બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / big fall in rate of gold in festive season

ચમક ઘટી / 4000 રુપિયા કરતા પણ વધારે સસ્તું થયુ સોનું, તહેવારોમાં ખરીદવાનું ચૂકતા નહીં, જાણો લેટેસ્ટ ભાવ

Hiralal

Last Updated: 04:05 PM, 20 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તહેવારોમાં સોના અને ચાંદીમાં વધારા અને ઘટાડાનો ટ્રેન્ડ ચાલુ રહેવા પામ્યો છે. ગુરુવારે 10 ગ્રામ સોનું 50,250ના ભાવે વેચાયું હતું.

  • તહેવારોમાં સોના-ચાંદીમા વધારા-ઘટાડાનો ટ્રેન્ડ ચાલુ
  • ગુરુવારે સોનાના ભાવ થયા 50,250 રુપિયા
  • એપ્રિલમાં સોનાનો ભાવ હતો 54,380 રુપિયા
  • આ રીતે ભાવમાં આવ્યો 4000 રુપિયાનો ઘટાડો 

એપ્રિલ 2022થી 20 ઓક્ટોબર 2022 સુધી સોનાના ભાવમાં 4000 રુપિયાનો ઘટાડો આવ્યો છે. જો તમે બી સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ સમય શ્રેષ્ઠ હોઈ શકે છે. દેશમાં સોનું લગભગ 4000 રૂપિયા સસ્તું થયું છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જવેલર્સ એસોસિએશન (આઇબીજેએ) દ્વારા પ્રકાશિત દરો અનુસાર, ગુરુવારે 24 કેરેટ સોનાની કિંમત 50,250 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે, જ્યારે પીળી કિંમતી ધાતુ આ વર્ષે 18 એપ્રિલે 54,380 રૂપિયા પ્રતિ દસ ગ્રામની ઊંચી સપાટીએ હતી. આ રીતે તેમાં 4130 રૂપિયાનો ઘટાડો થયો છે. 

5 મહિનામાં 4000 રુપિયાનો ઘટાડો

સોનાનો 4000 રુપિયાનો ઘટાડો કંઈ એક દિવસમાં નથી થયો, એપ્રિલથી ઓક્ટોબર 2022 સુધીના સમયગાળા દરમિયાન સોનાના ભાવમાં 4000 રુપિયાથી વધુનો ભાવ ઘટાડો નોંધાયો છે. 

કેટલા કેરેટનો કેટલો ભાવ 
આજે 22 કેરેટ સોનાની કિંમત 49,040 રૂપિયા પ્રતિ 10 ગ્રામ, 20 કેરેટ સોનાની કિંમત 44,720 રૂપિયા, 18 કેરેટ સોનાની કિંમત 40,700 રૂપિયા અને 14 કેરેટ સોનાની કિંમત 32,410 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

54000 રુપિયાથી ઘટીને 50,000 રુપિયાની રેન્જમાં આવ્યું સોનું 
ઉલ્લેખનીય છે કે ચાલુ વર્ષની શરુઆતમાં સોનાનો ભાવ 54000 રુપિયાની આસપાસ હતો જે પાંચ મહિનાના સમયગાળા બાદ ઘટીને 50,000ની અંદર આવ્યો છે. તહેવારોની સિઝનમાં હજુ પણ સોનાના ભાવમાં વધારા કે ઘટાડાનો ટ્રેન્ડ ચાલુ રહેશે. 
એમસીએક્સ પર આજે સવારે સોનાનો વાયદો 0.25 ટકાના ઘટાડા સાથે 50,074 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર કારોબાર કરી રહ્યો છે. પાછલા સત્રમાં તે 0.4 ટકાના ઘટાડા સાથે 50,212 રૂપિયા પર બંધ રહ્યો હતો. આ દરમિયાન ચાંદીનો વાયદો 0.64 ટકાના ઘટાડા સાથે 55,657 રૂપિયા પ્રતિ કિલોના સ્તર પર કારોબાર કરી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદી 0.4 ટકા ઘટીને 18.36 ડોલર પ્રતિ ઔંસ, પ્લેટિનમ 0.6 ટકા ઘટીને 878.52 ડોલર અને પેલેડિયમ 0.6 ટકા ઘટીને 1,988.78 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી ગયું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ