બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Before Uttarayan, Harsh Sanghvi appealed to the people to take care of these 3 things, said that our festival should not hurt others.

ગાંધીનગર / ઉત્તરાયણ પહેલા હર્ષ સંઘવીએ લોકોને આ 3 વસ્તુનું ધ્યાન રાખવા કરી અપીલ, કહ્યું આપણો ઉત્સવ બીજાને દુ:ખ ન આપે તેવું કરો

Vishal Khamar

Last Updated: 11:23 AM, 12 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગાંધીનગર ખાતે સ્વામી વિવેકાનંદ રમતોત્સવમાં હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું હતું કે, પરંપરાગત રમતો તરફ બાળકોને વાળવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેમજ ઉત્તરાયણ પર્વમાં સૌ કોઈએ સામાજીક જવાબદારી સમજવી જોઈએ. તેમજ ચાઈનીઝ દોરીનો ઉપયોગ ન કરવો જોઈએ.

  • સ્વામિ વિવેકાનંદ રમતોત્સવમાં હર્ષ સંઘવીનુ નિવેદન 
  • પરંપરાગત રમતો તરફ બાળકોને વાળવાનો પ્રયાસ-હર્ષ સંઘવી 
  • સુરતમાં દોરી થી યુવતિ ના મોત ની ઘટના દુખદ છે-હર્ષ સંઘવી

આજે સ્વામી વિવેકાનંદની જન્મ જયંતી નિમિત્તે સ્વામી વિવેકાનંદ બોર્ડ દ્વારા સમગ્ર રાજ્યની સ્કૂલે તેમજ કોલેજોમાં વિવિધ જૂની પારંપરિક માટી પર રમાતી રમતો તરફ આજનાં બાળકો પ્રેરાય તે માટે રાજ્યની તમામ સ્કૂલોમાં આવી રમતોનું આયોજન કરવામાં આવ્યું છે. 

રાજ્યભરમા ૫ લાખ બાળકો રમતો સાથે જોડાશે -સંઘવી

આ બાબતે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતુ કે આજે 12 મી જાન્યુઆરી સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતી નિમિત્તે દેશભરનાં યુવાનો અને દેશ આજે રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવતું હોય છે. ત્યારે આજનાં ખાસકરીને ગુજરાતનાં સ્વામી વિવેકાનંદ યુવક બોર્ડ દ્વારા ગુજરાતભરની હજારો સ્કૂલ તેમજ કોલેજોમાં આખા અઠવાડિયા દરમ્યાન ટેકનોલોજીનાં જમાનામાં, સોશિયલ મીડિયાનાં સમયમાં હાઈટેક રમતો મોબાઈલ પર લેપટોપ પર, ટીવી પર રમાતી રમતોમાંથી મારા રાજ્યનાં યુવાનો બાળકો બહાર આવીને  આપણી પારંપરીક માટી પર રમાતી રમતો જેવી કે, રસ્સા ખેંચ, રસ્સાખેંચ, ગીલ્લી દંડા, સટોડીયું, લીબું ચમચી, સંગીત ખુરશી જેવી રમતો સાથે યુવાઓ તેમજ બાળકોને જોડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. ત્યારે આ પ્રયાસ થકી પાંચ લાખથી વધુ યુવાનો આ રમતો રમે, આપણી માટી જોડે જોડાય,  આપણી પારંપરીક રમતો જોડે જોડાય તે માટે સ્વામી વિવેકાનંદ બોર્ડ દ્વારા સમગ્ર ગુજરાતભરમાં આ રીતનું રમતોનું આયોજન કર્યું છે. 

વધુ વાંચોઃ અમદાવાદના ચાંદખેડામાં 3 રાઉન્ડ ફાયરિંગ: જમીન લે-વેચનો ધંધો કરનાર શખ્સે કર્યો હવામાં ગોળીબાર, કારણ ચોંકાવનારું

ઉત્તરાયણ પર્વ દરમ્યાન બ્રિજનો ઉપયોગ ટાળવા વિનંતી છે -સંઘવી
ત્યારે હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે,  ઉત્તરાયણ પર્વમાં સૌ કોઈએ સામાજીક જવાબદારી સમજવી જોઈએ. તેમજ ચાઈનીઝ દોરીનો ઉપયોગ ન કરવો જોઈએ. તેમજ જો કોઈ વ્યક્તિ ચાઈનીઝ દોરી વેચતો હોવાનું ધ્યાને આવે તો પોલીસને જાણ કરવા હર્ષ સંઘવીએ અપીલ કરી હતી. ત્યારે ઉત્તરાયણ પર્વનો ઉત્સવ બીજાનાં ઘરમાં દુઃખ  ન લાવે તેનું ખાસ ધ્યાન રાખવું.  તેમજ ઉત્તરાયણનાં દિવસે બ્રિજનો ઉપયોગ ટાળવા વિનંતી છે.  તેમજ મહાનગર પાલિકા અને સ્થાનિકો વૃક્ષો અને ટાંકી પરથી દોરી દૂર કરે. ત્યારે સુરતમાં દોરીથી એક યુવતી મોતની ઘટનાં પર હર્ષ સંઘવીએ દુઃખ વ્યક્ત કર્યું હતું. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ