બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Be careful if you have frequent back or neck pain! May be a serious illness

હેલ્થ એલર્ટ! / અવાર નવાર પીઠ કે ગરદનમાં રહેતો હોય દુ:ખાવો તો ચેતજો! હોઈ શકે છે ગંભીર બીમારી

Pooja Khunti

Last Updated: 03:39 PM, 11 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Back Pain: પીઠનો દુ:ખાવો કોઈપણ વ્યક્તિ માટે સમસ્યા બની શકે છે. જો તમને પણ તમારી પીઠમાં સતત હળવો દુખાવો રહેતો હોય તો તેને નજરઅંદાજ કરવાના બદલે સમયસર તેની સારવાર કરાવો.

  • પીઠનાં દુ:ખાવાનાં કારણો 
  • તાત્કાલિક ડોક્ટરની સલાહ લેવી
  • પીઠનાં દુ:ખાવાથી બચવા કરો આ ઉપાય 

પીઠનો દુ:ખાવો કોઈ પણ વ્યક્તિ માટે સમસ્યા બની શકે છે.  તમને પીઠ પર હળવો દુ:ખાવો રહેતો હોય તો તેને નજરઅંદાજ ન કરો અને તાત્કાલિક ડોક્ટરની સલાહ લો. ઘણીવાર એક જ સ્થિતિમાં લાંબા સમય સુધી બેસવાથી પીઠ પર દુ:ખાવો થાય છે.  જો આ સમસ્યા લાંબા સમયથી હોય તો ચેતી જવું. આ કોઈ ગંભીર બિમારીનાં લક્ષણ પણ હોય શકે. જાણો પીઠ પર વારંવાર દુ:ખાવો કેમ થાય છે. 

પીઠનાં દુ:ખાવાનાં કારણો 
ઉઠવા-બેસવાની ખરાબ રીતનાં કારણે પણ પીઠનો દુ:ખાવો થઈ શકે છે. સ્નાયુનું તાણ પણ પીઠના દુ:ખાવાનું કારણ હોઈ શકે છે. અસાધ્ય રોગ: ચેતા અને કરોડરજ્જુ સંબંધિત રોગ હોઈ શકે છે.

તાત્કાલિક ડોક્ટરની સલાહ લેવી
સાંધા, ઓસ્ટીયોપોરોસીસ અને સ્પોન્ડીલોઆર્થરાઈટીસને કારણે ઘણા લોકો વારંવાર પીઠના દુ:ખાવાથી પીડાય છે. જો તમે પણ આવી કોઈ પીડા અનુભવો છો, તો તમારે તાત્કાલિક ડોક્ટરની સલાહ લેવી જોઈએ.

વાંચવા જેવું: દરરોજ ચહેરા કે શરીર પર પાઉડર લગવવાની ટેવ હોય તો સાવધાન! થઈ શકે છે ગંભીર બીમારી

પીઠનાં દુ:ખાવાથી બચવા કરો આ ઉપાય 
પીઠનાં દુ:ખાવાથી બચવા માટે તમારે ખાનપાન અને જીવનશૈલીમાં પરિવર્તન કરવું પડશે. સક્રિય રહો, તેનાથી તમારું રક્ત પરિભ્રમણ સારી રીતે કામ કરશે. સક્રિય રહેવાના કારણે તણાવ અથવા ચિંતાની સમસ્યા પણ નહીં થાય. દિવસમાં થોડું ચાલવાનું રાખો. જ્યારે પણ બેસો ત્યારે યોગ્ય રીતે બેસવું જોઈએ. યોગ્ય રીતે બેસવાથી અને કસરત કરવાથી પીઠ પર દુ:ખાવો નહીં થાય. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ