બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Bharuch Tribal Conversion Case, Gujarat High Court cancels bail application

સકંજો / ભરૂચ આદિવાસી ધર્મ પરિવર્તન કેસ: ગુજરાત હાઈકોર્ટે  આરોપી મૌલવીના આગોતરા જામીન ફગાવ્યા

Vishnu

Last Updated: 11:04 PM, 4 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હિન્દૂ ધર્મમાં પરત ફરવાની ઇચ્છા રાખતા લોકોને મારી નાખવાની ધમકી અપાઈ હતી, કોર્ટે કહ્યું લોકોને ધમકી આપનારાને છુટા ન મુકી શકાય

  • ભરૂચમાં આદિવાસીના ધર્મ પરિવર્તનનો વિવાદ 
  • HCએ આરોપી મૌલવીની આગોતરા જામીન ફગાવ્યા
  • બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવનારને ન છોડી મુકાયઃ HC

ભરૂચમાં આમોદના કાંકરિયા ગામે ગત નવેમ્બર 2021માં ધર્માંતરણનો કિસ્સા સામે આવ્યો હતો જેમાં હિન્દુ પરિવારોને લોભ લાલચ આપી ધર્મપરિવર્તન કરાવી તેમને મુસ્લિમ ધર્મ અંગીકાર કરાવાયો હોવાનું સામે આવ્યું હતું. ધર્માંતરણ માટે વિદેશથી આવેલા ફંડનો પણ દુરુપયોગ થયાનો ખુલ્યું હતું. સમગ્ર કેસનો પર્દાફાશ થતા પોલીસે એક મોલવી સહિત કુલ 9 લોકો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમની કલમ અને IPCની અન્ય કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. 

બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવનારને ન છોડી મુકાયઃ HC
ભરૂચમાં આદિવાસીના ધર્મ પરિવર્તનના કેસને લઈ HCએ આરોપી મૌલવીની આગોતરા જામીન ફગાવી દીધા છે. ગુજરાત હાઈકોર્ટે જામની અરજી પર સુનાવણી કરતાં કહ્યું છે કે બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવનારને ન છોડી મુકાય, તેમજ લોકોને ધમકી આપનારાને પણ છુટા ન મુકી શકાય. આ મામલે સરકાર દ્વારા કોર્ટમાં રજુઆત કરવામાં આવી હતી. જેમાં સરકાર તરફથી કહેવામાં આવ્યું હતું કે 100 જેટલા આદિવાસીઓના ધર્મ પરિવર્તનનો કર્યાં હતા, રોકડ, અનાજ, ઘરવખરીના પ્રલોભનો આપી ધર્મ પરિવર્તન કરાયુ હતું. હિન્દૂ ધર્મમાં પરત ફરવાની ઇચ્છા રાખતા લોકોને મારી નાખવાની ધમકી અપાઈ હતી હાલ ઘણા લોકોને પોલીસ રક્ષણ અપાયું છે.

આરોપી વીડિયોમાં કેવી રીતે ધર્મ પરિવર્તન માટે લાલચ આપી રહ્યો હતો..
જ્યારે સમગ્ર ઘટના બહાર આવી હતી ત્યારે એક વીડિયો ખૂબ  જ વાયરલ થયો હતો જેમાં મુખ્ય આરોપી હાજી અબ્દુલ્લા ફેફડાવાલા કહી રહ્યો હતો કે લંડનથી આવેલો છું. મને તમારા લોકોની ખબર પડી એટલે હું તમને મળવા આવ્યો છું. તમારી માટે સ્પેશિયલ હું લંડનથી તમને મળવા આવ્યો છું. હું લંડનમાં તમારુ પેગામ પહોંચાડિશ. ઇસ્લામમાં તમે દાખલ થયા હવે તમે અમારા ભાઇઓ, કોઇ જ જાતનો ભેદભાવ નહીં. અમારાથી જેવી મદદ તમને થશે એટલી મદદ અમે તમને કરીશું. લંડનવાસી ભાઇઓ આ મારો પેગામ છે. હું આમોદ તાલુકામાં કાંકરિયા ગામમાં આવેલો છું. ગામમાં 37 ફેમિલી ઇમામ લાવેલી છે. આ અજીતભાઇની મહેનત છે, આ યુવાનોની મહેનત છે. ઇમાનની દાવત આપવા માટે એ લોકો મહેનત કરે છે. અજીતભાઇ અને સાથીઓને કેટલાક સવાલો કરીશ. તેમને અમારા લાયક કંઇક કામ હોય . મકાનો, ખાવા પીવાની કે કોઇપણ તકલીફ હોય તેના માટે પૂછવું છે. અમારા માટે, સ્પેશિયલ લંડનવાસીઓથી તમે કોઇ આશા રાખો છો. અમે તમને કંઇ હેલ્પ કરીએ, અમે તમને કેવી રીતે મદદ કરી શકીએ

ભરૂચમાં ધર્માંતરણના આરોપી કોણ?

  • શબ્બીર બેકરીવાલા
  • સમજ બેકરીવાલા
  • અબ્દુલ અઝીઝ પટેલ
  • યુસુફ જીવણ પટેલ
  • ઐયુબ બરકત પટેલ
  • ઇબ્રાહીમ પટેલ
  • ફેફડાવાલા અબ્દુલ્લા (હાલ લંડન)
  • હસન ટીસલી
  • ઇસ્માઇલ આછોદવાલા ઉર્ફે ડેલાવાલા(મૌલવી)

આરોપી ફેફડાવાલા હાજી અબ્દુલે ફન્ડિંગ કર્યાનું ખુલ્યું
મહત્વનું છે કે 37 હિન્દુ પરિવારના 100 લોકોને ગરીબને મકાન-રાશન સહિતની લાલચ આપી ધર્માંતરણ કરાયું હોવાનું ખુલ્યું હતું જેમાં યુપીના ધર્માંતરણ-ફન્ડિંગ કેસના આરોપીએ ફન્ડિંગ કર્યાનું ખુલ્યું છે. ત્યારે કાકરિયાના નાગરિકે SPને અરજી કરતા મામલો બહાર આવ્યો હતો. જેમાં પોલીસે 9 શખ્સો સામે ફરિયાદ નોંધી હતી 

કઈ રીતે કરાતું હતું ધર્માંતરણ?
2018થી ધર્માંતરણનું ષડયંત્ર ચાલતું હોવાનું સામે આવ્યું હતું. અજીત વસાવા નામનો વ્યક્તિ સુરત ખાતે ગાડીમાં લઇ જતો હતો. અને સુરત લઇ જઇને તમામના આધાર કાર્ડના નામ ચેન્જ કરવામાં આવતા હતા. ત્યારે મામલો સામે આવ્યા બાદ ફરિયાદીને ધમકી મળતી હોવાનો આક્ષેપ કરાયો છે. જેને લઇ ફરિયાદી પ્રવીણ વસાવાએ પોલીસ પ્રોટેક્શન પણ માગ્યું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ