બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / BJP did not say anything for the Lok Sabha elections, 'Mission 370', know how NDA will go beyond 400

રાજનીતિ / લોકસભા ચૂંટણી માટે ભાજપે કંઇ એમ જ નથી કહ્યું 'મિશન 370', જાણો NDA કેવી રીતે જશે 400 પાર

Vishal Dave

Last Updated: 11:58 PM, 25 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પીએમ મોદીએ 2024ની લોકસભા ચૂંટણી માટે ભાજપ માટે મોટું લક્ષ્ય રાખ્યું છે. પીએમ મોદીએ કહ્યું છે કે ભાજપ 370નો આંકડો પાર કરીને શ્યામા પ્રસાદ મુખર્જીને શ્રદ્ધાંજલિ આપશે જ્યારે સાથી પક્ષો સાથે મળીને 400નો આંકડો પાર કરશે

પીએમ મોદીએ 2024ની લોકસભા ચૂંટણી માટે ભાજપ માટે મોટું લક્ષ્ય રાખ્યું છે. પીએમ મોદીએ કહ્યું છે કે ભાજપ 370નો આંકડો પાર કરીને શ્યામા પ્રસાદ મુખર્જીને શ્રદ્ધાંજલિ આપશે જ્યારે સાથી પક્ષો સાથે મળીને 400નો આંકડો પાર કરશે. જો કે આજના સંજોગોમાં ભાજપ માટે 370 સીટોને પાર કરવી પડકારજનક જણાય છે. ઉત્તર અને પશ્ચિમ ભારતમાં છેલ્લી બે લોકસભા ચૂંટણીમાં ભાજપ તેની ટોચે પહોંચી ગયું છે.

સ્વાભાવિક છે કે, જો ભાજપે પોતાની સંખ્યા વધારવી હશે તો તેણે પોતાની હાલની તાકાત જાળવી રાખવી પડશે એટલું જ નહીં નવી બેઠકો પણ જીતવી પડશે. છેલ્લા બે વર્ષથી, ભાજપ તે 161 બેઠકો પર કામ કરી રહ્યું છે જ્યાં તે કાં તો હાર્યું અથવા ઓછા માર્જિનથી જીત્યું. આ સિવાય વરિષ્ઠ કેન્દ્રીય મંત્રીઓ અને અન્ય નેતાઓને ક્લસ્ટર બનાવીને જવાબદારી સોંપવામાં આવી છે.

ઓડિશા પર પણ નજર 

પૂર્વમાં ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં પણ ભાજપ મોટા લક્ષ્ય સાથે ચાલી રહી છે. 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપે ઓડિશામાં 8 લોકસભા બેઠકો જીતી હતી. છેલ્લા ચાર વર્ષમાં ભાજપ નેતૃત્વએ ઓડિશા પર ધ્યાન કેન્દ્રિત કરીને વ્યૂહરચના બનાવી છે અને તેના હેઠળ જમીની સ્તર પર કામ કર્યું છે. આ કારણે ભાજપને આશા છે કે આ વખતે તે 10 કે 12 બેઠકો જીતી શકે છે.

બંગાળ પાસેથી વધુ આશા છે

પશ્ચિમ બંગાળમાં, ભાજપે 2019ની લોકસભા ચૂંટણીમાં 18 બેઠકો જીતી હતી. ભાજપના બંગાળ મિશન હેઠળ, તેણે મમતા બેનર્જી સરકારની તુષ્ટિકરણની રાજનીતિ અને ભ્રષ્ટાચાર વિરુદ્ધ અભિયાન શરૂ કર્યું છે. પશ્ચિમ બંગાળમાં 2016ની વિધાનસભા ચૂંટણી બાદ TMC સામે ભાજપ મુખ્ય હરીફ છે. 2014ની સામાન્ય ચૂંટણીની સરખામણીએ 2019માં પીએમ મોદીનો જાદુ બંગાળના લોકોના દિલ અને દિમાગ પર વધુ મજબૂત રીતે છવાઈ ગયો હતો. ભાજપને બંગાળમાં 20થી 25 લોકસભા બેઠકો જીતવાની આશા છે.

મિશન દક્ષિણ

ભાજપ હાલની બેઠકો જાળવી રાખવા સિવાય દક્ષિણ અને પૂર્વમાં પોતાની તાકાત વધારશે તો જ 370નો આંકડો પાર કરી શકશે.આ માટે ભાજપની નજર તમિલનાડુ, કેરળ, તેલંગાણા અને આંધ્રપ્રદેશ પર છે. દક્ષિણમાં કર્ણાટક અને તેલંગાણા સિવાય કેરળ, તમિલનાડુ અને આંધ્રપ્રદેશ, લક્ષદ્વીપ અને પુડુચેરીમાં ભાજપ પાસે લોકસભાની કોઈ બેઠક નથી.દક્ષિણની 131 બેઠકોમાંથી ભાજપ પાસે હાલમાં માત્ર 29 બેઠકો છે અને તેમાંથી 25 બેઠકો તો એકલા કર્ણાટકમાંથી છે.  કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની હારમાંથી બોધપાઠ લઈને ભાજપે લોકસભા ચૂંટણીમાં પોતાનો ગઢ બચાવવા માટે NDAમાં JDSનો સમાવેશ કર્યો છે.

ભાજપ ગઠબંધનની મદદથી આંધ્રપ્રદેશમાં પોતાનું ખાતું ખોલવા માંગે છે 

આંધ્રપ્રદેશમાં ટીડીપી અને જનસેના સાથે ગઠબંધન નિશ્ચિત માનવામાં આવે છે. ભાજપ ગઠબંધનની મદદથી આંધ્રપ્રદેશમાં પોતાનું ખાતું ખોલવા માંગે છે અને એનડીએની તાકાત પણ વધારવા માંગે છે. તમિલનાડુ અને કેરળમાં ભાજપ પોતાની સંપૂર્ણ તાકાતનો ઉપયોગ કરી રહ્યું  છે. પીએમ મોદી બે મહિનામાં ત્રીજી વખત તામિલનાડુની મુલાકાત લેશે. ભાજપની નજર તમિલનાડુમાં 6 બેઠકો પર છે - રામનાથપુરમ, શિવગંગાઈ, મદુરાઈ, થેની, વિરૂદ્ધનગર, કન્યાકુમારી. આ ઉપરાંત, પાર્ટી કેરળમાં ચાર બેઠકો - ત્રિશૂર, તિરુવનંતપુરમ, પથનામથિટ્ટા, અટ્ટિંગલ પર પણ નજર રાખી રહી છે.

આ પણ વાંચોઃ એપ્રિલના પહેલા અઠવાડિયામાં થશે લોકસભાની ચૂંટણીઓ, કેન્દ્રીય મંત્રીનો મોટો દાવો

 

ઉત્તર અને પશ્ચિમમાં પણ ગઠબંધનને મજબૂત કરવા પર ભાર 

ઉત્તર અને પશ્ચિમ ભારતની સાથે ભાજપ ઉત્તર પ્રદેશમાં પણ પોતાની બેઠકોની સંખ્યા વધારવાનો પ્રયાસ કરી રહી છે. તેથી જ કેન્દ્ર અને ઉત્તર પ્રદેશમાં સત્તામાં હોવા છતાં તેઓએ દારા સિંહ ચૌહાણને પાર્ટીમાં સામેલ કરીને ઓમપ્રકાશ રાજભર સાથે ગઠબંધન કર્યું અને હવે જયંત ચૌધરીની આરએલડી ગઠબંધન કરી રહી છે. બિહારમાં નીતિશ કુમારની વાપસી બાદ ભાજપને 2019ના પ્રદર્શનનું પુનરાવર્તન થવાની આશા છે. તેમજ મહારાષ્ટ્રમાં શિવસેના અને એનસીપી વચ્ચેના ભાગલા બાદ ભાજપ મજબૂત સ્થિતિમાં જોવા મળી રહ્યું છે. આમ છતાં પૂર્વ મુખ્યમંત્રી અશોક ચવ્હાણને ભાજપમાં શામેલ કરી  સંદેશ આપ્યો કે પાર્ટી કોઈપણ પ્રકારનું જોખમ લેવાના મૂડમાં નથી. આ સિવાય બીજેપી સીટ સ્ટ્રેટેજી પ્રમાણે સીટ તૈયાર કરી રહી છે. પાર્ટી દરેક બેઠકોની ગણતરી કરી રહી છે અને તે બેઠકો પર મજબૂત એવા અન્ય પક્ષોના નેતાઓને નિશાન બનાવી રહી છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ