બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / BHAGWANT MANN go to Gurudwara after drinking alcohol, tortured her wife Punjab CM daughter made serious allegations

આરોપ / પપ્પા દારૂ પીને ગુરુદ્વારા, વિધાનસભા જાય છે: CMની દીકરીએ વીડિયો બનાવી કર્યો મોટો ધડાકો, AAPનું મૌન

Megha

Last Updated: 01:00 PM, 12 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પંજાબના CM ભગવંત માનની દીકરી સિરત કૌરે પિતા પર આરોપ લગાવતા કહ્યું કે, 'જે વ્યક્તિ પોતાના બાળકોની જવાબદારી ન લઈ શકે તે પંજાબના લોકોની જવાબદારી કેવી રીતે લઈ શકશે?'

  • ભગવંત માનની દીકરી સિરત કૌરે પિતા પર મોટા આરોપો લગાવ્યા
  • એમને પપ્પા સાંભળવાનો અધિકાર ઘણા સમય પહેલા જ ગુમાવી દીધો
  • પંજાબના સીએમ દારૂ પીને ગુરુદ્વારા અને વિધાનસભામાં જાય છે 

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની દીકરી સિરત કૌર માને તેના પિતા પર મોટા આરોપો લગાવ્યા છે. સિરતે કહ્યું કે માન તેની પૂર્વ પત્ની એટલે કે સિરતની માતાને શારીરિક અને ભાવનાત્મક રીતે ટોર્ચર કરતો હતો. સીરતે માન પર એવો પણ આરોપ લગાવ્યો હતો કે તેણે તેના પુત્ર એટલે કે સીરતના ભાઈને રાત્રે સીએમ આવાસની બહાર ફેંકી દીધા હતા. સીરતનો આરોપ લગાવતો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

એમને પપ્પા સાંભળવાનો અધિકાર ઘણા સમય પહેલા જ ગુમાવી દીધો
વાઈરલ થયેલા વીડિયોમાં ભગવંત માનની પુત્રીએ કહ્યું, “હું સીરત કૌર માન છું. હું પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની પુત્રી છું. શરૂઆતમાં જ હું સ્પષ્ટ કરી રહ્યો છું કે આ વિડિયોમાં હું તેમને શ્રી માન અથવા સીએમ સાહેબ તરીકે સંબોધીશ. એમને પપ્પા સાંભળવાનો અધિકાર ઘણા સમય પહેલા જ ગુમાવી દીધો છે. વીડિયો બનાવવા પાછળ કોઈ રાજકીય હેતુ નથી.”

અમારા મૌનને કારણે જ તેઓ આ પદ CM પર બેઠા છે
વાયરલ વીડિયોમાં ભગવંત માનની પુત્રીએ આરોપ લગાવ્યો છે કે,“આ વિડિયો બનાવવા પાછળનું એકમાત્ર કારણ એ છે કે હું ઈચ્છું છું કે અમારી વાર્તા દરેકને કહું, લોકોએ આજ સુધી જે પણ સાંભળ્યું છે તે સીએમ સાહેબ પાસેથી જ સાંભળ્યું છે. તેના કારણે અમારે એવી વાતો સાંભળવી અને સહન કરવી પડી જે અમે સમજાવી પણ શકતા નથી. આજ સુધી મારી માતાએ ચૂપ રહેવાનું પસંદ કર્યું છે. અમે કશું કહ્યું નથી. પરંતુ એવું લાગે છે કે અમારા મૌનને અમારી નબળાઈ ગણવામાં આવી હતી.”

પોતાના બાળકોની જવાબદારી ન લઈ શકે તે પંજાબના લોકોની જવાબદારી કેવી રીતે લેશે 
સિરતે વધુમાં કહ્યું કે ભગવંત માનને ખ્યાલ નથી કે અમારા મૌનને કારણે જ તેઓ સીએમ પદ પર બેઠા છે. સિરતે એવો પણ આક્ષેપ કર્યો હતો કે તેના પિતાએ તેણી અને તેના ભાઈ પ્રત્યેની જવાબદારીઓ નિભાવી નથી. તેમણે કહ્યું કે તેમનો ભાઈ ગયા વર્ષે બે વાર ભગવંત માનને મળવા ગયો હતો, પરંતુ તેમને સીએમ હાઉસમાં પ્રવેશવા દેવામાં આવ્યો ન હતો. આગળ તેણે કહ્યું કે “એકવાર તેના નાના ભાઈને અંદર જવાની મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ બાદમાં તેને એવું બહાનું કરીને ત્યાંથી જવાનું કહેવામાં આવ્યું કે તે રાત્રે ત્યાં રોકાઈ શકશે નહીં. જે વ્યક્તિ પોતાના બાળકોની જવાબદારી ન લઈ શકે તે પંજાબના લોકોની જવાબદારી કેવી રીતે લઈ શકે?

દારૂ પીને ગુરુદ્વારા અને વિધાનસભામાં જાય છે 
ભગવંત માનની પુત્રી સીરત કૌરે એમ પણ કહ્યું કે પંજાબના સીએમ દારૂ પીને ગુરુદ્વારા જાય છે અને દારૂ પીને વિધાનસભામાં જાય છે. આમ આદમી પાર્ટી (AAP)એ પણ આ સમગ્ર મામલે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો છે. AAP માને છે કે આ ભગવંત માનની અંગત બાબત છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ