બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / ગુજરાત / ભાવનગર / bhavnagar talaja mahuva farmer complete Methla dam

ભાવનગર / ખેડૂતોએ જાતમહેનતે બનાવેલા મેથળા બંધારામાં નવા નીરની આવક શરૂ

Hiren

Last Updated: 10:18 PM, 9 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાવનગરના તળાજાના મેથળા બંધારામાં નવા નીરની આવક શરૂ થઇ છે. સારા વરસાદના કારણે મેથળા બંધારામાં પાણી આવ્યું છે. ખેડૂતોએ પોતાની મહેનતે મેથળા બંધારો બનાવ્યો હતો.

દરિયાના પાણીને અટકાવવા માટે ખેડૂતોએ જાત મહેનતે બંધારો બનાવ્યો હતો. આ બંધારાનું વરસાદી પાણી વહી જતુ અટકાવી શકાય તે પ્રમાણે નિર્માણ કરાયું હતું. ત્યારે મેથળા બંધારામાં પાણી સંગ્રહ થતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી છે.

ભાવનગર જિલ્લાના મેથળા બંધારો બનાવવા વર્ષોથી સરકાર લોલીપોપ આપતી હતી. પરંતુ ના છુટકે લોકોએ હાથોહાથ નિર્માણ કામ શરૂ કર્યું હતું. ગતવર્ષે 6 એપ્રિલ 2018એ મેથળા બંધારો બાંધવાનું કામ 15 ગામના 10 હજારથી વધુ લોકોએ હાથોહાથ મેળવીને કામ કર્યું હતું. 

મહત્વનું છે કે, પ્રથમ વખત મેથળા બંધારો બન્યા ત્યારબાદ પાણી આવતા ગાબડુ પડ્યું હતું. ખેડૂતોએ હાર ન માનતા ફરીથી મેથળા બંધારો બાંધવાનું કામ શરૂ કર્યું હતું. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે બગડ નદીમાં અને નાળાઓમાં ઘોડાપુર આવતા મેથાળા બંધારામાં ગાબડુ પડી ગયું હતું. તેથી ગાબડાને પુરવા ખેડૂતોએ બોરીનો બંધ કરીને બંધારો બાંધ્યો હતો. 

ભાવનગર જિલ્લામાં ઓછા વરસાદને કારણે દુષ્કાળ જેવી પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો હતો. જ્યારે બીજી બાજુ ભાવનગરને 125 કિલોમીટર લાંબા દરિયાકિનારાને કારણે કાંઠાના વિસ્તારોમાં ખારા પાણીની સમસ્યાના કારણે ખેતી અને જનજીવનને માઠી અસર પડતી હતી. ત્યારે હવે આ મેથળા બંધારામાં નવા નીરની આવક શરૂ થઇ છે. તેથી ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ