બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ભાવનગર / Bhavnagar police registered a case against 36 accused in the dummy candidate scam and took action

પેપર નહીં માણસો ફૂટ્યા / 11 વર્ષથી ડમી વિદ્યાર્થીઓ ગુજરાતની પરીક્ષાઓ આપતા, 10 લાખમાં સોદો, એક જ જ્ઞાતિના લોકોને નોકરી આપવા પ્રયાસ

Malay

Last Updated: 01:01 PM, 15 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ડમી ઉમેદવારના કૌભાંડમાં પોલીસે 36 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે. ભાવનગર પોલીસે 36માંથી 4 આરોપીઓની ધરપકડ કરી છે.

 

  • ડમી ઉમેદવારના કેસમાં પોલીસની કાર્યવાહી
  • 36 ડમી ઉમેદવારના નામ જાહેર
  • પોલીસે 3 આરોપીઓની કરી ધરપકડ

વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ ગાંધીનગર ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી સ્પર્ધાત્મક પરીક્ષા અને બોર્ડ, યુનિવર્સિટીની પરીક્ષામાં ડમી વિદ્યાર્થીઓને લઈને મોટા ધડાકાઓ કર્યા હતા. યુવરાજ સિંહે પરીક્ષાઓમાં ડમી પરીક્ષાર્થી દ્વારા ચાલતા કૌભાંડનો ખુલાસો કર્યો હતો. તેમણે ડમી ઉમેદવારની યાદી પણ જાહેર કરી હતી. જે બાદ હવે ડમી ઉમેદવારે પરીક્ષા આપવાના કેસમાં ભાવનગર પોલીસે કાર્યવાહી કરી છે. પોલીસે 36 આરોપી વિરુદ્ધ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે. ભાવનગર પોલીસે 36માંથી 4 લોકોની કરી ધરપકડ છે. 

ચોક્કસ જ્ઞાતિના લોકોને સરકારી નોકરી અપાવવાનો પ્રયાસ
તપાસમાં 36 આરોપીમાંથી 33 આરોપી ભાવનગર જિલ્લાના વતની હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત ભાવનગરના મિલન બારૈયાએ ડમી વિદ્યાર્થી બનીને 2 વખત પરીક્ષા આપી હોવાનું પણ સામે આવ્યું છે. સાથે જ ડમી ઉમેદવારો મોટાભાગના એક જ જ્ઞાતિના હોવાનું પણ સામે આવ્યું છે. તપાસમાં સામે આવ્યું છે કે, ડમી ઉમેદવારોએ ચોક્કસ જ્ઞાતિના લોકોને સરકારી નોકરી અપાવવા પ્રયાસ કર્યો હતો.  ડમી ઉમેદવારના કૌભાંડમાં 70થી વધુ લોકોની સંડોવણી હોવાની પોલીસને આશંકા છે.

Big action of Bhavnagar police in case of dummy candidate

10 લાખમાં થતો હતો સોદો
છેલ્લા 11 વર્ષથી ડમી ઉમેદવારો પરીક્ષા હતા. ભાવનગરમાં ડમી ઉમેદવારોમાં મુખ્ય 3 સૂત્રધાર છે. શરદ પનોત, પી.કે દવે, બલદેવ રાઠોડ મુખ્ય આરોપી  છે. આ ત્રણેય આરોપી ભરતી પરીક્ષામાં કૌભાંડ આચરતા હતા. તેઓ આરોપી ઉમેદવાર પાસેથી 10 લાખ સુધીના રૂપિયા લેતા હતા. શરદ પનોત અને પી.કે દવે ઉમેદવારો પાસેથી એડવાન્સમાં 50 હજાર રૂપિયા લેતા હતા. જેમાંથી પરીક્ષા પાસ કરાનારા ડમી ઉમેદવારને 25 હજાર રૂપિયા આપવામાં આવતા હતા. ઉમેદવારો પાસેથી મોટી રકમ લઈ આરોપી ડમી ઉમેદવારો પાસે પરીક્ષા અપાવતા હતા.

ડમી વિદ્યાર્થીઓ સહિત મુખ્ય સૂત્રધારની શોધખોળ શરૂ
આ ત્રણેય હોલ ટિકિટ અને આધારકાર્ડના ફોટા સાથે ચેડા કરીને ડમી ઉમેદવાર પાસે પરીક્ષા અપાવતા હતા. પોલીસે ડમીકાંડમાં 36 આરોપીના નામો જાહેર કર્યા છે. આરોપીઓના નામ જાહેર કરી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. મુખ્ય સુત્રધાર સહિત અનેક ડમી ઉમેદવારની શોધખોળ શરૂ કરવામાં આવી છે. મુખ્ય સૂત્રધાર સહિત કેટલાય ડમી વિદ્યાર્થીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે.

ભાવનગર ડમી કાંડ
1.    શરદ ભાનુશંકરભાઈ પનોત, દિહોર , તળાજા
2.    પ્રકાશ ઉર્ફે પી.કે કરશનભાઈ દવે, પીપરલા, તળાજા
3.    બળદેવ રમેશભાઈ રાઠોડ, દિહોર, તળાજા
4.    મિલન ઘુઘાભાઈ બારૈયા, સરતાનપુર, તળાજા
5.    પ્રદીપ નંદલાલ બારૈયા, મુળ દેવગાણા, સિહોર
6.    શરદના કહેવાથી પરીક્ષા આપનાર શખ્સ
7.    મિલન ઘુઘાભાઈએ આપેલ ડમી વિદ્યાર્થી
8.    કવિત એન રાવ, ભાવનગર 
9.    ભાવેશ રમેશભાઈ જેઠવા, પીપરલા, તળાજા
10.    રાજપરાના વિદ્યાર્થીના નામે પરીક્ષા આપેલ શખ્સ 
11.    જી.એમ દામાણી મ્યુનિશિપલ હાઈસ્કુલ-ધારીમાં પરીક્ષાર્થી શખ્સ
12.    રાજ ગીગાભાઈ ભાલિયા, ભાવનગર 
13.    હિતેશ બાબુભાઈ, ઈસોરા, તળાજા 
14.    હિતેશ બાબુભાઈનો ડમી ઉમેદવાર રાહુલ, બોટાદ
15.    પાર્થ ઈશ્વરભાઈ જાની, એધાવાડા, ભાવનગર 
16.    પાર્થ ઈશ્વરભાઈ જાનીનો ડમી ઉમેદવાર, ભાવનગર 
17.    રમણિક મથુરામભાઈ જાની, સિહોર 
18.    ભાર્ગવ કનુભાઈ બૈરાયા/દવે, દિહોર, તળાજા 
19.    મહેશ લાભશંકરભાઈ લાધવા, કરમદિયા, મહુવા
20.    અંકિત લકુમ, ભાવનગર 
21.    વિમલ બટુકભાઈ જાની, દિહોર, તળાજા 
22.    કૌશિક મહાશંકરભાઈ જાની, ભાવનગર 
23.    રાજદીપ બાબુભાઈ ભેડા, ભાવનગર 
24.    ભગીરથ અમૃતભાઈ પંડ્યા, ભાવનગર 
25.    ભગીરથ અમૃતભાઈ પંડ્યાનો ડમી ઉમેદવાર, ભાવનગર
26.    નિલેશ ઘનશ્યામભાઈ જાની, ભાવનગર 
27.    નિલેશ ઘનશ્યામભાઈ જાનીનો ડમી ઉમેદવાર, ભાવનગર 
28.    જયદીપ ઘનશ્યામભાઈ ધાંધલ્યા, કાળાનાળા, ભાવનગર 
29.    અક્ષર રમેશભાઈ બારૈયા, ભાવનગર 
30.    સંજય હરજીભાઈ પંડ્યા, કરાઈ, ગાંધીનગર 
31.    દિનેશ બટુકભાઈ પંડ્યા, ભાવનગર 
32.    ભદ્રેશ બટુકભાઈ પંડ્યા, ભાવનગર 
33.    અભિષેક પંડ્યા, ટીમાણા, તળાજા 
34.    કલ્પેશ પંડ્યા, રાળગોન, તળાજા 
35.    ચંદુ પંડ્યા, ભાવનગર 
36.    હિતેન હરિભાઈ

સળગતા સવાલ

  • સરકારી નોકરી માટે વર્ષોથી મહેનત કરતા ઉમેદવારોને ન્યાય મળશે?
  • ડમી ઉમેદવારોએ અત્યાર સુધી કેટલી પરીક્ષા આપી?
  • ભરતી માટેની પરીક્ષા પારદર્શક ક્યારે બનશે?
  • ડમી ઉમેદવારો વિરુદ્ધ દાખલારૂપ કાર્યવાહી થશે?
  • ડમી ઉમેદવાર પાસે પરીક્ષા અપાવીને નોકરી મેળવનારા વિરુદ્ધ કાર્યવાહી થશે?
  • અત્યાર સુધી ડમી ઉમેદવારોના કારણે કેટલા લોકોને નોકરી મળી હશે?
     
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ