બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ભાવનગર / Bhavnagar's Bipin Trivedi came in big news

ખુલાસો / યુવરાજસિંહ પર આક્ષેપ કરનાર બિપિન ત્રિવેદી એક સપ્તાહથી પોલીસની રડારમાં! હાલમાં છે ભાવનગરની સરકારી શાળામાં શિક્ષક

Malay

Last Updated: 02:10 PM, 16 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Bhavnagar Dummy kand: યુવા નેતા યુવરાજસિંહ જાડેજા પર સનસનીખેજ આરોપ લગાવનાર બિપિન ત્રિવેદી છેલ્લા એક સપ્તાહથી પોલીસની રડારમાં છે, પોલીસે બિપીન ત્રિવેદીના પરિવારની પણ પૂછપરછ કરી હોવાનો સૂત્રોએ દાવો કર્યો છે.

 

  • VTV પાસે સૂત્રોના માધ્યમથી મોટા સમાચાર
  • બિપિન ત્રિવેદી ભાવનગરની સરકારી શાળામાં છે શિક્ષક 
  • બિપિન ત્રિવેદી અને યુવરાજસિંહ વર્ષ 2018થી છે મિત્રો

વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા સામે ગંભીર આક્ષેપો કરનાર ભાવનગરના બિપિન ત્રિવેદીને લઈને મોટા સામાચાર સામે આવ્યા છે.  સૂત્રોના જણાવ્યા અનુસાર, બિપિન ત્રિવેદી છેલ્લા એક સપ્તાહથી પોલીસની રડારમાં છે. પોલીસે બિપિન ત્રિવેદીના પરિવારની પણ પૂછપરછ કરી હોવાનો સૂત્રોએ દાવો કર્યો છે. 

બિપિન ત્રિવેદીએ યુવરાજસિંહ પર કર્યા હતા આક્ષેપ
સૂત્રોના જણાવ્યા મુજબ, વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા પર આક્ષેપ કરનાર બિપિન ત્રિવેદીના પરિવારની ગઈકાલે પણ પોલીસે પૂછપરછ કરી હતી.બિપીન ત્રિવેદી ભાવનગરની સરકારી શાળામાં શિક્ષક છે. છેલ્લા એક સપ્તાહથી બિપિન સ્કૂલે ન આવતો હોવાનો ટેલિફોનીક વાતચીતમાં પ્રિન્સિપાલે જવાબ આપ્યો છે. તપાસમાં આવું પણ સામે આવ્યં છએ કે, સરકારી શિક્ષક હોવા છતા બિપિન ખાનગી કોચિંગ સેન્ટરમાં લેક્ચર આપતો હતો. બિપિન ત્રિવેદી અને યુવરાજસિંહ વર્ષ 2018થી મિત્રો છે. ગઈકાલે બિપિન ત્રિવેદીએ યુવરાજસિંહ પર આક્ષેપ કર્યા હતા. બિપિન ત્રિવેદીએ જણાવ્યું હતું કે, ડમી કાંડમાં નામ છુપાવવા માટે યુવરાજસિંહે કરોડો રૂપિયા લીધા છે.

55 લાખમાં થઈ હતી ડીલઃ બિપિન ત્રિવેદી
એક ડીલ અંગે બિપિન ત્રિવેદીએ જણાવ્યું હતું કે, 'પ્રદીપ નામના વ્યક્તિએ મને જણાવ્યું હતું કે યુવરાજસિંહ વારંવાર મારું નામ લે છે, જેના કારણે પોલીસ મારા ઘરે આવે છે. જેથી તમે વાત કરો. આ અંગે મેં યુવરાજસિંહને વાત કરી હતી. જે બાદ મેં પ્રદીપ અને ઘનશ્યામ ભાઈ, શિવુભા અને યુવરાજ સિંહે એક મીટિગ કરી હતી. જે બાદ મારે 2 વાગ્યે લેક્ચર હોવાથી હું ત્યાંથી નીકળી ગયો હતો. લેક્ચર પૂરો થયા પછી મને જાણવા મળ્યું કે આ ડીલ 55 લાખમાં થઈ હતી. આ પેમેન્ટ આપવા માટે ઘનશ્યામભાઈ જુદા-જુદા ત્રણ તબક્કામાં ગયા. આ વખતે હું સાથે નહોતો. આમાં હું ક્યાંય સામેલ નહોતો. મેં ઘનશ્યામ ભાઈને કીધું કે આમાં મને ક્યાંય સામેલ કરતા નહીં, આ બધું લાંબુ ચાલે. યુવરાજસિંહના બે સાળા પણ આ ડીલમાં સામેલ હતા. શિવુભા, કાનભા નામના યુવરાજસિંહના 2 સાળા આ ડીલમાં સામેલ હતા.' 

ત્રણ હપ્તામાં આપવામાં આવ્યા હતા રૂપિયાઃ બિપિન ત્રિવેદી
પ્રદીપ બારૈયા નામના આરોપીનું નામ સામે આવવાનું હતું. પરંતુ ઘનશ્યામ, બિપિન, પ્રદીપ, શિવુભા, કાનભા અને યુવરાજસિંહની બેઠક થઈ હતી છે અને ડીલ 55 લાખમાં થઈ હતી. આ 55 લાખ રૂપિયાની ડીલમાં 30 લાખ, 20 લાખ અને 5 લાખ રૂપિયા ત્રણ હપ્તામાં આપવામાં આવ્યા હતા. 

યુવરાજસિંહે તમામ આરોપોને ગણાવ્યા હતા પાયાવિહોણા
જોકે, યુવરાજસિંહ જાડેજાએ તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા. યુવરાજ સિંહે VTV સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મુલાકાત તમામ સાથે થઈ છે. હું એવું નથી કહેતો કે હું બિપિનભાઈને ઓળખતો નથી. હું બિપિનભાઈને ઓળખું પણ છું. બિપિનભાઈની સાથે પણ મુલાકાત થઈ છે. જે તમે નામ આપ્યા તેમની સાથે પણ મુલાકાત થઈ છે. પરંતુ મુલાકાતનો મતલબ એ નથી કે કોઈ જગ્યાએ લેતી દેતી થઈ છે. તેમણે જણાવ્યું હતું કે, તેનો મુખ્ય વિસ્તાર છે દેવગડા અને જે આખુ પ્રકરણ સામે આવ્યું છે તે દેવગડાથી સામે આવ્યું છે. એટલે જોવા જઈએ કે આમાં એના સમાજના વ્યક્તિઓના નામ આવ્યા. એટલે અમુક વાતને મેન્યુપ્યુલેટ કરવા માટે, અમુક વાતને ડાયવર્ટ કરવા માટે આ ષડયંત્રો ચાલી રહ્યા છે. 

'મેં કોઈ પાસેથી રૂપિયાની લેતીદેતી નથી કરી' 
યુવરાજસિંહે જણાવ્યું હતું કે, જ્યારે હું આમના ગામમાંથી આ માહિતી લઈને આવ્યો, ત્યારે આ તમામે આ વાતને દબાવવા માટે પૈસાની ઓફર પણ કરી હતી. સમાજિક આગેવાનો પણ મને આવીને મળ્યા છે. એજન્ટો પણ મને આવીને મળ્યા છે.  આ તમામે 40 લાખથી લઈને અઢી કરોડ રૂપિયા સુધીની ઓફર કરેલી છે. તેઓએ આ મુદ્દો બહાર ન લાવવા બદલ અઢી કરોડ રૂપિયા આપવાની ઓફર કરી હતી. છતાં હું આ મુદ્દાને લોકોની સમક્ષ લાવ્યો, હવે આ લોકો કોઈપણ રીતે યુવરાજસિંહને બદનામ કરવા માંગે છે. આમાં બે ષડયંત્ર છે એક સામાજિક ષડયંત્ર અને બીજું છે રાજકીય ષડયંત્ર. આ વાતને ભટકાવવાનો પ્રયાસ છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ