બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / Big statement of CR Patil regarding 2024 Lok Sabha elections

મિશન 2024 / '26એ 26 સીટ 5 લાખની લીડ સાથે....', 2024ની લોકસભા ચૂંટણીને લઇને CR પાટીલનું મોટું નિવેદન

Kishor

Last Updated: 04:56 PM, 6 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટમાં સી. આર. પાટીલે 5 લાખની વધુની લીડ સાથે લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની તમામ બેઠકો પર જીત મેળવીશું તેવો વિશ્વાસ રજૂ કર્યો હતો.

  • રાજકોટ સી આર પાટીલનું મોટું નિવેદન
  • 2024ની ચુંટણીને લઈ આપ્યું નિવેદન
  • 2024માં 26 બેઠકો પર ભાજપ જીતશે : પાટીલ  
  • 5 લાખની વધુની લીડ સાથે તમામ બેઠકો જીતશું-પાટીલ

દેશમાં લોકસભાની ચૂંટણીનો રણકાર ધીમે ધીમે સંભળાઈ રહ્યો છે. જેને લઇને રાજકીય ગતિવિધિઓ પણ તેજ બની રહી છે. જીતના દાવા સાથે તમામ પાર્ટીના કાર્યકરો આગેવાની મહેનતમાં લાગી ગયા છે. આવી સ્થિતિ વચ્ચે રાજકોટની મુલાકાતે આવેલા પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે મોટું નિવેદન આપ્યું હતું અને તેમણે લોકસભાની ચૂંટણીમાં વધુ એક વખત ભાજપનો વિજય વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

યુવાનો અને મહિલાઓને આપશે તક : પાટીલ
પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલ હાલ સૌરાષ્ટ્રની મુલાકાતે છે. તેઓએ મોરબી જિલ્લાના નાનીવાવડી ગામે ઝુલતા પુલ દુર્ઘટના મોતને ભેટેલા લોકોના મોક્ષાર્થે યોજાયેલ મોરારીબાપુની રામકથામાં હાજરી આપી હતી. વધુમાં રાજકોટમાં સી. આર. પાટીલની મુલાકાત દરમિયાન ભાજપના કાર્યકરોમાં જબરો ઉત્સાહ જોવા મળ્યો હતો. આ દરમિયાન પાટીલે 2024ની લોકસભા ચૂંટણીને લઇ  કહ્યું કે 2024માં ગુજરાતની તમામ 26 બેઠક ભાજપ જીતશે. તેમણે 5 લાખથી વધુની લીડ સાથે તમામ બેઠકો જીતીશું તેવો પણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. વધુમાં 26 બેઠકો પર યુવાનો અને મહિલાઓને તક અપાઇ તેવા પણ સંકેત આપ્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ