બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Big news regarding Junior Clerk Exam, call letter can be downloaded from this date

BIG NEWS / જુનિયર કલાર્ક પરીક્ષાને લઈને મોટા સમાચાર, આ તારીખથી ડાઉનલોડ કરી શકાશે કોલ લેટર

Priyakant

Last Updated: 02:20 PM, 30 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પંચાયત સેવા પસંદગી બોર્ડના ઈન્ચાર્જ અધ્યક્ષ હસમુખ પટેલે ટ્વિટ કરીને મોટી માહિતી આપતા કહ્યું કે, આ તારીખથી ઉમેદવારો ડાઉનલોડ કરી શકશે કોલ લેટર

  • જુનિયર કલાર્ક પરીક્ષાને લઈને મોટા સમાચાર
  • પંચાયત સેવા પસંદગી બોર્ડના ઈન્ચાર્જ અધ્યક્ષ હસમુખ પટેલનું ટ્વીટ 
  • આવતીકાલથી ઉમેદવારો ડાઉનલોડ કરી શકશે કોલ લેટર

જુનિયર કલાર્ક પરીક્ષાને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, પંચાયત સેવા પસંદગી બોર્ડના ઈન્ચાર્જ અધ્યક્ષ હસમુખ પટેલે ટ્વિટ કરીને એક મોટી માહિતી આપી છે. જે મુજબ હવે આવતીકાલથી એટલે કે 31-03-2023થી જુનિયર કલાર્ક પરીક્ષા માટે ઉમેદવારો કોલલેટર ડાઉનલોડ કરી શકશે. 

ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડના ઈન્ચાર્જ અધ્યક્ષ હસમુખ પટેલને જુનિયર ક્લાર્કની પરીક્ષા લેવાની જવાબદારી સોપાઈ છે. તેવાં અગાઉ પરીક્ષાની તારીખ જાહેર થયા બાદ હવે કોલલેટરને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. મહત્વનું છે કે આગામી 9 એપ્રિલે યોજાનાર જુનિયર ક્લાર્કની પરીક્ષાના કોલલેટર આવતીકાલથી ડાઉનલોડ કરી શકાશે. નોંધનીય છે કે, 1 હજાર 181 જગ્યા માટે આ પરીક્ષા યોજાઈ રહી છે.  

મહત્વનું છે કે, અગાઉ હસમુખ પટેલે VTV સાથે ખાસ વાતચીતમા જણાવ્યું હતુ કે ,એપ્રિલમાં પરિક્ષા આવે તેવી તૈયારી આ ત્રણ મુદા પર વિઘાર્થીઓના હિતમાં ધ્યાન કેન્દ્રીત કરીશુ. સૌ પ્રથમ તો પેપરલીક ન થાય તેનુ ખાસ ધ્યાન રાખવામાં આવશે, બીજુ પરિક્ષામાં અંદર ચોરી ડામવા પર ફોકસ રાખવામાં આવશે અને ખાસ કરીને પરિક્ષા પછી પારદર્શક રીતે પરિણામ આપવાનો પુરો પ્રયાસ કરવામા આવશે. આ સાથે ધ્યાન રાખવામા આવશે કે, જે પરિક્ષા આપતા વિધાર્થીઓ છે તેની સાથે યોગ્ય કોમ્યુનિકેશન જળવાઇ રહે, જેમાં તેને સતત યોગ્ય અપડેટ અને માર્ગદર્શન મળતુ રહે તે મુજબ પ્રયાસ કરવામાં આવશે. 

પેપર પ્રિન્ટ ક્યાં કરવામા આવશે? 
આ સાથે તેમણે જણાવ્યું કે, પેપર પ્રિન્ટ ક્યાં કરવામા આવશે ? તે એક દમ ગોપનિય રાખવામા આવશે. આ સાથે કહ્યું કે, એપ્રિલ મહિનામાં પરિક્ષા યોજવાની તૈયારી છે. વિઘાર્થીઓ મહેનત કરવા લાગે બનેલી કમનસીબ ઘટનાનો ફાયદો લઇ વિઘાર્થીને સમય મળ્યો તો ડબલ મહેનત કરે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ