બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Be warned before using paper straws! It's not good for the health

હેલ્થ / પેપર સ્ટ્રોનો ઉપયોગ કરતાં પહેલા ચેતજો! સ્વાસ્થ્ય અને પર્યાવરણને ગંભીર નુકસાન, રિસર્ચમાં સામે આવ્યો કેમિકલ લોચો

Pooja Khunti

Last Updated: 11:37 AM, 3 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Paper Straw For Health:આજકાલ લોકો પ્લાસ્ટિક સ્ટ્રોની જગ્યાએ પેપર સ્ટ્રોનો ઉપયોગ કરી રહ્યા છે. એક સોધ મુજબ પેપર સ્ટ્રોને પણ સ્વાસ્થ્ય માટે સારું ગણવામાં નથી આવી રહ્યું.

  • સિંગલ યુજ પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવાનાં પ્રયત્નો 
  • પેપર સ્ટ્રોને પણ સ્વાસ્થ્ય માટે સારું ગણવામાં નથી આવી રહ્યું
  • કોલેસ્ટ્રોલ વધવાનું જોખમ વધી શકે 

સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા માટે ખુબજ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. હવે કોઈ પણ રેસ્ટોરેન્ટની અંદર પેપરની સ્ટ્રો આપવામાં આવે છે. હાલ પેકેટ ડ્રિંકની અંદર પણ પેપર સ્ટ્રોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ વચ્ચે એક સોધ મુજબ જાણવા મળ્યું છે કે પેપર સ્ટ્રોને બનાવવા માટે નુકસાનકારક રસાયણનો ઉપયોગ કરવામાં આવે છે. તેની અસર તમારા સ્વાસ્થ્ય પર થઈ શકે છે. પેપર સ્ટ્રોને પણ સ્વાસ્થ્ય માટે સારું ગણવામાં નથી આવી રહ્યું. 

અભ્યાસ શું કહે છે? 
એક અભ્યાસ મુજબ જાણવા મળ્યું છે કે પેપર સ્ટ્રોનાં માધ્યમથી કોઈ પણ વસ્તુનું સેવન કરવું સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. આ પેપર સ્ટ્રોની અંદર ઝેરી રસાયણો હોય છે. જે કોઈ પણ જીવ અને પર્યાવરણ માટે નુકસાનકારક છે. સંસોધનમાં સામે આવ્યું છે કે કાગળ અને વાંસના બનેલા સ્ટ્રોમાં પોલી- અને પરફ્લુરોઆલ્કિલ પદાર્થો [PFAS] મળી આવ્યા છે. આ પદાર્થ લોકોનાં સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. પેપર સ્ટ્રો બનાવટી 20 માંથી 18 કંપનીઓની સ્ટ્રોમાં આ પદાર્થ જોવા મળ્યા છે. 

વાંચવા જેવું: શિયાળામાં ચહેરો ઠંડા પાણીથી ધોવો જોઈએ કે ગરમ? એક્સપર્ટના મતે બેસ્ટ કઈ રીત? જણાવ્યા ફાયદા અને નુકસાન

ગંભીર બીમારીઓનું જોખમ 
આ રસાયણ લાંબા સમય સુધી તમારા શરીરમાં રહે છે. તેના કારણે કિડનીમાં કેન્સર થઈ શકે, તમારું કોલેસ્ટ્રોલ વધી શકે અને જન્મ સમયે બાળકોનું વજન પણ ઓછું જોવા મળી શકે છે. તે જ સમયે, આ અભ્યાસમાં એ પણ બહાર આવ્યું છે કે સ્ટીલના કોઈપણ સ્ટ્રોમાં [PFAS] ના કોઈ નિશાન મળ્યા નથી અને તે સુરક્ષિત છે. તમને જણાવી દઈએ કે પેપર સ્ટ્રોમાં મોટી માત્રામાં [PFAS] ની હાજરી પાણીના કોટિંગને કારણે છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ