બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / benefits of garlic milk in sciatica health news

હેલ્થ ટિપ્સ / સાયટીકાથી છો પરેશાન? તો દરરોજ અપનાવો આ ઘરગથ્થુ ઉપાય, મળશે રાહત, થશે અનેક ફાયદા

Arohi

Last Updated: 09:52 AM, 15 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Sciatica Problem: સાઈટિકામાં લસણનો ઉપયોગ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. સાઈટિકાનો દુખાવો તમને લાંબા સમય સુધી પરેશાન કરી શકે છે. એવામાં જાણીએ તેના વિશે.

  • સાયટીકાની સમસ્યાથી છો પરેશાન? 
  • આ રીતે કરો દૂધ અને લસણનો ઉપયોગ 
  • દુખાવો થઈ જશે છુમંતર 

સાઈટિકાનો દુખાવો ખૂબ પરેશાન કરનાર હોય છે. આ દુખાવો સાઈટિક નર્વમાં થાય છે અને વધતો રહે છે. આજ કારણે કમરથી લઈને પગ સુધી તેમાં દુખાવો થાય છે અને આ સમયની સાથે વધતો જાય છે. તેમાં તમારી નસો ખેંચાય છે અને પછી દુખાવો વધવા લાગે છે. એવામાં તમે લસણ વાળા દૂધનું સેવન કરી શકો છો જે આ સમસ્યામાં ખૂબ જ કારગર સાબિત થઈ શકે છે. 

લસણ અને દૂધનો ઉપયોગ કઈ રીતે કરશો? 
સાઈટિકામાં તમે લસણ દૂધ બનાવી શકો છો. તમારે તેના માટે લસણને દૂધમાં ઉકાળી લેવાનું અને પછી આ દૂધનું સેવન કરવું. તેના માટે તમે પહેલા 2 કળી લસણ લો અને તેને દૂધમાં ઉકાળી લો. પછી આ દૂધનું સેવન કરી લો. તમને દુખાવો ઓછો થશે અને તમને રિલેક્સ અનુભવાશે. 

સાઈટિકામાં લસણ અને દૂધનું સેવન કરવાના ફાયદા 
એન્ટી ઈન્ફ્લેમેટરી ગુણોથી ભરપૂર 

એન્ટી ઈન્ફ્લેમેટરી ગુણોથી ભરપૂર લસણ અને દૂધ સોજાને ઓછો કરે છે. આ તમારા નર્વના અંદર દુખાવો ઓછો કરે છે અને સાઈટિકામાં થોડી રાહત આપે છે. આ ઉપરાંત લસણનો એક ખાસ ગુણ છે કે આ નસોમાં થઈ રહેલી બેચેનને પણ ઓછી કરે છે. 

દુખાવામાં કારગર 
લસણ વાળુ દૂધ ઘણા પ્રકારના ફાયદા કરે છે. હકીકતે આ પેનકિલર છે અને સાઈટિકાના દુખાવાને ઓછુ કરે છે. આ તમારી નસોને રાહત આપે છે. તમારે તેને રાત્રે સુતા પહેલા લેવાનું છે જેથી બેચેની ઓછી કરી શકાય અને તમે સારૂ અનુભવી શકો. 

નશોમાં રાહત 
સાઈટિકાના દુખાવામાં નશો ખેંચાતી હોય તેવું લાગે છે. એવામાં આ દૂધનું સેવન કરવાથી તેમાં રાહત મળે છે. બસ એ વાતનું ધ્યાન રાખો કે તમારે એક કપ લસણ વાળુ દૂધ પીવાનું છે તેનાથી વધારે નહીં. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ