Bihar Congress in-charge Shaktisinh Gohil important tweet
રાજનીતિ /
બિહારમાં કોંગ્રેસ પ્રભારી શક્તિસિંહ ગોહિલનું મહત્વનું ટ્વિટ, આ નિર્ણય બાદ રાજકારણ ગરમાયું
Team VTV09:07 PM, 04 Jan 21
| Updated: 09:09 PM, 04 Jan 21
બિહારમાં કોંગ્રેસ પ્રભારી શક્તિસિંહ ગોહિલનું મહત્વનું ટ્વિટ કર્યું છે. ટ્વિટ કરીને લખ્યું કે, મને બિહારના પ્રભારથી મુક્ત કરવામાં આવે. કોંગ્રેસમાં સામાન્ય જવાબદારી સોંપવામાં આવે. હાઈકમાન્ડને પ્રભારી પદ સોંપવા રજૂઆત કરી.
બિહારમાં કોંગ્રેસ પ્રભારી શક્તિસિંહ ગોહિલનું મહત્વનું ટ્વિટ
મને બિહારના પ્રભારથી મુક્ત કરવામાં આવે: શક્તિસિંહ
કોંગ્રેસમાં સામાન્ય જવાબદારી સોંપવામાં આવે: શક્તિસિંહ
કોંગ્રેસના દિગ્ગ્જનેતા શક્તિસિંહ ગોહિલે ખાનગી કારણોથી પ્રભારી પદ પાછુ લેવા રજૂઆત કરી છે. જેને લઇને કોંગ્રેસ પક્ષમાં રાજકારણ ગરમાયું છે. આ માહિતી શક્તિસિંહે ટ્વિટ કરીને આપી છે. શક્તિસિંહે કહ્યું, હાઈકમાન્ડને બિહારનો પ્રભાર પાછો લેવા રજૂઆત કરી.
કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે કર્યું આ ટ્વિટ
કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે લખ્યું કે, અંગત કારણોથી મારી કોંગ્રેસના હાઈકમાન્ડને અપીલ છે કે મને સામાન્ય જવાબદારી સોંપવામાં આવે અને બિહારના પ્રભારથી મુક્ત કરવામાં આવે.
निजी कारणो से मैंने कांग्रेस आलाकमान से गुज़ारिश कि है की मुजे लाइट जिम्मेवारी दी जाए और बिहार के प्रभार से मुक्त किया जाए। Due to personal reasons, I have requested our Party High Command to allocate me lighter work for next few months and to relieve me ASAP as #Bihar incharge🙏 pic.twitter.com/V9GZY0PsN5