બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Be warned if you get strong sweat or bad smell in your feet

તમારા કામનું / પગમાં સખત પરસેવો કે આવી બદબૂ આવે તો ચેતજો! હોઇ શકે છે આ બે મોટી બીમારીઓની દસ્તક

Pooja Khunti

Last Updated: 02:03 PM, 28 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જ્યારે પણ તમારા પગમાંથી વિનેગર જેવી દુર્ગંધ આવવા લાગે ત્યારે સાવચેત રહો, કારણ કે તે ડાયાબિટીસ અથવા કિડનીની બીમારીની નિશાની હોઈ શકે છે.

  • તમારા આહારમાં શક્ય તેટલા વિટામિન્સનો ઉપયોગ કરો
  • દિવસમાં બે વાર પગને પાણીથી સારી રીતે ધોઈ લો
  • માત્ર સારી ગુણવત્તાના સુતરાઉ મોજાં પહેરો

ખાવાની ખોટી આદતો અને સતત બગડતી દિનચર્યા તમને બીમાર પાડી શકે છે. આના કારણે બાળકોથી લઈને મોટાઓ બિમારીઓનો ભોગ બની રહ્યા છે. આવો જ એક રોગ છે ડાયાબિટીસ. જેના વિશે તાજેતરમાં ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે. સૌથી ખતરનાક બાબત એ છે કે હવે યુવાનો અને બાળકો તેનાથી વધુ પ્રભાવિત થઈ રહ્યા છે. જો તમે આ સંકેતોને સમજો છો તો તમે ગંભીર રોગોથી બચી શકો છો, પરંતુ કેટલીકવાર આ સંકેતોને અવગણવું નુકસાનકારક બની જાય છે. ડાયાબિટીસ કે કિડનીની સમસ્યામાં પણ આવું જ છે. જ્યારે પણ તમારા પગમાંથી વિનેગર જેવી દુર્ગંધ આવવા લાગે ત્યારે સાવચેત રહો, કારણ કે તે ડાયાબિટીસ અથવા કિડનીની બીમારીની નિશાની હોઈ શકે છે. 

શું કહે છે સ્વાસ્થ્ય નિષ્ણાંતો 
હેલ્થ એક્સપર્ટના મતે પગમાં વધુ પડતા પરસેવાને કારણે ઘણીવાર વિનેગર જેવી દુર્ગંધ આવવા લાગે છે. આ ઘણા કારણોસર થઈ શકે છે. પરંતુ તેની અવગણના કરવી ખતરનાક બની શકે છે.

  • કિશોરોમાં હોર્મોન્સનાં ફેરફારોને કારણે વધુ પડતો પરસેવો આવવા લાગે છે.
  • જે લોકો ડાયાબિટીસ અથવા ફંગલ ઇન્ફેક્શન જેવી સમસ્યાઓનો શિકાર બને છે. તેમના પરસેવામાંથી પણ વિનેગરની જેમ દુર્ગંધ આવવા લાગે છે.
  • જો કોઈને ડાયાબિટીસ કે થાઈરોઈડ હોય તો આ સ્થિતિમાં પણ તેને થોડા જ સમયમાં ખૂબ પરસેવો આવવા લાગે છે.
  • હાઈપરહિડ્રોસિસથી પીડિત લોકો, જે એક ખાસ પ્રકારનો ત્વચા વિકાર છે. તેમને પણ ખુબજ પરસેવો આવે છે. 

વાંચવા જેવું: અનિયમિત પીરિયડ્સની સમસ્યા થશે દૂર, દર્દમાં મળશે રાહત... બસ અપનાવો આ 5 ટિપ્સ

પગની ગંધ કેવી રીતે દૂર કરવી

  • તમારા આહારમાં શક્ય તેટલા વિટામિન્સનો ઉપયોગ કરો.
  • દરરોજ સ્વચ્છતાનું સંપૂર્ણ ધ્યાન રાખો.
  • દિવસમાં બે વાર પગને પાણીથી સારી રીતે ધોઈ લો.
  • માત્ર સારી ગુણવત્તાના સુતરાઉ મોજાં પહેરો.
  • શરીરમાં પરસેવો ઓછો કરવા માટે બજારમાં ઉપલબ્ધ કેટલીક પ્રોડક્ટ્સનો પણ ઉપયોગ કરી શકાય છે. જેમ કે એન્ટીપર્સપિરન્ટ. 
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ