બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Big relief on first day of financial year: Commercial LPG cylinder price reduced

BIG NEWS / નાણાકીય વર્ષના પ્રથમ દિવસે મોટી રાહત: કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં કરાયો ઘટાડો, જાણો લેટેસ્ટ રેટ

Priyakant

Last Updated: 08:15 AM, 1 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એલપીજીના ભાવમાં રૂ. 91.5 સુધીનો ઘટાડો કરવામાં આવ્યો, આ વખતે કરવામાં આવેલી કપાતની આ મહત્તમ મર્યાદા

  • નાણાકીય વર્ષ 2024ના પહેલા દિવસે LPG સિલિન્ડરની કિંમતમાં ઘટાડો 
  • 1 એપ્રિલથી LPG સિલિન્ડરની કિંમતમાં 92 રૂપિયાનો ઘટાડો 
  • આ ફેરફાર માત્ર કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં કરવામાં આવ્યો

નાણાકીય વર્ષ 2024ના પહેલા દિવસે LPG સિલિન્ડરની કિંમતમાં 92 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. વાત જાણે એમ છે કે, આ ફેરફાર માત્ર કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં કરવામાં આવ્યો છે. ઘરોમાં વપરાતા 14.2 કિલોના ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. નોંધનીય છે કે, સરકારે માર્ચમાં કોમર્શિયલ રાંધણ ગેસના ભાવમાં 350 રૂપિયાનો વધારો કર્યો હતો અને હવે તેમાંથી 92 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં એલપીજીનું વજન 19 કિલો છે.

1 એપ્રિલે કોમર્શિયલ LPG ગેસ સિલિન્ડરની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો છે. આ ફેરફાર બાદ દેશની રાજધાની દિલ્હીમાં કોમર્શિયલ એલપીજી 2028 રૂપિયા, કોલકાતામાં 2132 રૂપિયા, મુંબઈમાં 1980 રૂપિયા અને ચેન્નાઈમાં 2192.50 રૂપિયા થઈ ગઈ છે. આ સાથે ઘરેલુ ગેસના ભાવ અગાઉના મહિનાની જેમ જ યથાવત છે. સ્થાનિક ગેસ દિલ્હીમાં રૂ.1103, મુંબઇમાં રૂ.1112.5, કોલકાતામાં રૂ.1129 અને ચેન્નાઇમાં રૂ.1118.5ના ભાવે વેચાઇ રહ્યો છે. સ્થાનિક ગેસ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે એલપીજીના ભાવની સમીક્ષા કરે છે. ગયા મહિને ઘરેલુ એલપીજીના ભાવમાં પણ 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.

જાણો ક્યાં અને કેટલી કિંમતોમાં ઘટાડો ? 
કોમર્શિયલ એલપીજીના ભાવમાં રૂ. 91.5 સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ વખતે કરવામાં આવેલી કપાતની આ મહત્તમ મર્યાદા છે. આ ભાવ ઘટાડો દિલ્હી અને મુંબઈમાં લાગુ છે. આ સાથે  કોલકાતામાં એલપીજી સિલિન્ડરની કિંમતમાં 89.50 રૂપિયા અને ચેન્નાઈમાં 75.5 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે.

LPGની કિંમત કઈ રીતે નક્કી કરવામાં આવે છે ? 
એલપીજીની કિંમતની દર મહિને સમીક્ષા કરવામાં આવે છે. તેની સમીક્ષામાં કેટલીક બાબતોનું ધ્યાન રાખવામાં આવે છે અને તેના આધારે ગેસના ભાવમાં વધારો અથવા ઘટાડો કરવામાં આવે છે. રાંધણ ગેસની કિંમત ઈમ્પોર્ટ પેરિટી પ્રાઈસ (IPP) ના ફોર્મ્યુલા દ્વારા નક્કી કરવામાં આવે છે. ભારતમાં રાંધણ ગેસ મોટાભાગે આયાત પર નિર્ભર છે તેથી આંતરરાષ્ટ્રીય ગેસના ભાવની મોટી અસર તેમાં જોવા મળે છે. રાંધણ ગેસનો કાચો માલ કાચા તેલ છે, તેથી કાચા તેલની કિંમત પર પણ તેની મોટી અસર પડે છે. ભારતમાં બેન્ચમાર્ક LPG કિંમત સાઉદી અરામકોની LPG કિંમત છે. ગેસની કિંમતમાં FOB, નૂર, વીમો, કસ્ટમ ડ્યુટી અને પોર્ટ ડ્યુટીનો સમાવેશ થાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ