બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Biggest news for CSK fans after BCCI's announcement comes after 12 years

IPL 2024 / BCCIનું એક એલાન અને CSK ટીમના ફેન્સ થઇ ગયા ખુશખુશાલ, 12 વર્ષ બાદ લેવાયો આ નિર્ણય

Pravin Joshi

Last Updated: 10:38 PM, 25 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

BCCI એ IPL 2024નું સંપૂર્ણ શેડ્યૂલ જાહેર કર્યું છે. આ દરમિયાન ચેન્નાઈ સુપર કિંગ્સના ચાહકો માટે એક મોટા સારા સમાચાર આવ્યા છે.

IPL 2024નું સંપૂર્ણ શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. અગાઉ, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે પ્રથમ 21 મેચોનું શિડ્યુલ જાહેર કર્યું હતું. સંપૂર્ણ શેડ્યૂલ જાહેર થયા બાદ ચેન્નાઈ સુપર કિંગ્સના ચાહકો માટે એક મોટા સારા સમાચાર સામે આવ્યા છે. BCCIએ 12 વર્ષ બાદ ચેન્નાઈ સુપર કિંગ્સના ચાહકો માટે મોટો નિર્ણય લીધો છે.

IPLની શરૂઆત પહેલા CSK માટે સૌથી મોટી ખુશખબરી, આ વિકેટ ટેકર બોલર થયો ફિટ/ CSK  vs RCB Big news for Chennai, star fast bowler fit before match against RCB  Robin Minz OUT

CSKના ચાહકોને 12 વર્ષ પછી આ સારા સમાચાર મળ્યા

આઈપીએલની આ સીઝનની શરૂઆત પહેલા એમએસ ધોનીએ CSKની કેપ્ટનશીપ છોડી દીધી હતી. આવી સ્થિતિમાં, માનવામાં આવે છે કે આ ધોનીની છેલ્લી સિઝન હોઈ શકે છે. બીજી તરફ, આ વખતે BCCIએ IPLની ફાઈનલ મેચ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં યોજવાનું નક્કી કર્યું છે. ખાસ વાત એ છે કે IPLમાં 12 વર્ષ બાદ આ પ્રથમ વખત હશે જ્યારે ફાઈનલ મેચ ચેન્નાઈમાં રમાશે. અગાઉ અહીં આઈપીએલ 2012ની ફાઈનલ મેચ યોજાઈ હતી. ત્યારબાદ કોલકાતાની ટીમનો વિજય થયો હતો.

CSK મળ્યો વધુ એક ઝટકો! ઈજાગ્રસ્ત ખેલાડીઓની લિસ્ટમાં ઉમેરાયું ધોનીનું નામ,  ફેન્સ થયા ચિંતિત | Shock to CSK, ms Dhoni also included in injured players  of team chennai super kings

ધોની તેની છેલ્લી આઈપીએલ મેચ ચેન્નાઈમાં રમી શકે છે

CSK તેની છેલ્લી હોમ મેચ રાજસ્થાન રોયલ્સ સામે 12 મેના રોજ રમશે. જો CSK પ્લેઓફ માટે ક્વોલિફાય નહીં થાય તો ઘરઆંગણે આ તેમની છેલ્લી મેચ હશે. બીજી તરફ, જો CSK ક્વોલિફાયર મેચ અથવા એલિમિનેટર મેચ માટે ક્વોલિફાય થાય છે, તો તે આ સિઝનમાં ફરી એકવાર ચેન્નાઈમાં રમતી જોવા મળી શકે છે.

IPL 2024: ...તો MS ધોની બાદ હવે કોણ હશે CSKનો આગામી કેપ્ટન? આ રહ્યાં અન્ય  વિકલ્પ | csk team new captain after ms dhoni before ipl 2024 season

વધુ વાંચો : IPL 2024નું સંપૂર્ણ શિડ્યુઅલ જાહેર, 26 મે ચેન્નાઈમાં રમાશે ફાઈનલ મુકાબલો, જુઓ ક્યારે કઈ મેચ?

IPL 2024 માટે CSKનું સંપૂર્ણ શેડ્યૂલ

  1. ચેન્નાઈ સુપર કિંગ્સ વિ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર - 22 માર્ચ - 8 PM
  2. ચેન્નાઈ સુપર કિંગ્સ વિ ગુજરાત ટાઇટન્સ - માર્ચ 26 - સાંજે 7:30
  3. દિલ્હી કેપિટલ્સ વિ ચેન્નાઈ સુપર કિંગ્સ - માર્ચ 31 - સાંજે 7:30
  4. સનરાઈઝર્સ હૈદરાબાદ વિ ચેન્નાઈ સુપર કિંગ્સ – 5 એપ્રિલ – સાંજે 7:30 વાગ્યે
  5. ચેન્નાઈ સુપર કિંગ્સ વિ કોલકાતા નાઈટ રાઈડર્સ - 8 એપ્રિલ - સાંજે 7.30 વાગ્યે
  6. મુંબઈ ઈન્ડિયન્સ વિ ચેન્નાઈ સુપર કિંગ્સ – 14 એપ્રિલ – સાંજે 7.30 વાગ્યે
  7. લખનૌ સુપર જાયન્ટ્સ વિ ચેન્નાઈ સુપર કિંગ્સ – 19 એપ્રિલ – સાંજે 7.30 વાગ્યે
  8. ચેન્નાઈ સુપર કિંગ્સ વિ લખનૌ સુપર જાયન્ટ્સ – 23 એપ્રિલ – સાંજે 7.30 વાગ્યે
  9. ચેન્નાઈ સુપર કિંગ્સ વિ સનરાઈઝર્સ હૈદરાબાદ - 29 એપ્રિલ - સાંજે 7.30 વાગ્યે
  10. ચેન્નાઈ સુપર કિંગ્સ વિ પંજાબ કિંગ્સ - 1 મે - સાંજે 7.30 વાગ્યે
  11. પંજાબ કિંગ્સ વિ ચેન્નાઈ સુપર કિંગ્સ – 5 મે – બપોરે 3.30 વાગ્યે
  12. ગુજરાત ટાઇટન્સ વિ ચેન્નાઈ સુપર કિંગ્સ - 10મી મે
  13. ચેન્નાઈ સુપર કિંગ્સ વિ રાજસ્થાન રોયલ્સ – 12 મે – બપોરે 3.30 વાગ્યે
  14. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિ ચેન્નાઈ સુપર કિંગ્સ – 18 મે – સાંજે 7.30 વાગ્યે

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ