાં કોંગ્રેસ મુમતાઝ પટેલને ટિકિટ આપે તો આપ ટેકો આપી તેઓને જીતાડવા પ્રયત્ન કરશે. ત્યારે કોંગ્રેસનાં લઘુમતિ ઉમેદવાર સામે ભાજપ હિંદુકાર્ડ ખેલી જીત મેળવે છે. જો ગઠબંધન ન થાય તો તમામ બેઠકો પર આપ ઉમેદવાર ઉતારશે. તો બીજી તરફ ભરૂચ બેઠક પર લોકસભાની ચૂંટણીમાં  મનસુખ વસાવાએ જીતનો દાવો કર્યો છે તેમજ મનસુખ વસાવાએ આપનાં ધારાસભ્ય ચૈતર વસાવાને કૂવાનાં દેડકા સમાન ગણાવ્યા છે. અને કહ્યું કે લોકો ભાજપને એમ જ મત નથી આપતા અમે પ્રજાના કામો કર્યા છે. 

આપનાં મજબૂત દાવેદાર તરીકે મેં દાવેદારી નોંધાવી છેઃ ચૈતર વસાવા
આ બાબતે આપનાં ધારાસભ્ય ચૈતર વસાવાએ નિવેદન આપ્યું હતુ કે,  26 વિપક્ષી દળોનું જે એલાયન્સ થયું છે. જેમાં હજુ સીટોની વહેંચણી થઈ નથી. ત્યારે સીટોની વહેંચણી થશે તે બાદ જ યોગ્ય જવાબ મળશે. ત્યારે હાલમાં આપનાં મજબૂત દાવેદાર તરીકે હું આ લોકસભા લડવાનો છું અને મેં આ લોકસભામાં દાવેદારી પણ કરી છે. આવનાર દિવસોમાં પાર્ટી દ્વારા જે કંઈ નક્કી કરવામાં આવશે તે માન્ય રહેશે. તેમજ એલાયન્સ નક્કી કરે કે આ બેઠક કોંગ્રેસનાં ફાળે જાય છે તો અમે ચોક્કસ કોંગ્રેસનાં ઉમેદવારને જીતાડવા પ્રયત્ન કરશું. ભૂતકાળમાં કોંગ્રેસમાંથી જેટલા નેતા આવ્યા છે તે લઘુમતી સમાજમાંથી આવ્યા છે.  કોંગ્રેસમાંથી જેટલા ઉમેદવાર આવ્યા છે તે લઘુમતી સમાજમાંથી આવ્યા છે. આજ દિન સુધી કોંગ્રેસે એસસી, એસટી સમાજનાં કોઈ વ્યક્તિને આ બેઠક પરથી ટીકિટ આપી નથી. ત્યારે લઘુમતી સમાજમાંથી કોઈ વ્યક્તિને ટીકિટ આપવામાં આવે તે ભાજપ અહીંયા હિન્દુત્વનું કાર્ડ ખેલીને  અહીંથી જીતે છે. 

અમે સતત પ્રજાની વચ્ચે જઈ પ્રજાનાં પ્રશ્નો સાંભળીએ છીએઃમનસુખ વસાવા
તો બીજી તરફ ભાજનાં સાંસદ મનસુખ વસાવાએ પણ પોતાનાં નિવેદનમાં જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીમાં છ ટર્મથી ટિકિટ મળી તે જ મહત્વનું છે. અને પાર્ટીએ ટિકિટ આપ્યા પછી જીતવું તે પણ તેનાંથી વિશેષ મહત્વનું છે. અમને ખબર હોવી જોઈએ કે પાર્ટી એમ જ છ ટર્મથી ટિકિટ નથી આપી દેતી અને મતદારો એમ જ વોટીંગ નથી કરતા. અમે સતત પ્રજાની વચ્ચે જઈ પ્રજાનાં પ્રશ્નો સાંભળીએ છીએ. તેમજ સરકારની યોજનાઓ સતત લોકો સુધી પહોંચાડવાનો અમારો પ્રયત્ન હોય છે.  
કોંગ્રેસમાં ટિકિટ માટે મુમતાઝ પટેલ દાવો કરી શકે છેઃ મનસુખ વસાવા
કોંગ્રેસનાં સ્વ. અહેમદ પટેલની પુત્રી મુમતાઝ પટેલ બાબતે મનસુખ વસાવાએ નિવેદન આપ્યું હતું કે તેઓ કોંગ્રેસમાં ટિકીટ માટે દાવો કરી શકે છે. પરંતું હાલ ભરૂચ લોકસભામાં કોંગ્રેસ પૂર્ણ થઈ ગઈ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ