બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ભાવનગર / Bhavnagar police registered a case against Dyarthi leader Yuvraj Singh and arrested him

ડમીકાંડની તપાસ / BIG BREAKING: વિદ્યાર્થી નેતા યુવરાજસિંહની ધરપકડ, કથિત તોડકાંડ મામલે ભાવનગર પોલીસની કાર્યવાહી, જાણો મામલો

Dinesh

Last Updated: 09:25 PM, 21 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ વિરૂદ્ધ ભાવનગર પોલીસે ગુનો દાખલ કરી ધરપકડ કરી છે, આવતીકાલે યુવરાજસિંહને કોર્ટમાં રજૂ કરાશે

  • યુવરાજસિંહ વિરુદ્ધ ભાવનગર ખાતે ગુનો દાખલ કરાયો
  • ગુનો દાખલ થતાની સાથે યુવરાજસિંહની ધરપકડ કરાઈ
  • આવતીકાલે યુવરાજસિંહને કોર્ટમાં રજૂ કરાશે

ભાવનગરમાં કથીત તોડકાંડ મામલે યુવરાજસિંહ વિરુદ્ધ ભાવનગર પોલીસે ગુનો દાખલ કરી ધરપકડ કરી છે અને આવતીકાલે યુવરાજસિંહને કોર્ટમાં રજૂ કરાશે. મળતી વિગતો મુજબ વીડિયો, ચેટના સ્ક્રીન શોટના પૂરાવાને આધારે કાર્યવાહી થઈ છે. અત્રે તમને જણાવી દઈએ કે, ભાવનગર એસઓજીએ યુવરાજસિંહને બે વખતે સમન્સ પાઠવ્યું હતું ત્યારે આજ રોજ ભાવનગર પોલીસ સ્ટેશને પહોંચ્યાં હતાં જ્યાં તેમની લાંબી પૂછપરછ બાદ ધરપકડ કરાઈ છે. પાપ્ત વિગતો મુજબ 386 અને 388 તેમજ 120 બી - મદદગારી હેઠળ યુવરાજસિંહ સામે નિલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે જે કલમોમાં 10 વર્ષથી વધુ સજાની જોગવાઈ છે.

રેન્જ આઈજી ગૌતમ પરમારનું નિવેદન
રેન્જ આઈજી ગૌતમ પરમારે જણાવ્યું કે, યુવરાજસિંહએ તેમના પર આક્ષેપો મામલે ગોળ ગોળ જવાબ આપ્યા છે. તેમણે કહ્યું કે, યુવરાજસિંહ સામે 386, 388, 120B મુજબનો ગુનો નોંધ્યો છે, ગત 25મી માર્ચની આસપાસના રોજ ઋષિ બારૈયા નામના એક ડમી વિદ્યાર્થીનો વીડિયો આપ્યો, ઘનશ્યામ લાંધવા, યુવરાજસિહે અને તેમના સાગરીતોને વિદ્યાર્થીના પરીવારને પ્રેશરમાં રાખ્યા હતા તેમજ PKએ સંબધિઓ પાસેથી રૂપિયા લઈ યુવરાજસિંહના સાગરીત ઘનશાયમ લાંધવાને 45 લાખ રૂપિયા આપ્યા છે, પ્રકાશ દવેનું નામ ડમીકાંડમાં ન લીધું હતું

તેમણે કહ્યું કે, અન્ય એક આરોપી પ્રદીપ બારૈયાએ નોકરી બચાવવા ઘનશાયમ લાંધવાને યુવરાજસિંહ સાથે મીટિંગ કરવાનું કહ્યું, બેઠકમાં યુવરાજસિંહે ડાયરી બતાવી તો પ્રદીપ બારૈયાએ કહ્યું પતાવી દો હું 10 લાખ આપીશ, પણ યુવરાજસિહે 60 લાખની માંગણી કરી, છેલ્લે પ્રદિપ રડવા લાગતા છેલ્લે 55 લાખ રૂપિયામાં ડીલ ફાઇનલ થઈ હતી.

ભાવનગર રેન્જ IGP ગૌતમ પરમાર જણાવ્યું કે, પ્રદીપ બારૈયાએ 31 માર્ચે 25 લાખ રૂપિયા આપ્યા, પછી 17 લાખ, 4 એપ્રિલે રાત્રિના દસ વાગ્યે 13 લાખ રૂપિયા આપ્યા, આ રૂપિયા ધનશ્યામે યુવરાજસિંહને આપેલા, તેનું નામ પણ યુવરાજસિંહે ડમીકાંડ ન લીધું.

ગૌતમ પરમારે કહ્યું કે, યુવરાજસિંહ ગોળગોળ જવાબ આપી રહ્યા છે, યુવરાજસિંહ અને તેમના સાગરીતો સામે ફરિયાદ નોંધી ધરપકડ કરવામાં આવી છે

પૂછપરછ પહેલા યુવરાજસિંહએ કર્યા હતા આક્ષેપ
વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ આજે ભાવનગર SOG સમક્ષ હાજર થયા હતા જે બાદ તેમની લાંબી પૂછપરછ ચાલી હતી. જોકે આજે પોલીસ સમક્ષ હાજર થતાં પહેલા યુવરાજસિંહે પત્રકાર પરિષદ કરી હતી. જેમાં તેમણે અનેક આક્ષેપો લગાવ્યા હતાં. યુવરાજસિંહે કહ્યું કે, સત્ય દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. મે નામ આપ્યા છે એની તપાસ નથી થઈ રહી. આ સાથે તેમણે કહ્યું કે, મેં 4 નામ આપ્યા હતા જેમાંથી એક નામ સામે તપાસ નથી થઈ. 

શું છે સમગ્ર મામલો
ભાવનગર ડમીકાંડમાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા સામે ગંભીર આરોપ લાગ્યા હતા. ડમી કાંડમાં નામ છુપાવવા માટે પૈસા લીધા હોવાનો યુવરાજસિંહ પર આરોપ લાગ્યો છે. બિપિન ત્રિવેદી નામના વ્યક્તિએ યુવરાજસિંહ પર આરોપ લગાવ્યો હતા ત્યાર બાદ  યુવરાજસિંહ જાડેજાએ તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. બિપિન ત્રિવેદીએ જણાવ્યું છે કે, નામ ન લેવા માટે યુવરાજસિંહે કરોડો રૂપિયા લીધા છે.

'મુલાકાતનો મતલબ એ નથી કે કોઈ જગ્યાએ લેતી દેતી થઈ'
અગાઉ યુવરાજ સિંહે VTV સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મુલાકાત તમામ સાથે થઈ છે. હું એવું નથી કહેતો કે હું બિપિનભાઈને ઓળખતો નથી. હું બિપિનભાઈને ઓળખું પણ છું અને તેમની સાથે પણ મુલાકાત થઈ છે. પરંતુ મુલાકાતનો મતલબ એ નથી કે કોઈ જગ્યાએ લેતી દેતી થઈ છે. 

બિપિન ત્રિવેદીના આક્ષેપ
એક ડીલ અંગે બિપિન ત્રિવેદીએ જણાવ્યું હતું કે, 'પ્રદીપ નામના વ્યક્તિએ મને જણાવ્યું હતું કે યુવરાજસિંહ વારંવાર મારું નામ લે છે, જેના કારણે પોલીસ મારા ઘરે આવે છે. જેથી તમે વાત કરો. આ અંગે મેં યુવરાજસિંહને વાત કરી હતી. જે બાદ મેં પ્રદીપ અને ઘનશ્યામ ભાઈ, શિવુભા અને યુવરાજ સિંહે એક મીટિગ કરી હતી. જે બાદ મારે 2 વાગ્યે લેક્ચર હોવાથી હું ત્યાંથી નીકળી ગયો હતો. લેક્ચર પૂરો થયા પછી મને જાણવા મળ્યું કે આ ડીલ 55 લાખમાં થઈ હતી. આ પેમેન્ટ આપવા માટે ઘનશ્યામભાઈ જુદા-જુદા ત્રણ તબક્કામાં ગયા. આ વખતે હું સાથે નહોતો. આમાં હું ક્યાંય સામેલ નહોતો. મેં ઘનશ્યામ ભાઈને કીધું કે આમાં મને ક્યાંય સામેલ કરતા નહીં, આ બધું લાંબુ ચાલે. યુવરાજસિંહના બે સાળા પણ આ ડીલમાં સામેલ હતા. શિવુભા, કાનભા નામના યુવરાજસિંહના 2 સાળા આ ડીલમાં સામેલ હતા. 

55 લાખમાં થઈ હતી ડીલઃ બિપિન ત્રિવેદી
એક ડીલ અંગે બિપિન ત્રિવેદીએ વીડિયોમાં જણાવ્યું હતું કે, 'પ્રદીપ નામના વ્યક્તિએ મને જણાવ્યું હતું કે યુવરાજસિંહ વારંવાર મારું નામ લે છે, જેના કારણે પોલીસ મારા ઘરે આવે છે. જેથી તમે વાત કરો. આ અંગે મેં યુવરાજસિંહને વાત કરી હતી. જે બાદ મેં પ્રદીપ અને ઘનશ્યામ ભાઈ, શિવુભા અને યુવરાજ સિંહે એક મીટિગ કરી હતી. જે બાદ મારે 2 વાગ્યે લેક્ચર હોવાથી હું ત્યાંથી નીકળી ગયો હતો. લેક્ચર પૂરો થયા પછી મને જાણવા મળ્યું કે આ ડીલ 55 લાખમાં થઈ હતી. આ પેમેન્ટ આપવા માટે ઘનશ્યામભાઈ જુદા-જુદા ત્રણ તબક્કામાં ગયા. આ વખતે હું સાથે નહોતો. આમાં હું ક્યાંય સામેલ નહોતો. મેં ઘનશ્યામ ભાઈને કીધું કે આમાં મને ક્યાંય સામેલ કરતા નહીં, આ બધું લાંબુ ચાલે. યુવરાજસિંહના બે સાળા પણ આ ડીલમાં સામેલ હતા. શિવુભા, કાનભા નામના યુવરાજસિંહના 2 સાળા આ ડીલમાં સામેલ હતા. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ