બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / BJP high command calls ajay mishra teni, as controversy arise on lakhimpur case

BIG NEWS / ગમે ત્યારે આ મંત્રીનું રાજીનામું લઈ શકે છે મોદી સરકાર, સતત વિવાદો બાદ હવે એક્શનની તૈયારી

Parth

Last Updated: 04:26 PM, 15 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્રીય ગૃહરાજ્ય મંત્રી અજય મિશ્રા ટેની સામે મોદી સરકાર ગમે ત્યારે કાર્યવાહી કરે તેવી સૂત્રો તરફથી માહિતી મળી રહી છે, દીકરાના વિવાદ બાદ આજે મંત્રીએ પત્રકારોને ધમકાવ્યા હતા.

  • અજય મિશ્રા ટેની પર લટકતી તલવાર 
  • ભાજપે મંત્રીને દિલ્હી બોલાવ્યા 
  • રાહુલ ગાંધીએ પણ કહ્યું, અમે છોડવાના નથી 

અજય મિશ્રાને દિલ્હીનું તેડું 
કેન્દ્રીય ગૃહરાજ્ય મંત્રી અને ઉત્તર પ્રદેશના કદ્દાવર નેતા અજય મિશ્રા ટેનીને ભાજપ હાઇકમાંડે તાબડતોબ દિલ્હી આવવા માટે તેડું મોકલ્યું છે. આજે જે અજય મિશ્રા પત્રકારોનાં સવાલો પર ભડકી ઉઠયા હતા અને જેમ તેમ અભદ્ર ભાષામાં ગાળો ભાંડી હતી. એવામાં હવે માનવામાં આવી રહ્યું છે કે મોદી સરકાર પોતાના મંત્રી પર કડક કાર્યવાહી કરી શકે છે. 

રાહુલ ગાંધીએ કહ્યું, અમે આ માણસને છોડવાના નથી
બીજી તરફ રાહુલ ગાંધી પણ આ મુદ્દે ખૂબ આક્રમક થઈ ગયા છે, રાહુલ ગાંધીએ અજય મિશ્રાની કરતૂત મુદ્દે કહ્યું કે જેમ કૃષિ કાયદા રદ્દ કરાવ્યા તેમ આને પણ અમે જેલ મોકલીને જ રહીશું. તમે જોઈ લેજો સરકાર હવે રાજીનામું લેશે. આ મંત્રી જ્યાં સુધી જેલ નહીં જાય ત્યાં સુધી અમે છોડીશું નહીં, અંતમાં રાજીનામું આપવું જ પડશે, જ્યાં સુધી આ જેલમા નહીં જાય અમે છોડવાના નથી.  

આજે પત્રકારોને ધમકાવ્યા
આજે અજય મિશ્રા ટેની આજે પત્રકારોને ધમકાવતા હોય તેવો વીડિયો વાયરલ થયો છે જેમા તે અભદ્ર ભાષાનો પ્રયોગ પણ કરતાં દેખાઈ રહ્યા છે. 

અજય મિશ્રાનો દીકરો હત્યાનો આરોપી 
નોંધનીય છે કે ત્રીજી ઓકટોબરનાં રોજ યુપીના લખીમપૂરમાં એક ઘટના થઈ હતી જેમા કાર નીચે કચડાઈ જવાના કારણે ચાર ખેડૂતોનાં મોત થયા હતા. જે બાદ ખેડૂત આંદોલનમાં સામેલ ભીડે પણ સામે પક્ષે કેટલાક લોકોને મોતને ઘાટ ઉતાર્યા હોય તેવા વીડિયો વાયરલ થયા હતા. સમગ્ર ઘટનામાં આરોપ હતો કે કેન્દ્રીય મંત્રી અને ભાજપ નેતાના દીકરાએ જ ખેડૂતોને મારવા માટે આ પ્રકારનું કાવતરું ઘડ્યું હતું. ઉત્તર પ્રદેશના લખીમપૂર ખીરી કાંડમાં સૌથી મોટો ટ્વીસ્ટ આવી ગયો છે, SIT ની તપાસમાં સામે આવ્યું છે કે ખેડૂતોને ગાડીથી કચડી નાંખવાની આખી ઘટના સમજી વિચારીને કરવામાં આવેલ કાવતરું હતું, SIT એ તમામ આરોપીઓ પર હત્યાની ધારાઓ લગાવી દીધી છે. નોંધનીય છે કે આરોપીઓમાં કેન્દ્રીય ગૃહરાજ્યમંત્રી અજય મિશ્રા ટેનીનાં દીકરાનું પણ નામ છે, આશિષ મિશ્રા સહિત 14 લોકો હવે હત્યાનો કેસ ચાલશે. આજે જ આરોપીઓને કોર્ટમાં પણ રજૂ કરવામાં આવશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ