બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / benefits of drinking cardamon tea healthy heart keep bad breath

હેલ્થ / ચામાં આદુની જગ્યાએ નાંખો આ વસ્તુ, સ્વાદ તો સારો લગશે જ, પેટની સમસ્યાઓથી પણ મળશે છૂટકારો

Manisha Jogi

Last Updated: 03:23 PM, 13 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતમાં ચાને લોકપ્રિય પીણા તરીકે ઓળખવામાં આવે છે. દેશમાં લગભગ તમામ લોકોની સવાર ચાની ચુસ્કીઓથી જ શરૂ થાય છે. અહીંયા અમે તમને વિશેષ ચાના ફાયદા વિશે જાણકારી આપી રહ્યા છીએ.

  • લગભગ તમામ લોકોની સવાર ચાની ચુસ્કીઓથી જ શરૂ થાય છે
  • ચાની નિકાસ કરવાના મામલે ભારત ટોપ 5 દેશમાં શામેલ
  • આ ચાથી પેટની સમસ્યાઓથી પણ મળશે છૂટકારો 

દેશમાં લગભગ તમામ લોકોની સવાર ચાની ચુસ્કીઓથી જ શરૂ થાય છે. કોઈ વ્યક્તિને આદુવાળી ચા પસંદ હોય છે, તો કોઈ વ્યક્તિને ઈલાયચીવાળી ચા પસંદ હોય છે. કેટલાક લોકો દૂધ વગરની ચા પીવે છે, તો કોઈ વ્યક્તિને દૂધ વગરની ચા પસંદ હોય છે. ભારતમાં મોટા પાયે ચાનું ઉત્પાદન કરવામાં આવે છે. ચાની નિકાસ કરવાના મામલે ભારત ટોપ 5 દેશમાં શામેલ છે. અસમ, દાર્જિલિંગ અને નીલગિરીમાં ઉત્પાદિત થતી ચાને સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. અહીંયા અમે તમને ઈલાયચીની ચાના ફાયદા વિશે જાણકારી આપી રહ્યા છીએ. 

ઈલાયચીની ચાના ફાયદા

  • ગળામાં થતી ખારાશ દૂર કરવા માટે ઈલાયચીની ચાનો ઉપયોગ કરવામાં આવે છે. ઈલાયચીમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ રહેલા છે, જે ગળામાં થતા ઈન્ફેક્શનને દૂર કરે છે.
  • જો તમને ઈલાયચીવાળી ચા પસંદ હોય તો તે પેટ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. ઈલાયચીની ચાથી પાચનતંત્ર મજબૂત થાય છે. ઈલાયચીમાં રહેલ ફાઈબરના કારણે કબજિયાત અને એસિડિટીની સમસ્યા દૂર થાય છે.
  • શ્વાસમાંથી દુર્ગંધ આવતી હોય તો તમારે ઈલાયચીવાળી ચાનું સેવન કરવું જોઈએ. જેથી મોઢા સાથે જોડાયેલ સમસ્યા દૂર થાય છે અને શ્વાસમાંથી દુર્ગંધ આવતી નથી.
  • જે લોકોની ઈમ્યુનિટી નબળી હોય તો તે લોકો માટે ઈલાયચીની ચા ખૂબ જ ફાયદાકારક હોય છે. ઈલાયચીમાં વિટામીન સી સહિત અનેક એવા ગુણ રહેલા હોય છે, જેથી ઈમ્યુનિટી મજબૂત થાય છે.
  • ઈલાયચીયુક્ત ચાનું સેવન કરવું તે હ્રદય સંબંધિત બિમારીઓથી રાહત આપે છે અને હાર્ટ હેલ્ધી રહે છે. શરીરમાં લોહીનું પરિભ્રમણ યોગ્ય પ્રકારે થાય છે. 

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ