બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Big success of Gujarat ATS, seized drugs worth 200 crores along with DRI at Kolkata port

BIG BREAKING / ગુજરાત ATSની મોટી સફળતા, કોલકાત્તા પોર્ટ પર DRI સાથે મળી 200 કરોડનું ડ્રગ્સ ઝડપ્યું, DGPએ આપી માહિતી

Vishnu

Last Updated: 06:52 PM, 9 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત ATSને મળેલી માહિતીને આધારે સ્ક્રેપના કન્ટેનરમાં કોલકાત્તા પોર્ટ પર લવાયેલું 200 કરોડનું 40 કિલો હેરોઇન પકડ્યું

  • ગુજરાત ATSએ કોલકાતા પોર્ટ પર DRI સાથે મળી ઓપરેશન પાર પાડ્યું
  • ભંગારમાંથી 40 કિલો ડ્રગ્સ મળી આવ્યું
  • ભંગારના કન્ટેઈનરમાં લવાયેલું 200 કરોડનું હેરોઇન પકડ્યું 

છેલ્લા એક વર્ષની અંદર ગુજરાત ડ્રગ્સ મામલે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. ગુજરાતની એજન્સીઓ ડ્રગ્સ માફિયાઓ પર એક બાદ એક તવાઈ બોલાવી કાળા કારોબારના ધંધાના પાટિયા પાળી દેવાના તમામ પ્રત્યનો કરી રહી છે. ત્યારે ગુજરાત ATSને ફરી મોટી સફળતા મળી છે. કોલકાત્તા પોર્ટ પર DRI સાથે મળી કરેલા મેગા સર્ચ ઓપરેશનમાં સ્ક્રેપના કન્ટેનરમાં લવાયેલું 200 કરોડનું હેરોઇન પકડી પાડ્યું છે.કન્ટેનર ફેબ્રુઆરી મહિનામાં દુબઈથી કોલકાત્તા પોર્ટ પર આવ્યું હતું. ગુજરાત ATSને મળેલી માહિતીને આધારે ભંગારમાંથી 40 કિલો ડ્રગ્સ મળી આવ્યું છે. જેની અંદાજિત કિમત 200 કરોડ છે.

સફળ ઓપરેશન મુદ્દે ગુજરાત DGP આશિષ ભાટીયાનું નિવેદન
ત્યારે  કોલકત્તાથી 200 કરોડનું ડ્રગ્સ ઝડપાવવાનો મામલે DGP આશિષ ભાટીયાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને માહિતી આપતા કહ્યું હતું કે `ઓપરેશન ગીયર બોક્સ'ના નામથી ગુજરાત ATSએ કાર્યવાહી કરી છે. સેંચ્યુરી નામના કન્ટેઈનરમાં 12 ગીયર બોક્સમાં સફેદ રંગથી માર્કિંગ હતું. જેમાંથી ડ્રગ્સના 72 પેકેટ મળી આવ્યા છે.

ગુજરાત પોલીસના ઓપરેશન 

  • છેલ્લા 2 વર્ષમાં 30 પાકિસ્તાની 17 ઇરાની અને 2 અફઘાની અને 1 નાઇઝીરિયનની ધરપકડ
  • ડ્રગ્સ મામલે 485 કેસ કરીને 763 શખ્સોને ઝડપ્યા
  • અત્યાર સુધી 6 હજાર કરોડનું ડ્રગ્સ ગુજરાત પોલીસે પકડ્યુ
  • ડ્રગ્સ માફિયા પાસેથી 25 હજાર 699 કિલો ડ્રગ્સ જપ્ત કર્યુ
  • આ ડ્રગ્સની આંતર રાષ્ટ્રીય બજાર કિંમત આશરે 5 હજાર કરોડ 

ઓપરેશન નંબર 1 

  • લોકેશન ભારત-પાકિસ્તાન મરિન બોર્ડર 
  • ગુજરાત ATS અને કોસ્ટગાર્ડની સંયુક્ત કામગીરીથી ભારત-પાક. બોર્ડર પાસે 9 પાકિસ્તાનીઓને પકડ્યા
  • અલહજ નામની બોટમાંથી 280 કરોડની કિંમતનું 56 કિલો હેરોઇન જપ્ત કર્યુ

ઓપરેશન નંબર 2 

  • દ્વારકા જિલ્લા પોલીસની કામગીરી
  • મુંબઇનો સૌથી મોટો ડ્રગ્સ માફિયા ગુજરાતના સલાયા બંદરથી ઝડપાયો
  • મુંબઇમાં 20 વર્ષથી શાકભાજીની આડમાં ડ્રગ્સનો કરતો હતો કાળો કારોબાર
  • ડ્રગ્સ માફિયા સજ્જાદ સિંકદર પાકિસ્તાન અને દુબઇમાં ધરાવતો હતો કોન્ટેક્ટ 
  • સજ્જાદના બે સાગરિતો પાસેથી 63 કિલો હેરોઇન 137 કિલો ડ્રગ્સ કરાયું હતું જપ્ત 
  • આંતરરાષ્ટ્રીય બજારમાં આ ડ્રગ્સની કિંમત 315 કરોડથી વધુ 

ઓપરેશન નંબર 3 

  • ઓનલાઇન કારોબાર પર તરાપ
  • ગુજરાત પોલીસે ડ્રગ્સનું ઓનલાઇન વેચાણ કરતી વેબસાઇટોનો પર્દાફાશ કર્યો
  • ડાર્ક વેબનો ઉપયોગ કરી વિદેશમાંથી મગાવતા હતા ડ્રગ્સ 
  • પોલીસે વેબસાઇટના આધારે વેબસાઇટના 5 માલિકોની કરી ધરપકડ
  • આરોપીઓને ત્યાં સર્ચ કરતા 100 અલગ-અલગ જગ્યા પરથી 250 કિલો ડ્રગ્સ મળ્યું
  • ડાર્ક વેબસાઇટ મારફતે રોજનું 10 કરોડ કિંમતનું મગાવતા હતા ડ્રગ્સ 

ઓપરેશન નંબર 4

  • જખૌ બંદર પર ડ્રગ્સના રેકેટનો પર્દાફાશ 
  • ગુજરાત ATSએ જખૌ બંદરથી 35 કિમી દૂર 6 પાકિસ્તાની ઝડપ્યા
  • IMBL પાસે ATSએ ઓપરેશન કરી ને અલ હુસેન બોટમાંથી 6ને ઝડપ્યા
  • પાકિસ્તાની ડ્રગ્સ માફિયા હાજી હસન અને હાજી હાસમને ઝડપ્યા
  • બોટમાંથી 385 કરોડની કિંમતનું હેરોઇન જપ્ત કર્યુ

ઓપરેશન નંબર 5 

  • ઝીંઝુડામાં મોટી સફળતા 
  • ગુજરાત ATSએ મોરબીના ઝીંઝુડામાં કરી હતી કાર્યવાહી
  • ઝીંઝુડા ગામની દરગાહ પાસે રાખતા હતા ડ્રગ્સ 
  • સમસુદ્દીન હુસેનમિયાના ઘરમાં હતું પાકિસ્તાની ડ્રગ્સ
  • ATSએ 118 કિલો હેરોઇન સાથે 3 લોકોની કરી હતી ધરપકડ
  • 118 કિલો હેરોઇનની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત 593 કરોડ
  • મોરબી જામનગર અને દિલ્લીમાં ATSએ કર્યુ હતું સર્ચ 
  • સર્ચ દરમિયાન ATSએ 1 નાઇઝિરીયન સહિત 14 લોકોની કરી ધરપકડ

ઓપરેશન 6

  • પોરબંદરમાં ઓપરેશન
  • ગુજરાત પોલીસે પોરબંદરના દરિયામાં પાકિસ્તાની IMBL પાસે કર્યુ ઓપરેશન
  • ગુજરાત ATS અને કોસ્ટગાર્ડે 28 કલાક દરિયામાં કર્યુ સર્ચ
  • જુમ્મા નામની બોટમાંથી 150 કરોડની કિંમતનું 30 કિલો હેરોઇન જપ્ત 
  • સંયુક્ત સર્ચમાં 7 ઇરાની નાગરિકોની કરી ધરપકડ

ઓપરેશન 7 

  • રાજસ્થાનમાં ઓપરેશન
  • ગુજરાત ATSએ રાજસ્થાનમાં ચાલતા ડ્રગ્સ રેકેટનો કર્યો પર્દાફાશ
  • નુરાખાન અને કાયમખાન ડ્રગ્સ માફિયાને બાડમેરથી ઝડપી લીધા
  • ડ્રગ્સ માફિયા બાડમેરથી ગુજરાતમાં ડ્રગ્સની હેરાફેરી કરતા હતા
  • બાતમીને આધારે પોલીસે ખેપિયાઓને ગુજરાત બોર્ડર પરથી ઝડપ્યા
  • ખેપિયા પાસેથી 20 લાખ રોકડા અને 200 ગ્રામ મેફેડ્ર્રોન ડ્રગ્સ ઝડપ્યું

ઓપરેશન 8

  • પાડોશી દેશોનું ષડયંત્ર બેનકામ
  • પાકિસ્તાની-ઇરાની ડ્રગ્સ માફિયાઓને આંતરરાષ્ટ્રીય બોર્ડર પરથી ઝડપ્યા
  • ગુજરાત પોલીસે DRI સાથે મળીને પીપાવાવ પોર્ટ પર કરી હતી રેડ
  • પોર્ટ પર કન્ટેનરમાં સંતાડીને કરોડો રૂપિયાના ડ્રગ્સની કરાતી હતી હેરાફેરી
  • પોલીસે કન્ટેનરમાંથી 395 કિલો ડ્રગ્સ જપ્ત કર્યુ

ઓપરેશન 9

  • કંડલા પોર્ટ પરની કાર્યવાહી
  • અફઘાનિસ્તાનથી કંડલા પોર્ટ પર જિપ્સમની બોરીમાં હેરોઇન મોકલતા હતા
  • ATSની ટીમે 1439 કરોડની કિંમતનું 205 કિલો હેરોઇન જપ્ત કર્યુ
  • ATS અને DRIની સંયુક્ત કામગીરીથી ઓપરેશન સફળ રહ્યું 

ઓપરેશન 10 

  • પાકિસ્તાન મરીન લાઇન પર ઓપરેશન
  • અલ નોમાન નામની પાકિસ્તાની બોટમાં ડ્રગ્સની ખેપ મારતા ખેપિયા ઝડપાયા
  • પાકિસ્તાનના ગ્વાદર પોર્ટથી ભારતમાં ડ્રગ્સ ઘુસાડતા હતા
  • ગુજરાતના જખૌ પોર્ટ પર અલનોમાન બોટ આવે તે પહેલા ATSએ ઝડપી લીધી
  • ATSએ બોટમાં સવાર 7 ડ્રગ્સ માફિયાઓને 4 દિવસની જહેમત બાદ ઝડપ્યા 
  • બોટમાંથી 245 કરોડની કિંમતનું 49 કિલો ડ્રગ્સ ATSએ કર્યુ જપ્ત
     
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ