બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / BJP, Congress or TMC know which party has how much wealth? ADR released the report

ADR Report / ભાજપ, કોંગ્રેસ કે TMC..., જાણો કયા પક્ષ પાસે કેટલી સંપત્તિ? ADRએ કર્યો રિપોર્ટ જાહેર

Megha

Last Updated: 04:11 PM, 5 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ADR Report: 'ADR' એ તેના અહેવાલમાં જણાવ્યું હતું કે રાજકીય પક્ષોની સંપત્તિ વર્ષ 2021-22 દરમિયાન વધીને રૂ. 8,829.16 કરોડ થઈ છે, જે અગાઉના વર્ષ 2020-21માં રૂ. 7,297.62 કરોડ હતી.

  • 'ADR' એ 8 રાષ્ટ્રીય પક્ષોની કુલ સંપત્તિની વિગતો રજૂ કરી 
  • આ રાજકીય પક્ષોની સંપત્તિનું વિશ્લેષણ કરવામાં આવ્યું
  • અહેવાલ મુજબ ભાજપ ટોચ પર તો કોંગ્રેસ બીજા સ્થાને  

ADR Report: એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ એટલે કે 'ADR' એ તેના નવીનતમ અહેવાલમાં દેશના 8 રાષ્ટ્રીય પક્ષો દ્વારા જાહેર કરાયેલ કુલ સંપત્તિની વિગતો રજૂ કરી છે. એડીઆરએ તેના અહેવાલમાં જણાવ્યું હતું કે રાજકીય પક્ષોની સંપત્તિ વર્ષ 2021-22 દરમિયાન વધીને રૂ. 8,829.16 કરોડ થઈ છે, જે અગાઉના વર્ષ 2020-21માં રૂ. 7,297.62 કરોડ હતી.

આ રાજકીય પક્ષોની સંપત્તિનું વિશ્લેષણ કરવામાં આવ્યું
ADR રિપોર્ટ નાણાકીય વર્ષ 2020-21 અને 2021-22 માટે આઠ રાષ્ટ્રીય પક્ષો દ્વારા જાહેર કરવામાં આવેલી સંપત્તિ અને જવાબદારીઓનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. જે રાજકીય પક્ષોની સંપત્તિનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે તેમાં ભારતીય જનતા પાર્ટી (BJP), કોંગ્રેસ, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP), બહુજન સમાજ પાર્ટી (BSP), ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (CPI), માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટી (CPI-M), તૃણમૂલ કોંગ્રેસ (TMC) અને નેશનલ પીપલ્સ પાર્ટી (NPP)નો સમાવેશ થાય છે. 

ભાજપ-કોંગ્રેસની સંપત્તિમાં કેટલો વધારો?
નાણાકીય વર્ષ 2020-21માં, ભારતીય જનતા પાર્ટી (BJP) એ તેની 4,990 કરોડ રૂપિયાની સંપત્તિ જાહેર કરી હતી. તે 2021-22માં 21.17 ટકા વધીને 6,046.81 કરોડ રૂપિયા થઈ ગયું છે. એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર) અનુસાર, 2020-21માં કોંગ્રેસની જાહેર કરેલી સંપત્તિ 691.11 કરોડ રૂપિયા હતી, જે 2021-22માં 16.58 ટકા વધીને 805.68 કરોડ રૂપિયા થઈ ગઈ છે.

BSPની સંપત્તિમાં ઘટાડો થયો તો TMCની 151.70% વધી છે.
ADR રિપોર્ટમાં જણાવાયું છે કે બહુજન સમાજ પાર્ટી (BSP) એકમાત્ર રાષ્ટ્રીય પાર્ટી છે જેની સંપત્તિમાં ઘટાડો દર્શાવ્યો છે. વર્ષ 2020-21 અને 2021-22 વચ્ચે BSPની કુલ સંપત્તિ 5.74 ટકા ઘટીને રૂ. 690.71 કરોડ થઈ છે, જે અગાઉ રૂ. 732.79 કરોડ હતી. તેની સાથે ADRણા અહેવાલ મુજબ તૃણમૂલ કોંગ્રેસની કુલ સંપત્તિ 2020-21માં 182.001 કરોડ રૂપિયા હતી, જે 151.70 ટકા વધીને 458.10 કરોડ રૂપિયા થઈ ગઈ છે.

ભાજપ ટોચ પર તો કોંગ્રેસ બીજા સ્થાને  
અહેવાલ મુજબ, ભાજપે નાણાકીય વર્ષ 2021-22 માટે 6,041.64 કરોડ રૂપિયા સાથે મહત્તમ મૂડી જાહેર કરી. કોંગ્રેસ બીજા ક્રમે અને સીપીઆઈ(એમ) ત્રીજા ક્રમે છે. કોંગ્રેસ રૂ. 763.73 કરોડ અને CPI(M) એ રૂ. 723.56 કરોડની મૂડી જાહેર કરી. નાણાકીય વર્ષ 2021-22માં NPPએ 1.82 કરોડ રૂપિયાનું ફંડ જાહેર કર્યું છે, જે સૌથી ઓછું છે. તેના પછી CPIએ રૂ. 15.67 કરોડની મૂડી જાહેર કરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ