બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / ભાવનગર / Bhavnagar Dummy Scandal case more action by police corrupt

એક્શન / ભાવનગર ડમીકાંડમાં પોલીસને મળી મોટી સફળતા, શિક્ષક સહિત વધુ 6 આરોપીઓની ધરપકડ, કુલ આંકડો 14 પર પહોંચ્યો

Kishor

Last Updated: 10:48 PM, 20 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાવનગર ડમી કાંડ મામલે પોલીસ દ્વારા વધુ કાર્યવાહી કરવામાં આવતા ભ્રષ્ટ શખ્સોના કોઠીનો કાદવ બહાર આવી રહ્યો છે. હવે આ મામલે પોલીસે વધુ 6 આરોપીઓની ધરપકડ કરી છે.

  • ભાવનગર ડમીકાંડમાં વધુ 6 આરોપીઓની ધરપકડ
  • શિક્ષક વિપુલકુમાર અગ્રાવતની પોલીસે ધરપકડ કરી
  • 26 નંબરના આરોપીની ડમી ઉમેદવાર તરીકે આપી હતી પરીક્ષા

ગુજરાત સહિત દેશભરમાં ભાવનગર ડમી ઉમેદવાર કાંડનો મામલો ગાજી રહ્યો છે. યુવા નેતા યુવરાજસિંહ દ્વારા રોજ એક પછી એક ધડાકા કરવામાં આવી રહ્યા છે. તેવામાં પોલીસે ડમીકાંડ પ્રકરણમાં સંડોવાયેલ વધુ 6 આરોપીને દબોચી લીધા છે. જેને પગલે અત્યાર સુધીમાં કુલ 14 આરોપીની ધરપકડ થઈ ચૂકી છે. જેમાં શિક્ષક વિપુલકુમાર અગ્રાવતની ધરપકડ કરાતા 26 નંબરના આરોપીની ડમી ઉમેદવાર તરીકે પરીક્ષા આપી હતી હોવાનું ખુલ્યું હતું. વધુમાં ભાર્ગવ બારૈયા, પાર્થ જાની, અશ્વિન સોલંકી, રમેશ બારૈયા,રાહુલ  લીંબડીયાની ધરપકડ કરવામાં આવી છે.

ડમી ઉમેદવાર કૌભાંડમાં સંડોવાયેલ વિપુલકુમાર તુલશીદાસ અગ્રાવત (ઉ.વ.૩૩ ધંધો-શિક્ષક,કેન્દ્રવર્તી શાળા,તળાજા જી.ભાવનગર રહે.CHC કવાર્ટર, દાઠા તા.તળાજા જી.ભાવનગર મુળ-રાજપરા નં.૨ તા.તળાજા જી.ભાવનગર)એ સને-૨૦૨૨માં આરોપી નં.૨૬ની જગ્યાએ ડમી ઉમેદવાર તરીકે રાજકોટ ખાતે MPHWની પરિક્ષા આપેલ હતી. 


વધુમાં ભાર્ગવ કનુભાઇ બારૈયા (ઉ.વ.૨૮ ધંધો-નોકરી MPHW (મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર,આરોગ્ય વિભાગ, મ.ન.પા.,વડોદરા) રહે.કેન્દ્દવર્તી શાળાની બાજુમાં, દિહોર તા.તળાજા)ની જગ્યાએ આરોપી શરદ ભાનુશંકરભાઇ પનોત (રહે.દિહોર) ધોરણ-૧૨ની પરિક્ષા આપેલ હતી. 

પાર્થ ઇશ્વરભાઇ જાની (ઉ.વ.૨૩ ધંધો-અભ્યાસ રહે.પ્લોટ નંબર-૨, મારૂતિ પાર્ક, અધેવાડા, તળાજા રોડ, ભાવનગર મુળ-ધારડી તા.તળાજા)ની જગ્યાએ ડમી ઉમેદવારે તા.૨૬/૦૩/૨૦૨૨ના રોજ પશુધન નિરીક્ષકની પરિક્ષા આપેલ હતી. અશ્વિનભાઇ રમેશભાઇ સોલંકી (ઉ.વ.૨૫ ધંધો-ખેતી રહે.દિહોર તા.તળાજા જી.ભાવનગર)ની જગ્યાએ ડમી ઉમેદવાર તરીકે આરોપી મીલનભાઇ ઘુઘાભાઇએ સને-૨૦૨૨માં વન રક્ષકની પરિક્ષા આપેલ હતી. 


રમેશભાઇ બચુભાઇ બારૈયા (ઉ.વ.૩૭ ધંધો-નોકરી (મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર,આરોગ્ય વિભાગ,સાવરકુંડલા) રહે.સથરા તા.તળાજા)એ આરોપી નં.૨૮ની જગ્યાએ ડમી ઉમેદવાર તરીકે  સને-૨૦૨૨માં રાજકોટ ખાતે MPHWની પરિક્ષા આપેલ હતી અને રાહુલ દિપકભાઇ લીંબડીયા (ઉ.વ.૨૩ ધંધો- અભ્યાસ રહે.ટાટમ રોડ,ભીમડાદ તા.ગઢડા જી.બોટાદ)એ આરોપી નં.૧૩નાં ડમી ઉમેદવાર તરીકે તા.૨૬/૦૩/૨૦૨૨નાં રોજ પશુધન નિરીક્ષકની પરિક્ષા આપેલ હતી.

મારા પરિવારને અકસ્માતમાં ઉડાવી દેવાની ધમકી અપાય છેઃ યુવરાજસિંહ
ડમીકાંડ મામલે યુવરાજસિંહે જણાવ્યું હતું કે મારી પાસે 17 વીડિયો છે અને તમામ આધાર પુરાવા છે. મને ખોટી રીતે ફસાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. તેના જવાબ આપીશું.  તેમજ પોલીસ આરોપીને સાક્ષી બનાવી રહી છે. તેમજ અમને ધમકીઓ પણ મળી છે. ત્યારે યુવરાજસિંહે કહ્યું હતું કે મારા પરિવારને અકસ્માતમાં ઉડાવી દેવાની ધમકી અપાઈ રહી છે. તેમજ ડમીકાંડનું કૌભાંડ 2004 થી થઈ રહ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ