બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / અજબ ગજબ / વિશ્વ / bloomberg billionaires index shows top ten richest person net worth decrease

નેટ વર્થ / હવે અડધી થઇ ગઈ માર્ક ઝૂકરબર્ગની સંપત્તિ, ટોપ-10માં માત્ર અદાણીને ફાયદો, મોટા માથા પણ પાણીમાં બેસી ગયા

MayurN

Last Updated: 07:52 PM, 2 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બ્લૂમબર્ગે દુનિયાભરના અબજોપતિઓની નવી યાદી જાહેર કરી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે વર્ષ 2022માં મોટા અરબપતિઓની સંપત્તિમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.

  • શેર માર્કેટ નીચે જતા અમીર લોકોની સંપતિમાં પણ ઘટાડો 
  • સૌથી વધુ માર્ક ઝુકરબર્ગને નુકશાન થયું છે 
  • માત્ર ભારતીય બે બિઝનેસમેનની સંપતિમાં વધારો થયો

વર્ષ 2022 અમીરો માટે પણ ખરાબ રહ્યું 
વિશ્વભરના અમીર લોકો માટે વર્ષ 2022 હજુ સુધી સારું રહ્યું નથી. શેરબજારોમાં ઘટાડાને કારણે દુનિયાભરના ધનિક લોકોની સંપત્તિમાં ભારે ઘટાડો થયો છે. બ્લૂમબર્ગ દ્વારા જાહેર કરવામાં આવેલા બિલિયોનેર ઈન્ડેક્સ મુજબ 2022ના પહેલા છ મહિનામાં દુનિયાના સૌથી અમીર વ્યક્તિ એલન મસ્કે પોતાની નેટવર્થ 210 અબજ ડોલર સુધી પહોચી ગઈ હતી અને આ દરમિયાન તેમને 59.9 અબજ ડોલરનો ફટકો પડ્યો હતો. બીજા નંબર પર રહેલા જેફ બેઝોસની સંપત્તિ 133 અબજ ડોલર છે અને તેમને 59.3 અબજ ડોલરનું નુકસાન થયું છે. આ દરમિયાન ટોપ 10માં સામેલ ભારતીય અરબપતિઓની સંપત્તિમાં જ વધારો જોવા મળ્યો છે.

માર્ક ઝુકરબર્ગની સંપત્તિ અડધી રહી
સૌથી મોટું નુકસાન ફેસબુકના કો-ફાઉન્ડર માર્ક ઝુકરબર્ગને થયું છે. બ્લૂમબર્ગના જણાવ્યા અનુસાર ઝકરબર્ગની કુલ સંપત્તિ 2022 માં 65.9 અબજ ડોલર ઘટાડા સાથે 59.3 અબજ ડોલર થઈ ગઈ છે. આટલા મોટા ડ્રોપને કારણે હવે ઝુકરબર્ગ ટોપ 10 લિસ્ટમાંથી પણ બહાર થઈ ગયા છે. ઝુકરબર્ગ હવે અરબપતિઓની યાદીમાં 17માં સ્થાન પર પહોંચી ગયા છે.

અન્ય ટોપ-10 અરબપતિઓની યાદીમાં
ત્રીજા સ્થાન પર રહેલા ફ્રાંસના બર્નાર્ડ એર્નાલ્ટને 2022માં અત્યાર સુધીમાં 50.4 અરબ ડોલરનું નુકસાન થયું છે અને હવે તે 128 અરબ ડોલર રહી છે. એ જ રીતે ચોથા નંબરના અબજોપતિ બિલ ગેટ્સની સંપત્તિ 22.9 અબજ ડોલર ઘટીને 115 અબજ ડોલર થઈ ગઈ છે. લેરી પેજને 29.3 અબજ ડોલર, વોરેન બફેટને 12.5 અબજ ડોલરનો ફટકો, સર્ગેઇ બ્રિનની સંપત્તિમાં પણ 28.3 અબજ ડોલર અને સ્ટીવ બાલ્મરને 13.7 અબજ ડોલરનું નુકસાન થયું હતું.

માત્ર ભારતીય બે અરબપતિઓની સંપતિમાં વધારો 
બ્લુમબર્ગના જણાવ્યા મુજબ આ સમય દરમિયાન ટોપ 10માં સ્થાન ધરાવતા ભારતીય અબજોપતિ ગૌતમ અદાણી અને મુકેશ અંબાણીની સંપત્તિમાં વધારો થયો છે. અદાણીની સંપત્તિ 22.3 અબજ ડોલર વધીને 98.8 અબજ ડોલર થઈ છે અને તેઓ આ યાદીમાં છઠ્ઠા સ્થાને બિરાજમાન છે. મુકેશ અંબાણીની સંપત્તિમાં 3 અબજ ડોલરનો વધારો થયો અને તેમની કુલ સંપત્તિ લગભગ 93 અબજ ડોલર સુધી પહોંચી ગઈ.

અન્ય ભારતીયની સંપતિમાં પણ ઘટાડો 
બ્લૂમબર્ગની 500 અબજોપતિઓની યાદીમાં સામેલ અન્ય ભારતીયોમાં અઝીમ પ્રેમજીની સંપત્તિમાં આ સમયગાળા દરમિયાન 15.5 અબજ ડોલરનો ઘટાડો થયો છે, જ્યારે શિવ નાદરને 8.51 અબજ ડોલરનું નુકસાન થયું છે. રાધાકિશન દામાણીને પણ 7.40 અબજ ડોલરનો ઝટકો લાગ્યો હતો, જ્યારે લક્ષ્મી મિત્તલને 4.59 અબજ ડોલરનું નુકસાન થયું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ