બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / Beware those returning from Mount Abu after partying on the 31st

નિવેદન / 31st ની પાર્ટી કરીને માઉન્ટ આબુથી પાછા આવનારા ચેતજો: પોલીસથી બચી શકાશે નહીં, રાજકોટમાં પણ સ્પેશ્યલ ડ્રાઈવ કરાશે

Vishal Khamar

Last Updated: 05:44 PM, 26 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુવાધન નવા વર્ષની ઉજવણી માટે થનગની રહ્યું છે. તો બીજી તરફ પોલીસ દ્વારા પણ ગુજરાતની તમામ બોર્ડર પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી તમામ ગાડીઓનું ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. બનાસકાંઠા પોલીસ દ્વારા રાજસ્થાનથી ગુજરાત આવતા તમામ વાહનોનું ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે.

  • 31 ડિસેમ્બરને લઈ ગુજરાત પોલીસ એલર્ટ મોડમાં
  • માઉન્ટ આબુથી આવતી ગાડીઓનું સઘન ચેકિંગ હાથ ધરાયું
  • ડ્રીંક એન્ડ ડ્રાઈવની સ્પેશિયલ ડ્રાઈવ મોડી રાત સુધી ચાલશેઃ રાજુ ભાર્ગવ

31 ડિસેમ્બરને લઈ ગુજરાત પોલીસ દ્વારા રાજસ્થાનથી ગુજરાત આવતા તમામ વાહનોનું સઘન ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. જેને લઈ પોલીસ દ્વારા યાત્રાધામ અંબાજીની છાપરી બોર્ડર નજીક સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. 31 ડિસેમ્બરે માઉન્ટ આબુ અને 1 જાન્યુઆરીનાં રોજ અંબાજીમાં ભક્તો ઉમટશે. ભક્તોની સુરક્ષાને લઈ પોલીસ એલર્ટ બની છે.  તો ગુજરાત પોલીસ દ્વારા ગુજરાતમાં પ્રવેશતી તમામ ગાડીઓનું ચેકીંગ હાથ ધરાયું છે.

રાજુ ભાર્ગવ (પોલીસ કમિશ્નર, રાજકોટ)

"12:30 સુધી જ DJ પાર્ટીને મંજૂરી અપાઈ": રાજુ ભાર્ગવ

31 ડિસેમ્બરને લઈ રાજકોટ પોલીસ સતર્ક બની છે. 31 ડિસેમ્બરની તૈયારીને લઈ પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ દ્વારા નિવેદન આપ્યું છે કે,  નવા વર્ષની ઉજવણીનાં ભાગરૂપે રાજકોટ પોલીસ દ્વારા છેલ્લા બે દિવસથી ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ડ્રીંક એન્ડ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. પોલીસ દ્વારા સાંજથી મોડી રાત્રી સુધી આ તમામ ડ્રાઈવ યોજવામાં આવી રહી છે. તેમજ લીસ્ટેડ બુટલેગરો પર પોલીસ દ્વારા રેડ કરી છે. જેમાં બે દિવસથી પોલીસને ઘણી સફળતા મળી છે. તેમજ 31 ડિસેમ્બરનાં રોજ જે પાર્ટીઓ થાય છે તે તમામ જગ્યાઓ પર પોલીસ દ્વારા નજર રાખવામાં આવશે. તેમજ પોલીસ દ્વારા નિયમ મુજબ 12.30 સુધી પોલીસ દ્વારા તમામ ક્લબ પાર્ટીઓ પર ડીજે પાર્ટીની મંજૂરી અપાઈ છે. 

કોમલ વ્યાસ (DCP, ટ્રાફિક કંટ્રોલ )

ભારે વાહન પર પ્રતિબંધ પ્રતિબંધ મુકાયો
અમદાવાદ પોલીસ દ્વારા 31 ડિસેમ્બરે ગ્રીન કેકર્સનો ઉપયોગ થશે. સાયલેન્સ ઝોન અને જાહેર રોડ પર ફટાકડા ફોડવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. તેમજ ક્રિશમશની રાત્રે અને 31 ડિસેમ્બરે 11.55 થી 12.30 સુધી ફટાકડા ફોડી શકાશે. સીજી રોડ પર સ્ટેડિયમ સર્કલથી પંચવટી સુધી સાંજે 6 વાગ્યાથી ભારે વાહન પર પ્રતિબંધ મુકાયો છે. તેમજ જાહેરનામાનો ભંગ બદલ પોલીસ દ્વારા કાર્યવાહી કરાશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ