બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / bipasha basu shows first glimpse of her daughter Devi basu singh grover

મનોરંજન / Bipasha Basuએ પહેલીવાર દેખાડ્યો દીકરી 'Devi'નો ચહેરો, તસવીર જોઈને ચાહકો બોલ્યા, 'સો ક્યૂટ'

Megha

Last Updated: 09:59 AM, 6 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવર 12 નવેમ્બર 2022 ના રોજ એક પુત્રીના માતાપિતા બન્યા હતા હવે બિપાશા બાસુએ (Bipasha Basu) પહેલીવાર તેની દીકરી દેવી(Devi)નો ચહેરો બતાવ્યો છે

  • બિપાશા બાસુએ તેની નાની ઢીંગલી દેવી ની બે તસવીરો શેર કરી
  • 12 નવેમ્બર 2022 ના રોજ આપ્યો હતો જન્મ 
  • વાયરલ થઈ બિપાશાની દેવીની તસવીરો 

બોલિવૂડ એક્ટ્રેસ બિપાશા બાસુએ (Bipasha Basu) પહેલીવાર તેની દીકરી દેવી(Devi)નો ચહેરો બતાવ્યો છે. જણાવી દઈએ કે બિપાશા બાસુ અને તેના પતિ કરણ સિંહ ગ્રોવરે તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી તેમની નાની ઢીંગલી દેવી ની બે તસવીરો શેર કરી છે, જેમાં દેવી હસતી જોવા મળે છે. 

બિપાશા બાસુએ દીકરીનો ચહેરો બતાવ્યો
નોંધનીય છે કે બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવર 12 નવેમ્બર 2022 ના રોજ એક પુત્રીના માતાપિતા બન્યા. બંનેએ હજુ સુધી પોતાની દીકરીનો ચહેરો જાહેર કર્યો ન હતો. હવે બિપાશા બાસુએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પુત્રીની તસવીર શેર કરી અને લખ્યું, 'હેલો વર્લ્ડ... હું દેવી છું!' #Devibasusinghgrover. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Bipasha Basu (@bipashabasu)

વાયરલ થઈ તસવીરો 
તસવીરમાં બિપાશાની પુત્રી દેવી હસતી જોવા મળે છે. દેવીએ ગુલાબી રંગના કપડાં પહેર્યા છે જેમાં તે નાની એંજલ જેવી દેખાઈ રહી છે. બિપાશાની આ પોસ્ટ પર બોલિવૂડ સેલેબ્સ, મિત્રો અને ચાહકો ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે. 

વર્ષ 2016માં કર્યા હતા લગ્ન 
તમને જણાવી દઈએ કે બિપાશા અને કરણના લગ્ન 30 એપ્રિલ 2016ના રોજ થયા હતા અને બંનેની પહેલી મુલાકાત ફિલ્મ અલોનના સેટ પર થઈ હતી. એ સમયે બંને એકબીજાને પસંદ કરવા લાગ્યા હતા અને બંનેએ તેના સંબંધથી આગળ આવીને લગ્ન કરવાની નિર્ણય કર્યો હતો. 

કરણના ત્રીજા લગ્ન 
તમને જણાવી દઈએ કે આ બિપાશાના પહેલા લગ્ન હતા પણ કરણના ત્રીજા લગ્ન હતા. કરણે વર્ષ 2008માં અભિનેત્રી શ્રધ્ધા નિગમ સાથે લગ્ન કર્યા હતા અને 10 મહિના પછી ડિવોર્સ આપી દીધા હતા/ એ પછી વર્ષ 2012માં જેનિફર વીંગેટ સાથે લગ્ન કર્યા હતા અને 2014માં બંનેના ડિવોર્સ થઈ ગયા હતા. એ પછી 2016માં તેને બિપાશા સાથે લગ્ન કર્યા હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ