બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / BJP handed over big responsibility to old leaders again, target of clean sweep in 2024

રાજનીતિ / BJPએ ફરી જૂના નેતાઓને સોંપી મોટી જવાબદારી, 2024માં ફરી ક્લીન સ્વીપનો ટાર્ગેટ: ચુડાસમા-જાડેજા સહિત જુઓ લિસ્ટમાં કોનું કોનું નામ

Priyakant

Last Updated: 07:25 AM, 6 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lok Sabha Elections 2024 Latest News: ભાજપે ફરી એકવાર જૂના જોગીઓને મોટી જવાબદારી સોંપી, આ નેતાઓમાં એવા પણ કેટલાક નેતાઓ છે કે, જેમની વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ રદ કરવામાં આવી હતી

  • લોકસભા ચુંટણી પહેલા હવે ગુજરાતની 26 સીટોને લઈ ભાજપ એક્શન મોડમાં
  • ભાજપ દ્વારા ગુજરાતની 26 એ 26 સીટો જીતવા માઇક્રો પ્લાનિંગ
  • રાજ્યની તમામ 26 લોકસભા બેઠકો માટે પ્રભારીઓની નિમણૂક 

Lok Sabha Elections 2024 : લોકસભા ચુંટણી પહેલા હવે ગુજરાતની 26 સીટોને લઈ ભાજપ એક્શન મોડમાં આવી ગયું છે. ભાજપ દ્વારા તાજેતરમાં જાહેર કરવામાં આવેલ સૂત્ર "અબકી બાર 400 કે પાર" ને સાર્થક કરવા હવે પાર્ટી સંગઠન મેદાને પડ્યું છે. જેના ભાગરૂપે હવે ભાજપ દ્વારા ગુજરાતની 26 એ 26 સીટો જીતવા માઇક્રો પ્લાનિંગની કવાયત શરૂ કરવામાં આવી છે. જેને લઈ ભાજપે પાર્ટીના વરિષ્ઠ નેતાઓની બેઠક સાથે રાજ્યની તમામ 26 લોકસભા બેઠકો માટે પ્રભારીઓની નિમણૂક કરી છે.

ગુજરાતમાં લોકસભાની તમામ 26 બેઠકો જાળવી રાખવા માટે ભાજપ ચૂંટણી મોડમાં આવી ગયું છે.ભારતીય જનતા પાર્ટી દ્વારા તાજેતરમાં જ 26 લોકસભા બેઠકો માટે પ્રભારીઓની નિમણૂકમાં એકથી વધુ લોકસભા બેઠકોની જવાબદારી સોંપવામાં આવી હતી. જોકે અહીં રસપ્રદ વાત તો એ છે કે, ભાજપે ફરી એકવાર જૂના જોગીઓને મોટી જવાબદારી સોંપી છે. આ નેતાઓમાં એવા પણ કેટલાક નેતાઓ છે કે, જેમની વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ રદ કરવામાં આવી હતી.  

2014 થી 2019 સુધી ભાજપનો થયો છે પ્રચંડ વિજય 
મહત્વનું છે કે, ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બન્યા તે લોકસભા ચૂંટણીથી લઈ અત્યાર સુધી ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકો પર ભાજપે જીત મેળવી છે. જોકે હવે  જ્યારે ભાજપ PM નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રમાં ત્રીજી વખત સત્તા પર પાછા ફરવા માંગે છે ત્યારે પાર્ટી PM મોદીના ગૃહ રાજ્ય ગુજરાતમાં એક પણ બેઠક ગુમાવવા માંગતી નથી. જેના ભાગરૂપે પાર્ટીએ અમુક જૂના જોગીઓની સાથે આ પ્રભારીઓની નિમણૂક કરી છે.

વધુ વાંચો: લોકસભા ચૂંટણીમાં કેટલી બેઠકો જીતવાની છે? ભાજપે જાહેર કર્યો ટાર્ગેટ, કહ્યું- 'ત્રીજી વખત મોદી સરકાર'

વિધાનસભામાં પણ ભાજપનું શ્રેષ્ઠ પ્રદર્શન 
નોંધનિય છે કે, વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી ભાજપે 156 બેઠકો પર પ્રચંડ જીત મેળવી હતી.પાર્ટીએ વિધાનસભા ચૂંટણીમાં 182માંથી 156 બેઠકો જીતી હોવાની સાથે સાથે ગુજરાતની લોકસભાની 22 સીટો પર પાર્ટી ઘણી મજબૂત છે. જોકે અહીં એક વાત એ પણ છે કે, આ વખતે અનેક કારણો સાથે પાટણ, જૂનાગઢ, અમરેલી અને ભરૂચની બેઠકો પર પાર્ટીને કોંગ્રેસ તરફથી પડકારનો સામનો કરવો પડે તેવી ધારણા છે. જોકે ભાજપ આ બેઠકો માટે અલગથી રણનીતિ પણ બનાવી રહી હોવાનું પણ સામે આવ્યું છે.

વધુ વાંચો: ગુજરાત ભાજપનો માસ્ટર પ્લાન: લોકસભાની 26 બેઠક માટે 8 નેતા નીમાયા, આ જૂના જોગીઓને મળી મહત્વની જવાબદારી

2024માં 400ના લક્ષ્યાંકને હાંસલ કરવા BJP સજ્જ 
આ વર્ષે યોજાનારી લોકસભા ચૂંટણીમાં ફરી એકવાર મોદી સરકાર લાવવા પાર્ટી સજ્જ છે. હકીકતમાં ભાજપ એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરી રહી છે કે, 400ના લક્ષ્યાંકને હાંસલ કરવામાં ગુજરાતમાં એક પણ બેઠક ઓછી ન રહે. નોંધનિય છે કે, 2009ની ચૂંટણીમાં ભાજપ પાસે 15 લોકસભા અને કોંગ્રેસ પાસે 11 લોકસભા બેઠકો હતી, પરંતુ છેલ્લી બે ચૂંટણીમાં કોંગ્રેસ એક પણ બેઠક જીતી શકી ન હતી.

ક્યાં નેતાઓને જવાબદારી સોંપાઈ ક્યાં જીલ્લાની જવાબદારી સોંપાઈ
બાબુભાઈ જેબલિયા મહેસાણા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર બેઠકની જવાબદારી સોંપાઈ
કે.સી.પટેલ ગાંધીનગર, અમદાવાદ પૂર્વ, અમદાવાદ પશ્ચિમ બેઠકની જવાબદારી સોંપાઈ
નરહરી અમીન આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ બેઠકની જવાબદારી સોંપાઈ
પ્રદિપસિંહ જાડેજા વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ બેઠકની જવાબદારી સોંપાઈ
ડો.જ્યોતિબેન પંડ્યા સુરત, નવસારી, બારડોલી, વલસાડ બેઠકની જવાબદારી સોંપાઈ
ભૂપેન્દ્રસિંહ ચુડાસમા જૂનાગઢ, અમરેલી, ભાવનગર બેઠકની જવાબદારી સોંપાઈ
આર.સી.ફળદુ જામનગર, પોરબંદર, રાજકોટ બેઠકની જવાબદારી સોંપાઈ
અમિત ઠાકર (ધારાસભ્ય) કચ્છ, બનાસકાંઠા, પાટણ બેઠકની જવાબદારી સોંપાઈ
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ