બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / bihar nitish kumar floor test of the nda government rjd tejashwi yadav jitan ram

Bihar Floor Test / ક્યાંક MLAનો સંપર્ક નથી, તો ક્યાંક ફોન સ્વીચ ઓફ... આ શું થઇ રહ્યું છે બિહારની રાજનીતિમાં?

Arohi

Last Updated: 12:06 PM, 12 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Bihar Floor Test: ફ્લોર ટેસ્ટના આગળના દિવસની રાત્રે બિહારમાં રાજનૈતિક રીતે મોટી હલચલ જોવા મળી રહી છે. આ સમયે નેતાઓમાં હલચલ ચાલી રહી છે. સાથે જ નેતાઓની નિવેદન બાજી ચાલતી રહી, આરોપ-પ્રત્યારોપનો સીલસીલો પણ ચાલ્યો.

  • બિહારમાં રાજનૈતિક રીતે મોટી હલચલ 
  • નેતાઓની નિવેદન બાજી
  • આરોપ-પ્રત્યારોપનો પણ સીલસીલો

બિહાર વિધાનસભામાં આજે નીતિશ સરકાર માટે અગ્નિ પરીક્ષાનો દિવસ છે. જોકે ગઈ જાન્યુઆરીમાં જ્યારે તેમણે રાજદનો સાથ છોડીને NDAમાં શામેલ થવાનો નિર્ણય કર્યો અને પછી એક વખત સીએમ પદની શપથ લીધી ત્યારે આ ગેમ ખૂબ સરળ જોવા મળી. સરળ એટલા માટે કારણ કે બિહારમાં સરકાર બનાવવા માટે બહુમતનો જે આંકડો કોઈ પક્ષ કે ગઠબંધન પાસે હોવો જોઈએ NDAની પાસે તે સંખ્યા તેનાથી વધારે જ હતી. 

ફ્લોર ટેસ્ટમાં 'ખેલા'ના આસાર 
ફ્લોર ટેસ્ટનો ફક્ત એક દિવસ બાકી હતો ત્યારે જ બનેલી ગેમ બગડી ગઈ અને અટકળો લગાવવામાં આવી રહી છે કે બિહારમાં 'ખેલા' (ખેલ) થવા જઈ રહ્યો છે. 'ખેલા' એટલા માટે કારણ કે અચાનક જ NDAમાં શામેલ HAMના મુખિયા પૂર્વ સીએમ જીતન રામ માંઝીને ફોન નથી લાગી રહ્યો. 

સૂત્રો અનુસાર મોડી રાત સુધી NDAના 8 ધારાસભ્યોના સંપર્ક ન થઈ શક્યા. સૂત્રો અનુસાર જેડીયૂના 5 અને બીજેપીના 3 ધારાસભ્યો સંપર્કમાં નથી. પહેલા આ સંખ્યા 6 હતી. પછી 8 થઈ ગઈ. સૂત્રો અનુસાર 8 ધારાસભ્યો ઓછા થવા બાદ નીતિશ કોઈ પણ મોટો નિર્ણય લઈ શકે છે. 

બિહારની રાજનીતિમાં આખી રાત હલચલ 
આ બાજુ જીતનરામ માંઝીનો ફોન પણ રાત્રે 10 વાગ્યાની આસપાસ સ્વિચ ઓફ થઈ ગયો. તેમનો સંપર્ક નથી થઈ રહ્યો. ત્યાં જ બીજેપી નેતા નિત્યાનંદ રાય જીતનરામ માંઝીના આવાસ પર પહોંચ્યા. એક બાજુ જ્યાં આરજેડીએ દાવો કર્યો છે કે બહુમત પરીક્ષા પહેલા ખેલ થશે. ત્યાં જ કોંગ્રેસ દાવો કરી રહી છે કે નીતિશ સરકાર ભાંગશે. 

રાજદ પણ ટેન્શનમાં છે કારણ કે મોડી રાત પૂર્વ ડેપ્ટી સીએમ તેજસ્વી યાદવના આવાસ પર બે વખત બિહાર પોલીસ પહોંચી. ફ્લોર ટેસ્ટથી પહેલાની આ રાત બિહારમાં રાજનૈતિક રીતે મોટી હલચલ વાળી રહી. આ સમયે નેતાઓમાં હલચલ ચાલી રહી છે. સાથે જ નેતાઓની નિવેદન બાજી ચાલતી રહી, આરોપ-પ્રત્યારોપનો સીલસીલો પણ ચાલ્યો. સાથે જ અમે જીતીશું વાળો દાવો પણ ત્રણેય પક્ષ કરી રહ્યા છે. આખી રાતમાં શું શું બન્યું આવો જાણીએ.

જીતન રામનો ફોન થયો સ્વિચ ઓફ, NDAના આઠ ધારાસભ્યના નથી થઈ રહ્યા સંપર્ક
ફ્લોર ટેસ્ટ પહેલા રવિવારે જેડીપૂના ધારાસભ્યોની બેઠક થઈ. જેમાંથી 45 ધારાસભ્યો ન પહોંચ્યા. જેડીયૂના 4 ધારાસભ્ય વીમા ભારતી, સુદર્શન, દિલીપ રાય અને રિંકૂ સિંહ મીટિંગમાં શામેલ ન થયા. આટલું જ નહીં જેડીયૂ ધારાસભ્ય વીમા ભારતી, સુદર્શન, દિલીપ રાયના મોબાઈલ ફોન પણ સ્વીચ ઓફ છે. આ ધારાસભ્યો ઉપરાંત ડૉ. સંજીવ પણ મીટિંગમાં ન પહોંચ્યા. પરંતુ તે પટનાથી બહાર છે. તેના માટે તેમણે પાર્ટીના હાઈકમાન સાથે વાત કરી છે.  

ફ્લોર ટેસ્ટમાં સાથ આપવા પ્રતિબદ્ધ નથી માંઝી 
સૂત્રો અનુસાર સામે આવ્યું છે કે જીતન રામ માંઝી ફ્લોર ટેસ્ટમાં નીતિશ સરકારને સમર્થન આપવા માટે પ્રતિબદ્ધ નથી. માંઝી ખેમેનો દાવો છે કે તેમણે ફક્ત સ્પીકરને હટાવવા માટે મતદાનના સમયે સરકારનું સમર્થન કરવાનો દાવો કર્યો છે અને ફ્લોર ટેસ્ટમાં સરકારનું સમર્થન કરવા માટે પ્રતિબદ્ધ નથી. 

ધારાસભ્ય ચેતન આનંદને કિડનેપ કરવાની ફરિયાદ
આરજેડી ધારાસભ્ય ચેતન આનંદને લઈને પટના પોલીસની પાસે ફરિયાદ ગઈ છે કે તેમને કિડનેપ કરીને તેજસ્વીના આવાસ પર રાખવામાં આવ્યા છે. તેના બાદ પોલીસ તેની તપાસ કરવા પહોંચી હતી. પરંતુ જ્યાં ચેતન આનંદે પોલીસને કહ્યું કે તે પોતાની મરજીથી અહીં છે. ત્યાર બાદ પોલીસ પરત આવી ગઈ. ત્યાર બાદ અડધી રાત્રે એક વખત ફરી પોલીસ તેજસ્વી આવાસ પર પહોંચી. 

તેજસ્વી આવાસ પર ફરી પહોંચી પોલીસ 
બિહાર પોલીસ તેજસ્વી યાદવના આવાસ પર ફરી વખત પહોંચી. પોલીસ અડધી રાત બાદ તેજસ્વી યાદવના આવાસ પર પહોંચી અને ગેટ ખોલાવવાનો પ્રયત્ન કર્યો. જણાવવામાં આવ્યું કે અંદર બધા ધારાસભ્ય છે. આ રીતે પોલીસ વારંવાર આવતી જતી રહી તેને લઈને RJDએ X પર પોસ્ટ કરતા સીએમ નીતિશ કુમાર પર હુમલો બોલ્યો અને કહ્યું કે તે અહીં અપ્રિય ઘટના કરાવા માંગે છે. તેના થોડા સમય પહેલા પણ તેજસ્વીના આવાસ પર રાત્રે પોલીસ પહોંચી હતી. 

શાહનવાઝ હુસેનનો તેજસ્વી પર આરોપ 
બીજેપી નેતા શાહનવાઝ હુસૈને કહ્યું કે, "જો તમે (તેજસ્વી યાદવ) ધારાસભ્યોનું અપહરણ કરશો અને કોઈ ધારાસભ્યના સગા-સંબંધિ ફરિયાદ કરાવશે તો પોલીસ જરૂર આવશે. જો તમે કોઈ પણ ધારાસભ્યોને પોતાના ઘરમાં બંધ કરશો. પોલીસ નિશ્ચિત રીતે કાર્યવાહી કરશે. તેના માટે તે પોતાનું કામ કરી રહી છે. રાજદ અને કોંગ્રેસ ફર્ત ભ્રમ ફેલાવી રહી છે."

 

RJDએ કર્યુ પોસ્ટ
"નીતિશ કુમારે સરકાર જવાના ડરથી હજારોની સંખ્યામાં પોલીસ મોકલી તેજસ્વીજીના આવાસને ચારે તરફથી ઘેરી લીધુ. તે કોઈ પણ પ્રકારે કોઈ પણ બહાનાથી આવાસની અંદર ઘુસીને ધારાસભ્યોની સાથે અપ્રિય ઘટના કરવા માંગતા હતા. બિહારની જનતા નીતિશ કુમાર અને પોલીસના કુકર્મ જોઈ રહી છે. યાદ રાખો અમે ડરવા અને ઝુકવાના નથી. આ વૈચારિકી સંઘર્ષ છે અને અમે આ રીતે લડીશુ અને જીતીશુ કારણ કે બિહારની ન્યાયપ્રિય જનતા આ પોલીસિયા દમનનું પ્રતિકાર કરશે. જય બિહાર! જય હિંદ."

મોડી રાત તેજસ્વીના ઘરથી નિકળી પોતાના ઘરે પહોંચ્યા ચેતન આનંદ 
પોલીસના ફરી તેજસ્વી આવાર પર પહોંચવાના બાદ આરજેડી ધારાસભ્ય ચેતન આનંદ ત્યાંથી નિકળી ગયા. સામે આવ્યું છે કે તેજસ્વી યાદવના આવાસથી નિકળી તે પોતાના ઘરે પહોંચી ગયા છે. પોલીસ ચેતન આનંદના મામલાને લઈને જ વારંવાર તેજસ્વીના આવાસ જઈ રહી હતી. જણાવી દઈએ કે તેના પહેલા પણ મોડી રાતે પોલીસ તેજસ્વી આવાસ પર પહોંચી હતી. 

વધુ વાંચો: લોકસભા ચૂંટણી ક્યારે અને કેવી રીતે યોજાઇ શકે, જાણો આવું હોઇ શકે છે શેડ્યૂલ, મતદાન કેટલાં ચરણમાં શક્ય

રાજદ પ્રવક્તાએ બીજેપી પર સાધ્યુ નિશાન 
તેજસ્વી યાદવના આવાસના બહાર તૈનાત બળ પર રાજદ પ્રવક્તા શક્તિ સિંહ યાદવે કહ્યું, "સ્વતંત્ર ભારતમાં કોઈ પણ રાજ્યમાં આવું પહેલા ક્યારેય નથી થયું. અહીં ધારાસભ્યની બેઠક છે. જો ભાજપા કરે તો 'રાસલીલા' જો રાજદ કરે તો 'કેરેક્ટર ઢીલા...' " 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ