બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / bone cancer survival rate causes types and treatment

હેલ્થ ટિપ્સ / સાવધાન! ભૂલથી પણ આ લક્ષણોને નજરઅંદાજ ન કરતા, આ કેન્સર તરફ કરે છે ઈશારો

Arohi

Last Updated: 10:12 AM, 25 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Bone Cancer Survival: હાડકા કે બોર્ન કેન્સરના શરૂઆતી લક્ષણ જલ્દી જોવા નથી મળતા. જણાવી દઈએ કે શરૂઆતમાં તેની સારવાર કરવી ખૂબ જ મુશ્કેલ છે.

  • જલ્દી નથી જોવા મળતા બોર્ન કેન્સરના લક્ષણ 
  • આ લક્ષણોને નજરઅંદાજ ન કરતા
  • આ કેન્સર તરફ કરે છે ઈશારો

હાડકાઓ કે બોન કેન્સરના શરૂઆતી લક્ષણ જલ્દી જોવા નથી મળતા. તમારી જાણકારી માટે જણાવી શરૂઆતમાં તેની સારવાર કરવી ખૂબ જ મુશ્કેલ છે. બોન કેન્સર ત્યારે થાય છે જ્યારે એક ટ્યુમર કે ટિશ્યુઝ અસામાન્ય રૂપમાં હાડકામાં બનવા લાગે છે. તેને બોન સાર્કોમા પણ કહેવામાં આવે છે. 

કેન્સરના ટ્યુમર ખૂબ ખતરનાક હોય છે અને આ ખૂબ ઝડપથી શરીરમાં ફેલાય છે. હાડકાનું કેન્સર એક વખત થઈ જાય તો તે ધીરે-ધીરે ફેલાવવા જ લાગે છે. ફરી સાજા થવાના ચાન્સ ઓછા રહે છે. 

હાડકાના કેન્સરની શરૂઆત 
હાડકાના કેન્સર તમારા શરીરના કોઈ પણ હાડકામાં શરૂ થઈ શકે છે. પરંતુ આ સામાન્ય રીતે પેલ્વિક હાડકા કે પગ કે લાંબા હાડકા, કે પછી ઉપરના મુખમાં શરૂ થઈ શકે છે. 

હાડકામાં શરૂ થતા કેન્સર ખૂબ જ અનકોમન છે. એક વખત આ થઈ જાય તો ખૂબ જ ખતરનાક રૂપ લઈ શકે છે. માટે શરૂઆતમાં જ તેને ઓળખવું મહત્વપૂર્ણ છે. બોન કેન્સર શરીરના કોઈ પણ ભાગથી શરૂ થઈને બીજા હાડકા સુધી ફેલાઈ શકે છે. 

હાડકાના કેન્સરના ટાઈપ 
પ્રાઈમરી હાડકાના કેન્સર બધા હાડકાના કેન્સરમાં સૌથી ગંભીર છે. તે સીધા હાડકા કે આસપાસના ટિશ્યુઝમાં બને છે. સેકેન્ડરી બોન કેન્સર તમારા શરીરના બીજા ભાગથી તમારા હાડકા સુધી ફેલાઈ શકે છે મેટાસ્ટેસિસ કરી શકે છે આ કેન્સર પ્રાઈમરી હાડકાના કેન્સરથી વધારે નોર્મલ છે. 

ઓસ્ટિયોસારકોમા 
ઓસ્ટિયોસારકોમા કે ઓસ્ટિયોજેનિક સાર્કોમા આ સામાન્ય રીતે બાળકો અને યંગ લોકોને પોતાનો શિકાર બનાવે છે. પરંતુ વૃદ્ધોમાં પણ તે થઈ શકે છે. બોન કેન્સરની શરૂઆત હાથ અને પગના લાંબા હાડકાના ઉપરના ભાગો પર થાય છે. 

ઓસ્ટિયોસારકોમા કૂલ્હા, ખભા કે શરીરના બીજા ભાગોમાં શરૂ થઈ શકે છે. આ હાર્ડ ટિશ્યુઝને પ્રભાવિત કરી શકે છે જે તમારા હાડકાઓની બહારની સપાટે હોય છે. ઓસ્ટિયોસારકોમા પ્રાઈમરી હાડકાના કેન્સરનું સૌથી સામાન્ય પ્રકાર છે. જેનાથી 2થી 3 હાડકાના કેન્સરના કેસ સામે આવે છે. 

ઈવિંગ સરકોમા 
ઈવિંગ સરકોમા પ્રાઈમરી હાડકાના કેન્સરનું બીજુ સૌથી સામાન્ય પ્રકાર છે. આ હાડકાની આસપાસના સોફ્ટ ટિશ્યુઝમાં કે સીધા હાડકામાં શરૂ થઈ શકે છે અને યુવા વયસ્કોને પ્રભાવિત કરે છે. તમારા શરીરના લાંબા હાડકા જેવા કે તમારા હાથ અને પગમાં થાય છે. 

કોંડ્રોસારકોમા 30થી વધારે ઉંમરના લોકોમાં થાય છે. આ શરીરના થાઈ અને ખભાના હાડકામાં શરૂ થાય છે. 

આ સબકોન્ડ્રલ ટિશ્યૂઝમાં બને છે. જે તમારા હાડકાની વચ્ચેના કઠોર સંયોગી ઉતક છે. આ ટ્યુમર સામાન્ય રીતે ધીમી ગતિથી વધવા લાગે છે. આ હાડકાઓથી સાથે જોડાયેલી સૌથી સામાન્ય પ્રાઈમરી કેન્સર છે. 

સિંગલ માયલોમા 
મલ્ટીપલ માયલોમા હાડકાને પ્રભાવિત કરવાવાળા સૌથી સામાન્ય પ્રકારના કેન્સર છે. 

જોકે આ પ્રાઈમરી હાડકાનું કેન્સર નથી માનવામાં આવતું. કારણ કે આ પ્લાઝ્મા કોશિકાઓમાં શરૂ થાય છે. આ ત્યારે થાય છે. જ્યારે કેન્સરના ટિશ્યુઝ બોન મેરોમાં વધે છે અને બીજા હાડકાઓમાં પણ ટ્યુમરના કારણે બને છે. 

હાડકાના કેન્સરના લક્ષણ શું છે? 

  • જેને હાડકામાં કેન્સર હોય છે તેમાં દુખાવો અને સોજો આવે છે. આ તેના શરૂઆતી લક્ષણ છે. 
  • હાડકાના કેન્સરની શરૂઆત શરીરના લાંબા હાડકામાં થાય છે. 
  • કેન્સરના શરૂઆતી લક્ષણ છે મોટાભાગે થાક અનુભવાય છે. 
  • હાડકામાં દુખાવો જેની કારણે તમે સુઈ પણ નથી શકતા. 
  • હાડકામાં કેન્સર થવા પર સરળતાથી હાડકા તૂટવા લાગે છે. 
  • વજન ઘટવું 
  • તાવ
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ