બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / bigg boss 17 ankita lokhande reveal the reason why she breakup with sushant

શૉકિંગ / સુશાંત સિંહ રાજપૂત સાથે કેમ અને કઈ રીતે થયું બ્રેકઅપ? અંકિત લોખંડેએ કરોડો લોકો સામે કર્યો મોટો ખુલાસો

Arohi

Last Updated: 02:13 PM, 31 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Bigg Boss 17 Ankita Lokhande: અંકિતા લોખંડે અને વિકી જૈનના બિગ બોસ 17માં ઝગડા થઈ રહ્યા છે તો ફેંસ કમેન્ટ કરી રહ્યા છે કે અંકિતા અને સુશાંતની જોડી જ બેસ્ટ હતી. આ વચ્ચે અંકિતાએ હવે ખુલીને સુશાંતને લઈને શૉમાં વાત કરી છે.

  • કેમ થયું હતું અંકિતા સુશાંતનું બ્રેકઅપ? 
  • કરોડો લોકો સામે અંકિતાએ કર્યો મોટો ખુલાસો 
  • બિગ બોસ શૉમાં સુશાંતને લઈને કરી વાત 

બિગ બોસ 17માં સૌથી વધારે ચર્ચામાં અંકિતા લોખંડે છે. જેનું કારણ પતિ વિકી જૈનની સાથેના ઝગડા છે. આ વચ્ચે હવે અંકિતાએ શૉમાં સુશાંત સિંહ રાજપૂતની સાથે બ્રેકઅપ પર વાત કરી છે. તેમણે જણાવ્યું કે આખરે કયા કારણે સુશાંત અને તેમનું બ્રેકઅપ થયું. આ બધુ અંકિતાએ મુનવ્વર ફારૂકી સાથે વાત કરતા જણાવ્યું. 

બ્રેકઅપ બાદ આવી હતી સ્થિતિ
શૉના લેટેસ્ટ એપિસોડમાં અંકિતાએ જણાવ્યું કે તે સુશાંતની સાથે વર્ષોથી રિલેશનશિપમાં હતી પરંતુ પછી એક રાત્રે સુશાંતે બધુ ખતમ કરી નાખ્યું. તેમણે તેના પાછળનું કારણ પણ ન જણાવ્યું. તેણે કહ્યું, "તેનું જવું એક અલગ વસ્તુ હતી. હું સંપૂર્ણ રીતે તૂટી ચુકી હતી મારા માતા-પિતા પણ ભાંગી પડ્યા હતા."

એક રાતમાં રિલેશન ઓવર 
મુનવ્વરે પછી તે વિશે પુછ્યુ જ્યારે સુશાંતના નિધન બાદ તેને ટ્રોલ કરવામાં આવી રહી હતી. તેના પર એક્ટ્રેસે કહ્યું કે તે એટલા માટે સુશાંતના મોત પર સામે આવી કારણ કે તે બધાને જણાવવા માંગતી હતી કે આખરે રિયલ સુશાંત કોણ હતો. 

તેણે જણાવ્યું, "હું ક્યાંય આમા ઈન્વોલ્વ ન હતી છતાં હું સાથે હતી કારણ કે હું ઈચ્છતી હતી કે લોકો જાણે કે તે કોણ હતો. લોકો ત્યારે ક્યાં હતા જ્યારે મારૂ બ્રેકઅપ ચાલી રહ્યું હતુ. મેં કેવી રીતે તે ફેઝ એકલા પસાર કર્યો. બ્રેકઅપનું કોઈ કારણ ન હતુ અને હું સંપૂર્ણ રીતે બ્લેંક હતી. સમજ ન હતું આવતું કે એક રાતમાં વસ્તુઓ કેવી રીતે બદલાઈ ગઈ મારી લાઈફમાં."

કેમ થયું બ્રેકઅપ
મુનવ્વરે પછી પુછ્યું કે શું બન્નેની વચ્ચે કોઈ ઝગડો થયો હતો? તો અંકિતાએ કહ્યું, "જ્યારે તમે ઉપર ચડી રહ્યા હોવ છો પોતાના કરિયરમાં તો તમારા 10 લોકો કાન ભરે છે. જે પણ હોય મને નથી ખબર, પણ ઠીક છે તેની પોતાની મેટર હતી. મેં ક્યારેય રોક્યો નથી તેને."

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ