બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / વિશ્વ / અન્ય જિલ્લા / Bhavnabe of Gujarat told the story of the war from Jerusalem

આપવીતી / ગમે ત્યારે મિસાઈલ પડી શકે..', જેરૂસલેમથી ગુજરાતના ભાવનાબેને જણાવ્યો યુદ્ધનો ચિતાર, એક એક શબ્દમાં ડર

Vishal Khamar

Last Updated: 09:48 PM, 9 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈઝરાયેલ-હમાસનાં યુદ્ધનાં ત્રીજા દિવસે અનેક લોકોનાં મૃત્યું થયા છે તો હજારો લોકો સારવાર હેઠળ છે. ઈઝરાયેલમાં પણ ભારતનાં તેમજ ગુજરાતનાં અનેક લોકો નોકરી તેમજ ભણવા માટે ત્યાં ગયા છે. ત્યારે જેરૂસલેમ ખાતે રહેતી ગુજરાતી મહિલા દ્વારા ત્યાંની સ્થિતિને વર્ણવી હતી.

  • ઈઝરાયેલ-હમાસ વચ્ચે ત્રીજા દિવસે પણ ભીષણ યુદ્ધ
  • જેરૂસલેમમાં ભારતનાં તેમજ ગુજરાતનાં અનેક લોકો રહે છે
  • જેરૂસલેમ ખાતે રહેતી ગુજરાતી મહિલાએ ત્યાંની સ્થિતિ વર્ણવી

આ બાબતે ઈઝરાયેલ ખાતે રહેતા ભાવનાબેન ઓડેદરા જેઓ જેરૂસલેમ ખાતે રહે છે.તેઓએ જણાવ્યું હતું કે, જેરુસલેમમાં બધા સેફ છે. આસ્કલોન તેમજ બોર્ડરની નજીકનાં જે શહેરો છે ત્યાં સ્થિતિ ખૂબ જ ગંભીર છે. ત્યાં ગમે ત્યારે મિસાઈલ પડી શકે છે.  ખૂબ નુકશાન થયું છે. ઈઝરાયેલ સરકાર દ્વારા સુરક્ષાનાં ભાગરૂપે શું પગલા ભરાયા તે બાબતે કંઈ સૂચનાં બાબતે ભાવનાબેને જણાવ્યું હતું કે,  તમામ લોકોએ પોતાનાં પાસપોર્ટ,  ઈન્શ્યોરન્સ કાર્ડ,  પૈસા તેમજ તમારી જે જરૂરીયાતની ચીજ વસ્તુ હોય તે તમારી બેગમાં જ રાખો. કામ વગર બહાર ન નીકળવા અપીલ કરી છે.

જેરૂસલેમમાં કાલ રાતથી કરફ્યું લગાવી દેવામાં આવ્યો

તેમજ જેરુસલેમ સહિતનાં શહેરોમાં કરફ્યું પણ લગાવી દેવામાં આવ્યો છે. કાલ રાતથી લેબેનોને પણ મિસાઈલ છોડી હોવાનું જાણવા મળી રહ્યું છે. ન્યૂયર નો તહેવાર હતો અને  શુક્રવાર, શનિવાર હતા.  તહેવાર હોઈ આ લોકો તહેવારની ઉજવણી કરી રહ્યા હતા. ન્યૂયરમાં મોટા ભાગનાં લોકોને રજા હોય. ત્યારે ઓચિંતા જ પેલેસ્ટાઈન દ્વારા બોર્ડર તોડી નાંખી તેમજ મિસાઈલ તોડી નાંખે તેવી સિસ્ટમ છે. ત્યારે જે લોકો બોર્ડર મારફતે અંદર પ્રવેશ્યા હતા. તેઓને ગોળી મારી દેવામાં આવતી હતી.

VIDEO: ઈઝરાયલ પર એક બાદ એક હજારો રોકેટથી ભીષણ હુમલા, ગાડીઓ પર બંદૂક સાથે  ઘૂસી ગયા આતંકવાદી: ભયાનક દ્રશ્યો જોઈ દુનિયા સ્તબ્ધ | VIDEO: Sirens warn of  rockets ...

ઈઝરાયેલ પર હમાસના આતંકવાદી હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા લોકોમાં એક ભારતીય મહિલાનો પણ સમાવેશ થાય છે. આ મહિલા ભારતના કેરળ રાજ્યની રહેવાસી છે અને છેલ્લા ઘણા સમયથી ઈઝરાયેલમાં કામ કરે છે. મહિલાની હાલત નાજુક છે અને હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. તો બીજી બાજુ હમાસના હુમલામાં 10 નેપાળી નાગરિકોના પણ મૃત્યુ થયા છે. નેપાળ એમ્બેસીએ આ વાતની પુષ્ટિ કરી છે.

More than 700 Israelis, 450 Palestinians dead, devastation in Gaza in last 48 hours

હુમલામાં ઈજાગ્રસ્ત થઈ ભારતીય મહિલા
હમાસના હુમલામાં ઈજાગ્રસ્ત થયેલી મહિલાની ઓળખ શીજા આનંદ (ઉં.વ 41 વર્ષ) તરીકે થઈ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે રોકેટ હુમલામાં ભારતીય મહિલા ઈજાગ્રસ્ત થઈ હતી અને ઈઝરાયેલની એક હોસ્પિટલમાં શીજા આનંદની સારવાર ચાલી રહી છે. ઈઝરાયેલ પર હમાસના હુમલા બાદ શીજા આનંદે કેરળમાં રહેતા તેમના પરિવાર સાથે વાત કરી હતી અને તેમને જાણ કરી હતી કે તેઓ સુરક્ષિત છે, પરંતુ વાતચીત દરમિયાન તેમનો ફોન ડિસ્કનેક્ટ થઈ ગયો હતો. 

10 નેપાળી નાગરિકોના મોત
હમાસના હુમલામાં નેપાળના 10 નાગરિકોના પણ મોત થયા છે. અન્ય ચાર નેપાળી નાગરિકો ઈજાગ્રસ્ત થયા છે અને એક લાપતા છે. નેપાળના વિદેશ મંત્રાલયે સોમવારે એક નિવેદન જાહેર કરીને આ વાતની પુષ્ટિ કરી છે. નેપાળના વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે, 17 નેપાળી નાગરિકો ઈઝરાયેલના કિબૂઝ અલુમિમના એક કૃષિ ફાર્મમાં કામ કરી રહ્યા હતા. તેમાંથી 10 નેપાળી નાગરિકો મૃત્યુ પામ્યા છે. જ્યારે બેનો આબાદ બચાવ થયો છે. અન્ય ચાર નેપાળી નાગરિકો ઈજાગ્રસ્ત થયા છે અને એક લાપતા છે. ગુમ થયેલા નેપાળી નાગરિકની શોધખોળ ચાલુ છે. ટૂંક સમયમાં તમામના મૃતદેહોને નેપાળ લાવવામાં આવશે. નેપાળ સરકારે ઈઝરાયેલ સરકારને ઈજાગ્રસ્તોની મદદ કરવા અપીલ કરી છે.

 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ