બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ભારત / BJP names Madhya Pradesh CM, end suspense

ભોપાલ / BIG BREAKING : મોહન યાદવ MPના નવા મુખ્યમંત્રી, બીજા રાજ્યમાં નવા ચહેરાને તક, આવતીકાલે રાજસ્થાનનો વારો

Hiralal

Last Updated: 05:08 PM, 11 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છત્તીસગઢ બાદ હવે મધ્યપ્રદેશમાં પણ ભાજપે સીએમ તરીકે ચોંકાવનારી પસંદગી કરી છે. ઉજ્જેન દક્ષિણથી ચૂંટાયેલા મોહન યાદવને નવા મુખ્યમંત્રી જાહેર કરવામાં આવ્યાં છે.

  • છત્તીસગઢ બાદ હવે મધ્યપ્રદેશના સીએમનું એલાન
  • ઉજ્જેનના ધારાસભ્ય મોહન યાદવ બન્યાં નવા મુખ્યમંત્રી 
  • નરેન્દ્રસિંહ તોમરને વિધાનસભાના સ્પીકર બનાવાયા
  • ભોપાલમાં ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં મંજૂરીની મહોર  

છત્તીસગઢની જેમ મધ્યપ્રદેશની ગાદી પણ નવા ચહેરાને આપવામાં આવી છે.  ઉજ્જેન દક્ષિણના ધારાસભ્ય મોહન યાદવને રાજ્યના નવા સીએમ જાહેર કરાયા છે. રાજધાની ભોપાલમાં બપોરે 3.15 વાગ્યે ત્રણ નિરીક્ષકો - હરિયાણાના મુખ્ય પ્રધાન મનોહરલાલ ખટ્ટર, રાષ્ટ્રીય સચિવ આશા લાકરા અને રાજ્યસભાના સાંસદ કે લક્ષ્મણની હાજરીમાં નવા ચૂંટાયેલા ધારાસભ્યો સાથે વિધાનસભા પક્ષની બેઠક યોજાઈ હતી જેમાં મોહન યાદવના નામ પર મંજૂરીની મહોર મારવામાં આવી હતી. મોહન યાદવની સીએમ તરીકેની પસંદગી પણ ચોંકાવનારી છે. 

કોણ છે મોહન યાદવ

1965માં જન્મેલા ડો. મોહન યાદવ ભાજપ સાથે ઘણાં વર્ષોથી જોડાયેલા છે.   તેઓ એક નેતા તરીકે તો પ્રખ્યાત છે જ પણ તેમણે એક બિઝનેસ મેન તરીકે પણ ઓળખ કમાવી છે. 2023 મધ્યપ્રદેશ વિધાનસભા ઈલેક્શનમાં ડો. મોહન યાદવે દક્ષિણ ઉજ્જૈનની સીટ પરથી આશરે 13000 વોટનાં માર્જિનથી વિજય મેળવ્યો છે.  2020ની સાલમાં શિવરાજસિંહ સરકારમાં તેઓએ શિક્ષણમંત્રી તરીકેની ભૂમિકા ભજવી હતી. દક્ષિણ ઉજ્જૈનની સીટ પરથી 2013માં તેઓ પહેલીવખત MLA બન્યાં હતાં. આ બાદ 2018 અને 2023માં પણ આ જ સીટથી વિજય મેળવ્યો હતો.

નરેન્દ્રસિંહ તોમર સ્પીકર

પૂર્વ કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમરને વિધાનસભાના સ્પીકર બનાવાયા છે. તેઓ પણ સીએમની રેસમાં હતા પરંતુ મોહન યાદવ બાજી જીતી ગયા છે. 

રાજેશ શુક્લા અને જગદીશ દેવડા ડેપ્યુટી સીએમ
સીએમની સાથે બે ડેપ્યુટી સીએમ પણ જાહેર કરવામાં આવ્યાં છે. રાજેશ શુક્લા અને જગદીશ દેવડાને ડેપ્યુટી સીએમ જાહેર કરવામાં આવ્યાં છે. 

બેઠક પહેલા ફોટો સેશન
બેઠક પહેલા નવા ચૂંટાયેલા ધારાસભ્યોનું એક ફોટો સેશન યોજાયું હતું. એમપીમાં ભાજપને 163 બેઠકો મળી છે જ્યારે કોંગ્રેસને 66 અને અન્યને એક બેઠક મળી છે. 

છત્તીસગઢમાં વિષ્ણુદેવ સાય સીએમ
મધ્યપ્રદેશ પહેલા ગઈ કાલે ભાજપે છત્તીસગઢના સીએમ પણ જાહેર કર્યાં હતા. છત્તીસગઢમાં આદિવાસી નેતા વિષ્ણુદેવ સાયને સીએમ બનાવાયા છે. 

એમપીના સીએમના 6 દાવેદાર 
એમપીના સીએમ માટે કુલ 6 દાવેદાર હતા જેમાં તોમર, શિવરાજસિંહ ચોહાણ, પ્રહલાદ પટેલ, જ્યોતિરાદિત્ય સિંધિયા, કૈલાશ વિજયવર્ગીય સામેલ હતા. 

હવે આવતીકાલે રાજસ્થાનના સીએમનું થશે એલાન
છત્તીસગઢ-મધ્યપ્રદેશ બાદ હવે આવતીકાલે રાજસ્થાનના સીએમનું નામ જાહેર થશે. આવતીકાલે જયપુરમાં ભાજપ ધારાસભ્ય દળની બેઠક છે જેમાં સીએમના નામ પર મંજૂરીની મહોર મારવામાં આવી હતી.

એકીસાથે સાથે નહીં વારાફરતી 3 રાજ્યોના સીએમના નામ જાહેર કર્યાં
ભાજપે એકીસાથે નહીં પરંતુ વારાફરતી 3 રાજ્યોના નામ જાહેર કર્યાં છે. હવે એક રાજસ્થાન બાકી છે જેની આવતીકાલે ખબર પડી જશે. 3 રાજ્યોમાં જુનાને નવે નવા ચહેરાને સ્થાન અપાયું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ