બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / bharatpe removes co founder md ashneer grover from all positions in company

એક્શન / અશનીર ગ્રોવર પર BharatPeની સૌથી મોટી કાર્યવાહી, કંપની બોર્ડે તમામ પદ પરથી કર્યા દૂર

Kavan

Last Updated: 01:30 PM, 2 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત પે અને અશનીર ગ્રોવરનો વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો ત્યારે વધુ એક મહત્વના સમાચાર આવ્યા છે.

  • અશનીર ગ્રોવર સામે મોટા એક્શન 
  • કંપનીના તમામ પદો પરથી કરાયા દૂર 
  • પરિવાર સામે પણ થયો છે કરોડોની ઉચાપતનો આક્ષેપ 

તાજેતરમાં પ્રાપ્ત થયેલા અહેવાલ પ્રમાણે, કંપનીના બોર્ડે મીટિંગ બાદ બુધવારે એક નિવેદન જાહેર કરીને ગ્રોવરને તમામ પોસ્ટ પરથી તાત્કાલિક અસરથી દૂર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ સાથે કંપનીએ એ પણ જણાવ્યું કે તે ગ્રોવર વિરુદ્ધ નાણાકીય ગેરરીતિને લઈને કાર્યવાહી કરવા જઈ રહી છે. 

પરિવાર પર કરોડો રૂપિયાની ગેરરીતિ કરવાનો આરોપ 

ફિનટેક કંપની ભારતપે કંપનીના કોફાઉન્ડર અશ્નીર ગ્રોવર અને તેના પરિવાર પર કરોડો રૂપિયાની ગેરરીતિ કરવાનો આરોપ લગાવ્યો છે. બે મહિનાના ડ્રામા પછી ગ્રોવરે સોમવારે કંપની અને બોર્ડમાંથી રાજીનામું આપ્યું હતું. કંપનીએ તેની સામે તપાસ શરૂ કરી હતી, જેનો અંતિમ રિપોર્ટ આવી ગયો છે. અહેવાલમાં જણાવાયું છે કે ગ્રોવર અને તેના પરિવારે ભંડોળનો ગેરઉપયોગ કર્યો હતો અને કંપનીના ખાતાની ઉચાપત કરી હતી.

ગઈકાલે આપ્યું છે રાજીનામું 

ફિનટેક કંપની ભારત પેનાં બોર્ડ સાથે લડી રહેલ અશનીર ગ્રોવરે કંપનીના એમડી તથા ડાયરેક્ટરનાં રૂપમાં રાજીનામું આપી ધીધુ છે. થોડા દિવસો પહેલા જ તમને માધુરી જૈનનાં ફંડનાં દુરુપયોગનાં આરોપમાં મેં હેન્ડ ઓફ ધ કંટ્રોલનાં પદથી ટર્મિનેટ કરવામાં આવ્યા હતા. આ ખબર સામે આવી હતી. 

બોર્ડને મોકલેલ પોતાના રાજીનામાંમાં ગ્રોવરએ કહ્યું કે ખૂબ જ દુખ સાથે હું આ લખી રહ્યો છું. કેમકે મને એ કંપનીને અલવિદા કહેવા પર વિવશ કરવામાં આવી રહ્યો છે જેનો હું એક ફાઉંડર છું. આજે આ કંપની ફિનટેકની દુનિયામાં એક લીડરનાં રૂપમાં ઉભી છે. 2022ની શરૂઆતથી જ કમનસીબે અમુક લોકોએ ન માત્ર મારી પ્રતિષ્ઠાને પરંતુ કંપનની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવા માટે મારા ત્થામારા પરિવારને વગર કોઈ આધારે ફસાવ્યા છે. તેઓ સ્પષ્ટ રૂપથી આ જ કરવા માંગે છે. 

27 ફેબ્રુઆરીના રોજ જ ખબર આવી હતી કે ભારત પે કોફાઉંડર અશનીર ગ્રોવર દ્વારા કંપનીના ગવર્નન્સ રીવ્યૂ કરાવવાના નિર્ણયને પડકાર આપવાવાળી ઈમરજન્સી આર્બેટ્રેશન પ્લીને સિંગાપુર ઇન્ટરનેશનલ આર્બેટ્રેશન સેંટરરે અસ્વીકાર કરી છે. 

ગ્રોવરે એક વાતચીતમાં ગવર્નન્સ રીવ્યૂ શરુ કરવા પાછળ બોર્ડનાં ઈરાદા પર સવાલ ઉઠાવ્યા હતા. ગ્રોવરે અલવારેજ એંડ માર્સલ દ્વારા કરવામાં આવેલ ઓડિટની અડધી રિપોર્ટ મીડિયામાં લીક થવા પર પણ સવાલ ઉઠાવ્યા હતા. 

શું લખે છે ગ્રોવર પોતાના રાજીનામામાં 

પોતાના રાજીનામામાં ગ્રોવર લખે છે કે ભારતીય ઇન્ટરપ્રેન્યોરશિપનો ચર્ચિત ચહેરો તથા ભારતનાં યુવાઓ માટે પોતાની બીઝનેસ શરુ કરવાની પ્રેરણા હોવાને નાતે હું હવે ઇન્વેસ્ટર્સ તથા મેનેજમેન્ટ સાથે લડવામાં પોતાનો સમય નહિ વેડફૂ. કમનસીબે આ લડાઈમાં, મેનેજમેન્ટ વાસ્તવમાં એ ખોઈ બેસ્યું જે દાવ પર લાગેલ હતું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ